Sonu Sood ની ફરી જોવા મળી ઉદારતા, કોરોના સંક્રમિત યુવતીને એરલિફ્ટ કરીને પહોંચાડી હોસ્પિટલ

|

Apr 24, 2021 | 3:48 PM

સોનુ સૂદ આમતો પુરી રીતે કોરોના કાળ દરમ્યાન લોકોને મદદ કરી રહ્યા છે, પરંતુ આ વખતે તેમણે કંઈક એવું કર્યું જેની પ્રશંસા થઈ રહી છે.

Sonu Sood ની ફરી જોવા મળી ઉદારતા, કોરોના સંક્રમિત યુવતીને એરલિફ્ટ કરીને પહોંચાડી હોસ્પિટલ
Sonu Sood

Follow us on

સોનુ સૂદ આમતો પુરી રીતે કોરોના કાળ દરમ્યાન લોકોને મદદ કરી રહ્યા છે, પરંતુ આ વખતે તેમણે કંઈક એવું કર્યું જેની પ્રશંસા થઈ રહી છે. કોરોના નેગેટિવ બન્યા પછી, સોનુ ફરીથી પુરી રીતે દિલથી જરૂરતમંદોને મદદ કરવામાં વ્યસ્ત છે.

એરલિફ્ટ કરીને યુવતીને પહોચાડી

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

હકીકતમાં, સોનુ સૂદે કોવિડ 19 થી ગંભીર રીતે બિમાર યુવતીને નાગપુરથી હૈદરાબાદમાં સારવાર માટે એરલિફ્ટ કરાવી છે. 25 વર્ષની છોકરી ભારતીની હાલત કોરોનાને કારણે નાજુક છે અને તેના ફેફસાં 85 થી 90 ટકા પ્રભાવિત છે. સોનુ સૂદની મદદથી તેને તાત્કાલિક હૈદરાબાદની એપોલો હોસ્પિટલમાં લઈ જવામાં આવી છે. ડોકટરોએ જણાવ્યું કે તેના ફેફસાંને ટ્રાન્સપ્લાન્ટ અથવા વિશેષ સારવારની જરૂર છે જે ફક્ત હૈદરાબાદમાં જ થઈ શકે છે.

 

 

 

તે મજબુતી સાથે લડશે – સોનુ

એક અહેવાલ અનુસાર સોનુ હોસ્પિટલના ડોકટરો સાથે સતત સંપર્કમાં છે. સોનુએ કહ્યું કે ડોકટરોએ કહ્યું છે કે 20 ટકાની અપેક્ષા છે. તેમણે પૂછ્યું કે શું અમે આગળ વધીએ, તો મેં કહ્યું, એકદમ. તે 25 વર્ષની યુવતી છે અને તે આ મુશ્કેલ સમયમાં મજબુતી સાથે લડશે અને બહાર આવશે, તેથી આ ચાન્સ લેવામાં આવ્યો અને અમે તેને એર એમ્બ્યુલન્સ દ્વારા પહોંચાડવાનું નક્કી કર્યું. દેશના સર્વશ્રેષ્ઠ ડોકટરોની ટીમ દ્વારા તેની સારવાર કરવામાં આવશે. તે ઝડપથી સ્વસ્થ થઈને પાછો આવશે. ‘
સંભવત: આ કોવિડ 19 નો પહેલો કેસ છે જેના માટે તે એર એમ્બ્યુલન્સ દ્વારા એરલિફ્ટ કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે ભારતીના પિતા નિવૃત્ત રેલ્વે અધિકારી છે.

કોરોનાને આપી હાર

સોનુ સૂદે શુક્રવારે સોશિયલ મીડિયા પર માહિતી આપી છે કે તેમનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. આ સમાચાર બહાર આવ્યા બાદ અભિનેતાના ચાહકો ખૂબ ખુશ છે. સોનુ સૂદે તેમની એક તસવીર શેર કરી છે, જેમાં તે માસ્ક પહેરેલા જોવા મળી રહ્યા છે. આ સાથે, આ ફોટોના કેપ્શનમાં, તેમણે લખ્યું – “કોવિડ 19 નું ટેસ્ટ નેગેટિવ.” 17 એપ્રિલના રોજ, સોનુ સૂદ કોવિડ પોઝિટિવ બન્યા હતા.

 

 

આ પણ વાંચો :- Ranveer Singhની અતરંગી ફેશનની ક્યારેક ગરુડ અને ક્યારેક મોર સાથે કરવામાં આવી તુલના, ખાતરી નથી તો જુઓ ફોટા

આ પણ વાંચો :- Photos: બોલ્ડ શૈલીમાં અભિનેત્રી Adah Sharma એ લગાવ્યા પંચ, આ તસ્વીરો ઉડાવી દેશે હોશ!

Next Article