Shane Warne Passed Away: રણવીર સિંહ અને શિલ્પા શેટ્ટી સહિત આ બોલિવૂડ સેલેબ્સે શેન વોર્નને આપી શ્રદ્ધાંજલિ

સોશિયલ મીડિયા પર ચાહકો સહિત બોલિવૂડની અનેક હસ્તીઓએ ક્રિકેટર શેન વોર્નના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.

Shane Warne Passed Away: રણવીર સિંહ અને શિલ્પા શેટ્ટી સહિત આ બોલિવૂડ સેલેબ્સે શેન વોર્નને આપી શ્રદ્ધાંજલિ
| Edited By: | Updated on: Mar 04, 2022 | 9:56 PM

Shane Warne Passed Away : ઓસ્ટ્રેલિયન પૂર્વ ક્રિકેટર શેન વોર્નનું (Shane Warne) આજે 52 વર્ષની વયે થાઈલેન્ડમાં નિધન થયુ છે. મળતી માહિતી મુજબ પૂર્વ ક્રિકેટરનું હાર્ટ એટેકથી થયું હતું. વોર્નના મૃત્યુના સમાચારથી ચાહકોમાં શોકનુ મોજુ ફરી વળ્યુ છે. સોશિયલ મીડિયા પર ચાહકો સહિત  બોલિવૂડની અનેક હસ્તીઓએ ક્રિકેટરના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.

બોલિવુડ સેલેબ્સે દિગ્ગજ ક્રિકેટરને આપી શ્રદ્ધાંજલિ

રણવીર સિંહ (Ranveer Singh) ઇન્સ્ટાગ્રામ પર શેન વોર્નની એક તસવીર મૂકીને શ્રદ્ધાંજલિ આપી છે. સની દેઓલે (Sunny Deol) શ્રદ્ધાંજલિ આપતા લખ્યું, “ક્રિકેટે આજે એક રત્ન ગુમાવ્યું. લેજન્ડ શેન વોર્ન, RIP… ખૂબ જલ્દી ચાલ્યા ગયા.” ઉર્મિલા માતોંડકરે પણ વોર્નના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો અને ટ્વીટ કરીને લખ્યુ કે,”ક્રિકેટના દિગ્ગજ શેન વોર્નના અવસાન વિશે સાંભળીને અત્યંત દુઃખદ. હંમેશા તમારી ખોટ રહેશે.. Rest in peace” ડાયના પેન્ટીએ પણ આજનો દિવસ ક્રિકેટ માટેનો દુઃખદ દિવસ ગણાવ્યો. આ ઉપરાંત બોમન ઈરાની, અર્જુન રામપાલ, પુલકિત સમ્રાટ વગેરેએ ક્રિકેટરને શ્રદ્ધાંજલિ આપી છે.

 

 

આ પણ વાંચો : Shane Warne Passes Away: ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ક્રિકેટર શેન વોર્નનું 52 વર્ષની વયે નિધન

Follow Us