હેપ્પી બર્થ ડે દબંગખાન : પ્રેમથી લઈને દબંગ સૂધીની શાનદાર સફર

|

Dec 27, 2020 | 11:17 AM

બોલીવુડમાં સલ્લૂ, ભાઈજાન, અને દબંગ નામથી મશહૂર એકટર સલમાન ખાન પોપ્યુલર રાઈટર સલીમ ખાનના પુત્ર છે. ઈન્દોર, મધ્યપ્રદેશમાં સલમાન, અરબાજ , સોહેલ , અલવીરા અને અર્પિતાના મોટા ભાઈ છે. સલમાન ખાને બોલિવુડમાં તેની શાનદાર જગ્યા બનાવી છે.તો આવો જાણીએ ,કે શાંત સ્વભાવના પ્રેમથી લઈને દબંગમાં એંગ્રી મેનની કેવી રહી છે સફર….સલમાન ખાન નાનપણથી ખૂબ મસ્તીખોર […]

હેપ્પી બર્થ ડે દબંગખાન : પ્રેમથી લઈને દબંગ સૂધીની શાનદાર સફર

Follow us on

બોલીવુડમાં સલ્લૂ, ભાઈજાન, અને દબંગ નામથી મશહૂર એકટર સલમાન ખાન પોપ્યુલર રાઈટર સલીમ ખાનના પુત્ર છે. ઈન્દોર, મધ્યપ્રદેશમાં સલમાન, અરબાજ , સોહેલ , અલવીરા અને અર્પિતાના મોટા ભાઈ છે. સલમાન ખાને બોલિવુડમાં તેની શાનદાર જગ્યા બનાવી છે.તો આવો જાણીએ ,કે શાંત સ્વભાવના પ્રેમથી લઈને દબંગમાં એંગ્રી મેનની કેવી રહી છે સફર….સલમાન ખાન નાનપણથી ખૂબ મસ્તીખોર રહ્યા છે. કપિલના શોમાં ખૂદ સલમાન ખાને જણાવ્યુ હતુ કે, તેમને નાનપણમાં કાગળની થપ્પીની જગ્યાએ નોટોની થપ્પી સળગાવી હતી. આ થપ્પી તેમના પિતા સલીમખાનનની સેલેરી હતી. આટલી મોટી ભૂલ બદલ સલમાનને થપકો નહિ પણ સમજણ મળી હતી.

સલમાન ખાન પહેલેથી એકટર નહિ પરંતુ નિર્દેશક બનવા માંગતા હતા. પણ તેમના લૂક માટે લોકો તેમને અભિનેતા બનવાની સલાહ આપતા હતા. એકટર સલમાન ખાને 1988માં ફિલ્મ “બીવી હો તો ઐસી”માં સપોર્ટિગ એક્ટરની ભૂમિકા ભજવી હતી. અને તેમનું ફિલ્મી કરિયર ચાલુ થયુ.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

આ મુવી બાદ તેમને સૂરજ બડજાત્યાની રોમેંટિક ડ્રામા ફિલ્મ “મેંને પ્યાર કીયા”સાઈન કરી. અને બસ આજ મુવીથી દેશભરમાં રાતોરાત ફેમસ થઈ ગયા સલમાન ખાન, આ ફિલ્મ 1989માં સૌથી વધારે કમાણી કરનારી ફિલ્મ બની. અને સલમાન ખાનને આ મુવી માટે બેસ્ટ ડેબ્યુ એક્ટરનો ખિતાબ પણ મળ્યો.

બ્લોકબસ્ટર હિટ મુવીમાં “મેંને પ્યાર કીયા , બાગી, પત્થર કે ફૂલ , સનમ બેવફા , કુરબાન, સાજન, હમ સાથ સાથ હે, પ્યાર કિયા તો ડરના ક્યા, તેરે નામ , કરણ – અર્જુન, ચોરી ચોરી ચૂપકે ચૂપકે”જેવી શાનદાર ફિલ્મો આપી છે. જે લોકોના દીલો દિમાગ પર ઘર કરીને બેઠી છે.

સલમાન ખાન 1999માં ખૂબ ચર્ચામાં આવ્યા હતા.જ્યારે તેમના ખિલાફ કાળા હરણના શિકારનો કેસ થયો હતો. આ ઘટના દરમિયાન તે “હમ સાથ સાથ હે”ની શુટીંગ કરી રહ્યા હતા. આ ઘટનામાં સલમાને ઘણી વાર જેલ જવુ  પડ્યુ હતુ. આ સિવાય સલમાન હિટ એન્ડ રનના કેસમાં પણ ખૂબ વિવાદોમાં આવ્યા.

શાનદાર એક્ટર હોવા સાથે તેઓ ખૂબ સારા આર્ટિસ્ટ પણ છે. સલમાન ખાન બચેલા સમયમાં પેન્ટિંગ કરવાનું વધારે પસંદ કરે છે. સલમાન ખાનની પેન્ટિંગનું ખૂબ મોંઘામાં વેચાણ થાય છે. અને તેનો બધો નફો એનજીઓ બીઈંગ હ્યૂમનમાં જાય છે. આમિર ખાનના ઘરે પણ સલમાનની ઘણી પેન્ટિંગ જોવા મળે છે. 2014માં રિલિઝ થયેલી મુવીનું પોસ્ટર ખૂદ સલમાન ખાને તૈયાર કર્યુ હતુ.

સલમાને તેમના શરુઆતી દિવસોમાં સ્લીમ બોડીથી શરુઆત કરી હતી. અને તે બાદ બોડી ટ્રાંસ- ફોર્મેશનથી લોકોને હેરાન કરી નાખ્યા. તમને જણાવી દઈએ કે ભાઈજાને બોલીવુડમાં ઘણા લોકોને ફિટનેસ ટીપ્સ આપી છે.

ફિલ્મોની સાથે સાથે સલમાન ખાન ટેલીવિઝન ઈન્ડસ્ટ્રીના સૌથી પોપ્યુલર હોસ્ટ પણ રહ્યા છે. સલમાને વર્ષ 2008માં 10 કા દમ ક્વિઝ શોને હોસ્ટ કર્યુ હતુ. તે બાદ ટીવીના સૌથી પોપ્યુલર શો બિગ બોસને 2010થી હોસ્ટ કરી રહ્યા છે.

Next Article