પોલીસ અધિકારીનાં રોલમાં Sonakshi Sinha, જુઓ વેબ સિરીઝનો જબરદસ્ત First Look

|

Mar 08, 2021 | 3:19 PM

સોનાક્ષી સિંહાએ ડિજિટલ ડેબ્યૂનો પહેલો લુક ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. સોનાક્ષી પોલીસ યુનિફોર્મમાં જોવા મળી રહી છે.

પોલીસ અધિકારીનાં રોલમાં Sonakshi Sinha, જુઓ વેબ સિરીઝનો જબરદસ્ત First Look
Sonakshi Sinha

Follow us on

બોલિવૂડની ‘દબંગ ગર્લ’ એટલે કે અભિનેત્રી સોનાક્ષી સિંહાએ હાલમાં જ ચાહકોને જબરદસ્ત સરપ્રાઈઝ આપી છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પહેલા તેમણે પોતાની શાનદાર ડિજિટલ પ્રવેશની ઘોષણા કરી છે. સોનાક્ષી સિંહા તેમની આગામી વેબ સિરીઝમાં એક મજબૂત કોપ તરીકે જોવા મળશે. તેમણે આ વેબ સિરીઝમાં પોતાનો ધમાકેદાર પહેલો લુક સોશિયલ મીડિયા પર શેર કર્યો અને મહિલાઓની શક્તિની યાદ અપાવી. એમેઝોન પ્રાઈમની આ વેબ સિરીઝમાં સોનાક્ષીનો ફર્સ્ટ લુક ફેન્સને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે.

પોલીસ યુનિફોર્મમાં સોનાક્ષી

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

સોનાક્ષી સિંહાએ ડિજિટલ ડેબ્યૂનો પહેલો લુક ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. જેમાં જોવા મળી રહ્યું છે કે સોનાક્ષી પોલીસ યુનિફોર્મમાં રેલ્વેની પાટા વચ્ચે હાથ બાંધીને ઉભી છે. તેમની આસપાસ એક સુમસાન ક્ષેત્ર દેખાય છે.

મહિલા દિવસ પર ચાહકોને સરપ્રાઈઝ

આ શેર કરતી વખતે સોનાક્ષીએ લખ્યું – ‘મહિલાઓ શું પ્રાપ્ત કરી શકે તેની કોઈ સીમા નથી. તેમાં આપણા બધાને વિશ્વાસ છે, જે સમયની સાથે મજબૂત બન્યો છે. અને #WomensDay ની પૂર્વસંધ્યાએ આપણે વસ્તુઓને એક સ્તર ઉપર લઈ રહ્યા છીએ. હું આ જોવા માટે રાહ નથી જોઈ શકતી કે છોકરીઓ આ કેવી રીતે કરે છે. હું આવી રહી છું તમારી સેવા અને રક્ષા કરવા માટે’.

 

 

 

શ્રેણી સાથે ઘણા મોટા નામ જોડાયેલા છે

તમને જણાવી દઇએ કે આ વેબ સિરીઝમાં સોનાક્ષી સિંહાની સાથે અભિનેતા વિજય વર્મા, ગુલશન દેવૈયા અને સોહમ શાહ પણ છે. આ શ્રેણીનું નિર્માણ રિતેશ સિધવાની અને ફરહાન અખ્તર તેમજ ઝોયા અખ્તર અને રીમા કાગતી દ્વારા કરવામાં આવ્યું છે. આ શ્રેણીનું નિર્દેશન રીમા કાગતી અને રુચિકા ઓબેરોય કરી રહ્યા છે. રીમાએ આની પહેલા એમેઝોન સાથે ‘મેડ ઇન હેવન’ કર્યું છે. ‘મિર્ઝાપુર’, ‘ઇન્સાઇડ એજ’ અને ‘મેડ ઇન હેવન’ પછી એક્સેલ મીડિયા એન્ડ એન્ટરટેનમેન્ટનો આ ચોથો પ્રોજેક્ટ છે. જો કે, આ પ્રોજેક્ટના નામ અને પ્રકાશનની તારીખની ઘોષણા બાકી છે.

Next Article