AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અરબાઝ-સોહેલ સાથે ડાન્સ કરતો સલમાન ખાનનો દુર્લભ વિડીયો વાયરલ, ફેન્સએ વરસાવી દીધો કોમેન્ટ્સનો વરસાદ

સલમાન ખાનનો તેમના ભાઈઓ પ્રત્યેનો પ્રેમ જગજાહેર છે. ત્રણેયના સાથે ઘણા ફોટા સામે આવતા રહેતા હોય છે. પરંતુ તાજેતરમાં સલમાનનો એક જુનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં ત્રણેય સાથે જોવા મળી રહ્યા છે.

અરબાઝ-સોહેલ સાથે ડાન્સ કરતો સલમાન ખાનનો દુર્લભ વિડીયો વાયરલ, ફેન્સએ વરસાવી દીધો કોમેન્ટ્સનો વરસાદ
ખાન બ્રધર્સનો વીડીયા વાયરલ
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 29, 2021 | 9:34 AM
Share

ખુબ મોટી ફેન ફોલોવિંગ ધરાવતા અભિનેતા છે સલમાન ખાન. તેઓની ફિલ્મો તેમજ અંગત જીવનને લઈને પણ ફેન્સને જાણવામાં રસ હોય છે. ખાન પરિવારની વાત કરીએ તો ત્રણેય ભાઈઓ વચ્ચે ખુબ સારો સંબંધ છે. ભાઈઓના પ્રેમના ઉદાહરણ બોલીવુડમાં જ નહીં પરંતુ દેશભરમાં અપાતા હોય છે. ઘણી વખત ત્રણેય સાથે પણ જોવા મળે છે. ત્રણેય ભાઈઓ અનેક વાર TV શોમાં મહેમાન તરીકે જોવા મળતા હોય છે. ત્રણેયના ઘણા ફોટા સાથે જોવા મળશે.

પરંતુ આ ખાન બ્રધર્સનો એક એવો વિડીયો સામે આવ્યો છે જે ભાગ્યે જ ક્યારાય કોઈએ જોયો હશે. આ વિડીયો હવે ખુબ વાયરલ પણ થઇ રહ્યો છે. સલમાન તેમના ભાઈઓ સાથે આ વિડીયોમાં જોવા મળે છે. જોઇને તમારા ચહેરા પર પણ એક સ્માઈલ આવી જાય તેવો આ વિડીયો છે. વાયરલ વિડીયોમાં સલમાન (Salman Khan) તેમના ભાઈઓ સોહેલ ખાન (Sohail Khan) અને અરબાજ ખાન (Arbaaz Khan) સાથે જોવા મળી રહ્યા છે.

સોશિયલ મીડિયામાં વાયરલ છે વિડીયો

તમે વિડીયો જોશો તો તમને ખ્યાલ આવશે કે ત્રણેય ભાઈઓ કોઈ પાર્ટીમાં છે. અને ત્રણેય ભાઈઓ ડાંસમાં મગ્ન થઇ રહ્યા છે. ખરેખરમાં તો આ વિડીયો 2018 ની ક્રિસમસ પાર્ટીનો છે. આ જુનો વિડીયો હવે ખુબ વાયરલ (Viral Video) થઇ રહ્યો છે. જેને સલમાન ખાન દ્વારા જ પોસ્ટ કરવામાં આવ્યો હતો. ત્રણેય ભાઈઓ કોઈ જાતની ચિંતાને છોડીને વિડીયોમાં સંગીતના તાલે ઝૂમતા જોવા મળી રહ્યા છે. ફેન્સની કોમેન્ટ્સ આ જુના વિડીયોમાં પણ હજુ આવી રહી છે.

સોહેલ જીત્યું સૌનું દિલ

વાયરલ વિડીયોમાં ખાસ વાત છે સોહેલ ખાનનો અંદાજ. સોહેલ આ દરમિયાન ક્રિસમસ કેપ પહેરેલી જોવા મળી રહી છે. અને જે રીતે તેઓ ડાંસ કરી રહ્યા છે જોઇને દર્શકોનું પણ ખુબ મનોરંજન થઇ રહ્યું છે. તમને જણાવી દઈએ કે ઘણી ફિલ્મોમાં સલમાન-સોહેલ અને ઘણી ફિલ્મોમાં સલમાન-અરબાજની જોડી જોવા મળી છે.

સલમાનની ફિલ્મોની વાત

તમને જણાવી દઈએ કે, સલમાન ખાન છેલ્લે ‘રાધે: યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ’ માં દિશા પટાણી સાથે જોવા મળ્યા હતો. આ ફિલ્મ દર્શકોને વધારે પ્રભાવિત ન કરી શકી. આ ફિલ્મમાં જેકી શ્રોફ અને ગૌતમ ગુલાટી જેવા બીજા ઘણા પાત્રો પણ હતાં. સાથે જ સલમાન ફિલ્મ હવે ‘અંતિમ’ માં પણ જોવા મળશે. ફિલ્મમાં સલમાન ખાન સરદારના ગેટઅપમાં જોવા મળશે. જેમાં સાથે તેની બહેન અર્પિતાનો પતિ આયુષ શર્મા પણ હશે.

આ પણ વાંચો: Twitter map controversy : જમ્મુ-કાશ્મિર લદ્દાખને અલગ દેશ બતાવવા બદલ ટ્વિટર ઈન્ડિયાના એમડી સામે કેસ

g clip-path="url(#clip0_868_265)">