સોનુ સૂદની મુસીબત વધી, BMCએ બિલ્ડીંગમાંથી ગેરકાયદેસર બાંધકામ હટાવવા મોકલી નોટિસ

|

Dec 06, 2021 | 5:46 PM

બોલિવૂડ એક્ટર સોનુ સૂદ દરરોજ કોઈને કોઈ મુશ્કેલીમાં ફસાઈ જાય છે. હવે બૃહમુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) એ સોનુને નોટિસ મોકલી છે.

સોનુ સૂદની મુસીબત વધી, BMCએ બિલ્ડીંગમાંથી ગેરકાયદેસર બાંધકામ હટાવવા મોકલી નોટિસ
Sonu Sood

Follow us on

બોલિવૂડ એક્ટર સોનુ સૂદ દરરોજ કોઈને કોઈ મુશ્કેલીમાં ફસાઈ જાય છે. હવે બૃહમુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) એ સોનુને નોટિસ મોકલી છે. જેમાં તેણે જે છ માળની ઈમારતને હોટલમાં ફેરવી હતી તેને ફરી રહેણાંક ઈમારતમાં ફેરવવા જણાવ્યું છે. સોનુ માટે આ નોટિસ 15 નવેમ્બરે જાહેર કરવામાં આવી હતી. આ ઈમારતને હોટલ બનાવવા માટે જે ગેરકાયદે બાંધકામ કરવામાં આવ્યું હતું તેને દૂર કરવા માટે આ નોટિસ મોકલવામાં આવી છે.

આ વર્ષની શરૂઆતમાં બીએમસી દ્વારા સોનુને તેની જુહુ હોટલને ફરી રહેણાંક મકાનમાં ફેરવવા અને ગેરકાયદે બાંધકામ દૂર કરવા માટે કહેવામાં આવ્યું હતું. સોનુએ બોમ્બે હાઈકોર્ટમાં કહ્યું હતું કે, તે બીએમસીનું પાલન કરે છે અને પોતે આ ઈમારતનું નવીનીકરણ કરાવશે.

નોટિસમાં આ જણાવ્યું હતું

BMCએ નોટિસમાં કહ્યું છે કે સોનુએ હજુ સુધી આ બિલ્ડિંગનું રિનોવેશન કર્યું નથી. નોટિસમાં BMCએ કહ્યું કે તમે કહ્યું હતું કે, તમે પહેલા અને છઠ્ઠા માળ પરની ગતિવિધિઓ બંધ કરી દેશો. તેમજ તમે તેનો ઉપયોગ રહીશો માટે કરવામાં આવશે તેમ જણાવ્યું હતું અને કહ્યું હતું કે તમે કોઈ અગત્યનું કામ કરાવી રહ્યા છો. BMC અધિકારી દ્વારા 20 ઓક્ટોબરે સ્થળનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. જેમાં તમે પ્લાન મુજબ કામ શરૂ કર્યું ન હોવાનું જોવા મળ્યું હતું.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

આ વ્યક્તિએ ફરિયાદ કરી

કાર્યકર્તા ગણેશ કુસામુલુએ સોનુ સૂદ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. તેઓએ હોટલને ગર્લ્સ હોસ્ટેલમાં ફેરવી દીધી છે. BMCએ આ બિલ્ડીંગ તોડી પાડવી જોઈએ. અહેવાલો અનુસાર, સોનુએ BMCને કહ્યું છે કે, તેણે કહ્યું છે કે તે રહેણાંક મિલકત રહેશે અને કોઈ ગેરકાયદે બાંધકામ કરવામાં આવશે નહીં.

તમને જણાવી દઈએ કે લોકડાઉનમાં લોકોના મસીહા બનીને આગળ આવેલા સોનુ સૂદ હજુ પણ લોકોની મદદ કરવામાં લાગેલા છે. હાલમાં જ તે સાઉથના કોરિયોગ્રાફર શિવશંકરની મદદ માટે આગમાં આવી હતી. શિવશંકર કોરોનાનો શિકાર બન્યા હતા. આ દરમિયાન સોનુ તેના પરિવારની મદદ માટે આગળ આવ્યો હતો, પરંતુ તબિયત ખરાબ હોવાને કારણે શિવ શંકરનું મૃત્યુ થયું હતું.

 

આ પણ વાંચો: BRO Recruitment 2021: બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશનમાં અનેક જગ્યાઓ માટે ભરતી, અહીં જાણો વિગત

આ પણ વાંચો: નેશનલ ટેલેન્ટ સર્ચની મદદથી વિદ્યાર્થીઓને મળે છે PHD સુધીની સ્કોલરશિપ, જાણો કોણ લઈ શકે છે આ લાભ ?

Next Article