Sidharth Shuklaના અંતિમ સંસ્કાર દરમિયાન જમીન પર પડી ગઈ શહેનાઝ ગિલ, રડી રડીને થઈ ગઈ ખરાબ હાલત

|

Sep 03, 2021 | 8:31 PM

સિદ્ધાર્થ શુક્લા (Sidharth shukla) આ દુનિયાને અલવિદા કહીને ચાલ્યા ગયા છે. તેમના અંતિમ સંસ્કાર આજે કરવામાં આવ્યા છે. સિદ્ધાર્થની વિદાયથી તેમના ચાહકો ખૂબ દુ:ખી છે.

Sidharth Shuklaના અંતિમ સંસ્કાર દરમિયાન જમીન પર પડી ગઈ શહેનાઝ ગિલ, રડી રડીને થઈ ગઈ ખરાબ હાલત
Sidharth Shukla, Shehnaaz Gill

Follow us on

અભિનેતા સિદ્ધાર્થ શુક્લા (Sidharth Shukla)નું ગુરુવારે હાર્ટ એટેકને કારણે નિધન થયું હતું. સિદ્ધાર્થના નિધન બાદ ટીવી ઈન્ડસ્ટ્રી અને બોલિવૂડમાં શોકનો માહોલ છે. સિદ્ધાર્થના આ રીતે જવાના કારણે દરેક વ્યક્તિ આઘાતમાં છે. સિદ્ધાર્થના પાર્થિવ દેહના અંતિમ સંસ્કાર આજે કરવામાં આવ્યા હતા, જ્યાં તેમના ખાસ મિત્રો અને પરિવાર તેમના અંતિમ દર્શન માટે પહોંચ્યા હતા. સિદ્ધાર્થના મૃત્યુ બાદથી તેમની મિત્ર શહેનાઝ ગિલની હાલત ખરાબ છે. તે પુરી રીતે તૂટી ગઈ છે.

 

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

સિદ્ધાર્થ શુક્લાના અંતિમ દર્શન માટે શહેનાઝ ગિલ સ્મશાન ગૃહ ગઈ હતી. તે તેના ભાઈ સાથે ત્યાં પહોંચી હતી. શહેનાઝની તસ્વીરો સામે આવી છે, જેમાં તે રડતી જોવા મળી રહી છે. સિદ્ધાર્થના ગયા પછી તે તૂટી ગઈ છે.

 

જમીન પર પડી ગઈ

સિદ્ધાર્થ શુક્લાના અંતિમ સંસ્કાર દરમિયાન શહેનાઝ ગિલ જમીન પર પડી ગઈ હતી. તે જમીન પર બેસીને ખૂબ રડતી હતી. અંતિમવિધિ દરમિયાન શહેનાઝની ઘણી તસ્વીરો સામે આવી છે, જેમાં તે જમીન પર બેસીને રડતી જોવા મળી રહી છે. આ તસ્વીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

 

 

 

સિદ્ધાર્થનું નામ લઈને રડી હતી

જ્યારે શહેનાઝ ગિલ સિદ્ધાર્થની અંતિમ દર્શન માટે સ્મશાનગૃહમાં ગઈ હતી. તે સમયનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે એમ્બ્યુલન્સ તરફ સિદ્ધાર્થને બૂમો પાડતી આવે છે. સિદ્ધાર્થનો મૃતદેહ આ એમ્બ્યુલન્સમાં રાખવામાં આવ્યો હતો. ટીવી ઈન્ડસ્ટ્રીના સેલેબ્સે જણાવ્યું છે કે શહેનાઝની હાલત ખરાબ છે. તેની હાલત સારી નથી. તે ખૂબ રડે છે.

 

બિગ બોસમાં થઈ હતી મિત્રતા

શહેનાઝ અને સિદ્ધાર્થ બિગ બોસ 13માં મળ્યા હતા. શોમાં જ બંને ખૂબ સારા મિત્રો બની ગયા હતા અને બંનેની કેમેસ્ટ્રી ખૂબ પસંદ કરવામાં આવી હતી. બંનેની જોડીને શોમાં ખૂબ પસંદ કરવામાં આવી હતી. શો દરમિયાન સિડનાઝ ટ્રેન્ડ કરતું હતું.

 

બિગ બોસ પછી પણ બંનેએ ઘણા પ્રોજેક્ટમાં સાથે કામ કર્યું હતું. બંને મ્યુઝિક વીડિયોમાં સાથે જોવા મળ્યા હતા. તાજેતરમાં સિદ્ધાર્થ અને શહેનાઝ બિગ બોસ ઓટીટી અને ડાન્સ રિયાલિટી શો ડાન્સ દિવાને 3માં સાથે ગયા હતા. જ્યાં બંનેએ બધા સાથે ખૂબ મસ્તી કરી હતી.

 

આ પણ વાંચો: Drugs Case: રકુલ પ્રીત સિંહ ડ્રગ્સ કેસમાં ED સમક્ષ થઈ હાજર, 4 વર્ષ જુના કેસમાં થઈ પુછપરછ

 

આ પણ વાંચો: Money Heist Season 5 Released: મની હાઈસ્ટ સીઝન 5 થઈ રિલીઝ, જાણો દુનિયા શા માટે આ સિરીઝ માટે છે દીવાની

Next Article