Salman Khan નથી ઇચ્છતા કેટરીના કૈફ જોન અબ્રાહમ સાથે કામ કરે, કારણ જાણીને તમે પણ ચોંકી જશો

|

Feb 24, 2021 | 5:56 PM

બોલિવૂડનો દબંગ અભિનેતા સલમાન ખાન ઈચ્છતો ન હતો કે કેટરીના કૈફ જોન અબ્રાહમ સાથે ફિલ્મ ન્યુયોર્કમાં કામ કરે. તે સમયે સલમાન ખાન કેટરીનાને ડેટ કરી રહ્યો હતો.

Salman Khan નથી ઇચ્છતા કેટરીના કૈફ જોન અબ્રાહમ સાથે કામ કરે, કારણ જાણીને તમે પણ ચોંકી જશો
Salman Khan

Follow us on

બોલિવૂડ એક્ટર સલમાન ખાન અને એક્ટ્રેસ કેટરીના કૈફ વચ્ચેના સંબંધો અંગે અવારનવાર ચર્ચાઓ થતી રહે છે. બંનેએ ‘ટાઇગર ઝિંદા હૈ’, ‘ભારત’, ‘પાર્ટનર’, ‘મૈને પ્યાર ક્યુ કિયા’ જેવી ઘણી સુપરહિટ ફિલ્મો આપી છે. આ સુપરહિટ ફિલ્મોની સાથે તે બંનેના સંબંધોની પણ ચર્ચા કરવામાં આવી હતી. બંનેના લગ્ન પર પણ લોકો ઘણી વાર વાતો કરતા હતા. જો કે બંનેએ તેને ફગાવી દીધી હતી.

 

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

આ દરમિયાન કેટરિના અને રણબીર કપૂરની ચર્ચા પણ જોવા મળી હતી. બંનેના ખાનગી વેકેશનના ફોટા પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. પરંતુ પાછળથી બંનેનું બ્રેકઅપ થઈ ગયું હતું. હવે કેટરીના અને વિકી કૌશલ વચ્ચેના સંબંધો વિશે ચર્ચાઓ થઈ રહી છે. કેટરિના અને વિકી કૌશલની અંગત મીટિંગ અને પાર્ટીના ફોટા અને વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે.

પરંતુ શું તમે જાણો છો કે કેટરીના કૈફ અને સલમાન ખાન ઘણા લાંબા સમય સુધી સાથે રહ્યા હતા. બંનેએ એક બીજાને ડેટ કરી રહ્યા હતા. 2009 માં આવેલી ફિલ્મ ‘ન્યૂયોર્ક’માં જ્યારે કેટરિના કૈફને મુખ્ય ભૂમિકાની ઓફર કરવામાં આવી હતી. ત્યારે સલમાન ખાન તેમને ડેટ કરી રહ્યા હતા. પણ સલમાન ખાન ઇચ્છત ન હતા કે કેટરિના કૈફ આ ફિલ્મમાં જોન અબ્રાહમ સાથે કામ કરે કારણ કે જોને કેટરિનાને તેની પહેલી ફિલ્મથી દૂર કરી દીધી હતી.

તમને જણાવી દઈએ કે કેટરિનાની પસંદગી 2003 માં આવેલી ફિલ્મ સાયા માટે થવાની હતી, પરંતુ જોને તેમને રિજેક્ટ કરાવી દિધી. તેમણે કહ્યું કે કેટરિના કૈફ હિન્દી નથી જાણતી. જોન અબ્રાહમ આ ફિલ્મના મુખ્ય હિરો હતા. અનુરાગ બાસુ આ ફિલ્મના ડાયરેક્ટર હતા. કેટરિનાને નાઈટ સીનના શૂટિંગ માટે આમંત્રણ અપાયું હતું. તે મૌન શોટ હતો અને કેટરિનાએ ભૂતની ભૂમિકા નિભાવાની હતી. પરંતુ બે દિવસના શુટ બાદ તેમને રિપ્લેસ કરવામાં આવી હતી. કારણ કે જોનને લાગ્યું કે તે હિન્દી બરાબર બોલી શકતી નથી.

Next Article