AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Singham 3 : સિંઘમ-3 માં જેવા મળશે Ajay Devgan-Jackie Shroff, એકબીજા સાથે ટકરાશે બાજીરાવ સિંઘમ અને ઉમર હાફીઝ

રોહિત શેટ્ટીની ફિલ્મો હંમેશા સુપરહિટ રહી છે. મનોરંજન અને એક્શનથી ભરપૂર તેમની ફિલ્મો દર્શકોને ખૂબ જ પસંદ આવે છે. હવે સૂર્યવંશી બાદ તેમની ફિલ્મ સિંઘમ પણ જલ્દી રિલીઝ થઈ શકે છે.

Singham 3 : સિંઘમ-3 માં જેવા મળશે Ajay Devgan-Jackie Shroff, એકબીજા સાથે ટકરાશે બાજીરાવ સિંઘમ અને ઉમર હાફીઝ
Ajay Devgan - Jackie Shroff
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 05, 2021 | 9:47 PM
Share

ફિલ્મ સૂર્યવંશી (Sooryavanshi) ના ક્લાઈમેક્સમાં રોહિત શેટ્ટી (Rohit Shetty) અને અજય દેવગણે (Ajay Devgan) સિંઘમ (Singham) ના ચાહકો માટે ખુશખબર આપ્યા છે. સૂર્યવંશી પછી, ટૂંક સમયમાં જ દર્શકોને રોહિત શેટ્ટી (Rohit Shetty) ની કોપ ફ્રેન્ચાઇઝીની સિંઘમ 3 જોવા મળશે. અક્ષય કુમાર (Akshay Kumar) ની ફિલ્મમાં ઉમર હાફીઝની ભૂમિકા ભજવનાર જેકી શ્રોફ (Jackie Shroff) સિંઘમ 3 (Singham 3) માં મુખ્ય વિલનની ભૂમિકામાં જોવા મળશે.

વાસ્તવમાં સૂર્યવંશીમાં આપણે જોયું કે ઉમર હાફિઝ (જેકી શ્રોફ)ના પુત્રને મુંબઈની એટીએસ દ્વારા ગોળી મારી દેવામાં આવી હતી. તેના મૃત્યુથી આઘાત પામેલા ઉમરને સિંઘમે સીધો પડકાર આપ્યો છે કે તે તેના ઘરે આવીને તેને મારી નાખશે. ફિલ્મ ઉમર હાફિઝ ભારતથી દૂર PoK માં છુપાયેલ છે. સિંઘમમાં આપણે શિવગઢના બાજીરાવ સિંઘમને કાશ્મીર જઈને દેશના વોન્ટેડ આતંકવાદીને ખતમ કરતા જોઈ શકીએ છીએ.

ટૂંક સમયમાં થશે સત્તાવાર જાહેરાત

જે રીતે આપણે સૂર્યવંશીમાં સિંઘમ અને સિમ્બાને જોયા છે, ચાહકો સિંઘમ 3 માં પણ સિમ્બા અને સૂર્યવંશીની હાજરીની અપેક્ષા રાખે છે. આગામી અઠવાડિયામાં, રોહિત અને અજય (Ajay Devgan) સિંઘમ 3 ની સત્તાવાર જાહેરાત કરશે. આ ફિલ્મનું શૂટિંગ 2022ના અંત સુધીમાં શરૂ થવાની આશા છે. ત્યાં સુધીમાં અજય તેમની વર્તમાન રિલીઝનું શૂટિંગ પૂર્ણ કરશે અને દિગ્દર્શક રોહિત શેટ્ટી રણવીર સિંહ (Ranveer Singh) સાથે તેમની કોમેડી ફિલ્મ સર્કસનું છેલ્લું શેડ્યૂલ પણ પૂર્ણ કરી શકે છે.

OTT પર રિલીઝ થશે રોહિત શેટ્ટીની વેબ સિરીઝ

રોહિત શેટ્ટી પ્રોડક્શનની પ્રથમ OTT વેબ સિરીઝ સિંઘમ 3 પહેલા સ્ટ્રીમ થવાની અપેક્ષા છે. આ વેબ સિરીઝમાં સિદ્ધાર્થ મલ્હોત્રા (Siddharth Malhotra) લીડ રોલમાં જોવા મળશે.

દરેક ફિલ્મમાં ખતરનાક બની રહ્યા છે રોહિત શેટ્ટીના વિલન

સિંઘમમાં સૌ પ્રથમ આપણે બાજીરાવને ગોવાના એક ગુંડા સાથે પંગા લેતા જોયા હતા. જે બાદ તેની લડાઈ સરકારની ભ્રષ્ટ વ્યવસ્થા સાથે હતી. હવે સૂર્યવંશીમાં, તે આતંકવાદીઓનો સામનો કરી રહ્યો છે. ટૂંક સમયમાં આપણે આગામી ફ્રેન્ચાઇઝીમાં મુંબઈ અને મહારાષ્ટ્ર પોલીસને આંતરરાષ્ટ્રીય માફિયાઓ સાથે લડતા જોઈ શકીએ છીએ.

આ પણ વાંચો :- કંગના રનૌતે શેર કર્યો કરણ જોહર સાથેનો જૂનો વીડિયો, કહ્યું- આજે પણ એ જ એટિટ્યૂડ, જે ત્યારે હતો

આ પણ વાંચો :- નેહા કક્કર અને રોહનપ્રીતનું નવું ગીત ‘દો ગલ્લાં’ થયું રિલીઝ, ગીતમાં જુઓ બંનેની શાનદાર કેમેસ્ટ્રી

પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
ભાજપના પ્રચાર પત્ર સાથે કવરમાં રૂપિયા અપાયાનો વીડિયો વાયરલ
ભાજપના પ્રચાર પત્ર સાથે કવરમાં રૂપિયા અપાયાનો વીડિયો વાયરલ
બહારનું ખાતા પહેલા ચેતજો! ઊંધિયું, જલેબી વેચતા વેપારીઓના ત્યાં ચેકિંગ
બહારનું ખાતા પહેલા ચેતજો! ઊંધિયું, જલેબી વેચતા વેપારીઓના ત્યાં ચેકિંગ
PM મોદીની ડિગ્રી મામલો, હાઈકોર્ટનો કડક અભિગમ, કેજરીવાલને લાગ્યો ઝટકો
PM મોદીની ડિગ્રી મામલો, હાઈકોર્ટનો કડક અભિગમ, કેજરીવાલને લાગ્યો ઝટકો
Breaking News :સુરતના હીરા દલાલે પૂરુ પાડ્યુ ઈમાનદારીનું ઉદાહરણ
Breaking News :સુરતના હીરા દલાલે પૂરુ પાડ્યુ ઈમાનદારીનું ઉદાહરણ
ખાદ્યતેલ ફરી બન્યું મોંઘું, સિંગતેલના ભાવમાં ભડકો, જુઓ Video
ખાદ્યતેલ ફરી બન્યું મોંઘું, સિંગતેલના ભાવમાં ભડકો, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">