Mumbai : આરબ મંત્રી સાથે બોલિવૂડ સુપર સ્ટાર્સ કરી મુલાકાત, UAEમાં ફિલ્મો માટે મળશે સબસિડી ?

|

Apr 04, 2022 | 8:29 AM

શાહરૂખ ખાન પહેલેથી જ દુબઈનો બ્રાન્ડ એમ્બેસેડર છે અને સલમાન ખાનના પણ દુબઈમાં મોટા કનેક્શન છે. અક્ષયે અહીં એરલિફ્ટથી લઈને ઘણી ફિલ્મોનું શૂટિંગ કર્યું છે. ગયા વર્ષે તેનું સુપરહિટ ગીત બુર્જ ખલીફા પણ અહીં શૂટ થયું હતું.

Mumbai : આરબ મંત્રી સાથે બોલિવૂડ સુપર સ્ટાર્સ કરી મુલાકાત, UAEમાં ફિલ્મો માટે મળશે સબસિડી ?
Superstars Meet Arabs Minister (File Photo)

Follow us on

Mumbai :  શાહરૂખ ખાન (Shahrukh Khan)આ દિવસોમાં પોતાની આગામી ફિલ્મ પઠાણને લઈને ચર્ચામાં છે. તાજેતરમાં ફિલ્મ પઠાણના સેટ પરથી કેટલીક તસવીરો વાયરલ થઈ હતી. જે ચાહકોને ખૂબ પસંદ આવી હતી. ત્યારે હવે શાહરૂખ ખાનની વધુ એક તસવીર સામે આવી છે જેમાં તે સાઉદી અરેબિયાના મંત્રી (Arab Minister) સાથે જોવા મળી રહ્યો છે. રસપ્રદ વાત એ છે કે આ મીટિંગ શાહરૂખ ખાનના બંગલા મન્નતમાં થઈ હતી અને શાહરૂખની સાથે સલમાન ખાન,(Salman Khan) અક્ષય કુમાર  (Akshay Kumar)અને સૈફ અલી ખાને (Saif Ali Khan)પણ ભાગ લીધો હતો.

શું ફિલ્મોને આર્થિક મદદ મળશે?

શાહરૂખ ખાન પહેલાથી જ દુબઈનો બ્રાન્ડ એમ્બેસેડર છે અને સલમાન ખાનના પણ દુબઈમાં મોટા કનેક્શન છે. અક્ષયે અહીં એરલિફ્ટથી લઈને ઘણી ફિલ્મોનું શૂટિંગ કર્યું છે. તમને જણાવી દઈએ કે, ગયા વર્ષે તેનું સુપરહિટ ગીત બુર્જ ખલીફા પણ અહીં શૂટ થયું હતું. આ સુપરસ્ટાર્સ અને ફિલ્મોની મદદથી UAE સરકાર તેની ફિલ્મોને આખી દુનિયામાં પ્રમોટ કરે છે. પરંતુ લાંબા સમયથી ત્યાંની સરકારે ફિલ્મોને સબસિડી આપવાનું બંધ કરી દીધું છે. કદાચ બોલિવૂડને પ્રમોટ કરવા માટે તેને ફરીથી શરૂ કરવું જોઈએ કારણ કે આ બધા સુપરસ્ટાર્સ હવે નિર્માતા પણ છે. ત્યારે આ બેઠકમાં આ મુદ્દાને લઈને પણ ચર્ચા થઈ હોવાની સંભાવના છે.

Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo

આરબના મંત્રી શાહરૂખના મહેમાન બન્યા

આરબ મંત્રી અલ તુર્કીએ ઈન્સ્ટાગ્રામ પર પોતાની અને શાહરૂખની તસવીર શેર કરીને ખુશી વ્યક્ત કરી છે. શાહરૂખને મળવા પર અલ તુર્કીએ લખ્યું, “મારા ભાઈ @iamsrk સાથે ભારત તરફથી હેપ્પી રમઝાન.” તેણે સાથે શાહરૂખના ઘર મન્નતને પણ ટેગ કર્યું છે. જણાવવામાં આવી રહ્યું છે કે શાહરૂખ ખાને સાઉદી અરેબિયન રેડ સી ફિલ્મ ફેસ્ટિવલના અધ્યક્ષ મોહમ્મદ અલ તુર્કી માટે પાર્ટીનું આયોજન કર્યું હતું.અન્ય એક તસવીરમાં આરબ સંસ્કૃતિ મંત્રી બદ્ર બિન ફરહાન અલસાઉદ પણ શાહરૂખ સાથે પોઝ આપતા જોવા મળે છે.માત્ર કિંગ ખાન જ નહીં પરંતુ આ મંત્રી બોલિવૂડના સુપરસ્ટાર સલમાન ખાન, સૈફ અલી ખાન અને અક્ષય કુમારને પણ મળ્યા હતા અને તેમની સાથે મુલાકાત કરી હતી.

 

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

આ પણ વાંચો : ખરેખર ! ચેક બાઉન્સ કેસમાં જાણીતા ફિલ્મમેકરને એક વર્ષની સજા, જાણો શું છે મામલો ?

Published On - 8:29 am, Mon, 4 April 22

Next Article