સાઉથના સુપરસ્ટાર થલપતિ વિજય પર હુમલો ! વિજયકાંતના અંતિમ સંસ્કારમાં અભિનેતા પર ફેંકાયા ચપ્પલ, વીડિયો વાયરલ
ચેન્નાઈના આઈલેન્ડ ગ્રાઉન્ડ ખાતે તેમના અંતિમ સંસ્કારમાં ભારે ભીડ એકઠી થઈ હતી. આ સિવાય સાઉથના ઘણા સ્ટાર્સ પણ જોવા મળ્યા હતા. દરમિયાન અંતિમ સંસ્કારમાં હાજરી આપવા આવેલા થાલપતિ વિજય પર કોઈ અજાણ્યા શખ્સે ચપ્પલ ફેકી હુમલો કર્યો હતો. અભિનેતાને વિશાળ ભીડમાંથી બહાર આવતા જોઈ શકાય છે.

સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. જાણીતા અભિનેતા અને રાજકારણી કેપ્ટન વિજયકાંતના અંતિમ સંસ્કારમાં સામેલ થઈ રહેલા સુપરસ્ટાર થલપતિ વિજય પર અજાણ્યા વ્યક્તિએ હુમલો કર્યો હતો. આ અજાણ્યા વ્યક્તિએ તેને ચપ્પલ છૂટ્ટુ ફેક્યું હતુ, જેનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે સુપરસ્ટાર વિજયને ભારે ભીડમાં અટવાયેલ છે અને એકાએક કોઈ વ્યક્તિ ચપ્પલનો છુટ્ટો ઘા કરે છે.
થલપતિ વિજય પર હુમલો
વિજયકાંત સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના પીઢ અભિનેતા રહી ચૂક્યા છે. ગુરુવારે 28 ડિસેમ્બરે તેમનું અવસાન થયું, જેનાથી સમગ્ર ઈન્ડસ્ટ્રી શોકમાં ગરકાવ થઈ ગઈ. ચેન્નાઈના આઈલેન્ડ ગ્રાઉન્ડ ખાતે તેમના અંતિમ સંસ્કારમાં ભારે ભીડ એકઠી થઈ હતી. આ સિવાય સાઉથના ઘણા સ્ટાર્સ પણ જોવા મળ્યા હતા. દરમિયાન અંતિમ સંસ્કારમાં હાજરી આપવા આવેલા થાલપતિ વિજય પર કોઈ અજાણ્યા શખ્સે ચપ્પલ ફેકી હુમલો કર્યો હતો. અભિનેતાને વિશાળ ભીડમાંથી બહાર આવતા જોઈ શકાય છે.
We #Ajith fans strongly condemneding this disrespect behaviour to vijay . whoever it may be, we should respect when they came to our place.
Throwing slipper to @actorvijay is totally not acceptable
Stay strong #Vijay #RIPCaptainVijayakanth pic.twitter.com/dVg9RjC7Yy
— AK (@iam_K_A) December 29, 2023
વીડિયો વાયરલ
ભારે ભીડને કારણે વિજયને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો અને તે અસ્વસ્થ દેખાઈ રહ્યો હતો. આ દરમિયાન એક અજાણ્યા વ્યક્તિએ અભિનેતા પર હુમલો કર્યો હતો. આવી સ્થિતિમાં વિજયના ચાહકો ખૂબ નારાજ છે. લોકો અભિનેતા પર હુમલાની આકરી નિંદા કરી રહ્યા છે. જો કે, આ દરમિયાન અભિનેતા શાંત રહ્યો અને તેણે કોઈ પ્રતિક્રિયા આપી ન હતી. આ પછી, અન્ય વ્યક્તિએ તે જ ચંપલ ઉપાડ્યું અને જ્યાંથી તે આવ્યું હતું તે જ દિશામાં ફેંકી દીધું. હાલ આ હુમલાનું કારણ બહાર આવ્યું નથી અને આ કૃત્ય કરનાર વ્યક્તિ પણ પકડાઈ નથી.
Thalapathy VIJAY paid his last respect to Captain Vijayakanth & emotionally cried a lot – never seen him like this before heartbroken #Vijayakanth #CapatainVijayakanth pic.twitter.com/ANAgJKgxta
— Johnpaul (@johnpl618) December 28, 2023
કેપ્ટનને અંતિમ શ્રદ્ધાંજલિ આપવા આવેલા વિજયનો વધુ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તે એકદમ ભાવુક દેખાઈ રહ્યો હતો. તેની આંખો ભીની દેખાતી હતી. અભિનેતાને આ હાલતમાં જોઈને ચાહકો ખૂબ જ દુઃખી થઈ ગયા.
કોવિડને કારણે વિજયકાંતનું મૃત્યુ
પીઢ અભિનેતા અને દેશિયા મુરપોક્કુ દ્રવિડ કઝગમ (DMDK) વિજયકાંતના સ્થાપક-નેતાનું અસલી નામ નારાયણન વિજયરાજ અલગારસ્વામી હતું. 28 નવેમ્બર ગુરુવારે ચેન્નાઈમાં 71 વર્ષની વયે તેમનું અવસાન થયું. ‘કેપ્ટન’ કોવિડ પોઝિટિવ હતા અને વેન્ટિલેટર સપોર્ટ પર હતો. કહેવામાં આવી રહ્યું છે કે વિજયકાંત લાંબા સમયથી બીમાર હતા અને તેમની પત્ની પ્રેમલતાએ થોડા દિવસ પહેલા જ પાર્ટીની કમાન સંભાળી હતી.
