AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Saira Banu Net Worth : કરોડોની સંપત્તિની માલકિન છે સાયરા બાનો, લોકો તેમની સુંદરતાનાં દીવાના હતા

દિગ્ગજ કલાકાર દિલીપ કુમાર (Dilip Kumar) ના નિધન બાદ સાયરા બાનો (Saira Banu) એકલા પડી ગયા છે. આજે સાયરા બાનો પોતાનો 77 મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. તેમના જન્મદિવસ પર તેમની નેટવર્થ વિશે તમને જણાવીએ.

Saira Banu Net Worth : કરોડોની સંપત્તિની માલકિન છે સાયરા બાનો, લોકો તેમની સુંદરતાનાં દીવાના હતા
Saira Banu, Dilip Kumar
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 23, 2021 | 5:03 PM
Share

દિગ્ગજ કલાકાર દિલીપ કુમાર (Dilip Kumar) ની પત્ની સાયરા બાનો (Saira Banu) આજે પોતાનો 77 મો જન્મદિવસ ઉજવી રહી છે. સાયરાનો જન્મ 23 ઓગસ્ટ 1944 ના રોજ મસૂરીમાં થયો હતો. તેમણે બોલિવૂડમાં ઘણી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું છે. વર્ષ 1966 માં, તેમણે તેમના કરતા 22 વર્ષ મોટા દિલીપ કુમાર સાથે લગ્ન કર્યા હતા.

સાયરા બાનોનું સાચું નામ નસીમ બાનો છે. તેમણે 30-40ના દાયકામાં ઘણી ફિલ્મોમાં કામ કર્યું. તેમણે જંગલી ફિલ્મથી ઇન્ડસ્ટ્રીમાં પ્રવેશ કર્યો હતો. આજે, સાયરાના જન્મદિવસ પ્રસંગે, અમે તમને તેમની નેટવર્થ વિશે જણાવીએ.

સાયરા બાનોની નેટવર્થ

એક અહેવાલ અનુસાર, સાયરા બાનુ લગભગ 627 કરોડની સંપત્તિની માલિક છે. સાયરા બાનુ અને દિલીપ કુમાર મુંબઈમાં એક આલીશાન બંગલામાં રહેતા હતા. અહેવાલો અનુસાર, આ બંગલાની કિંમત 350 કરોડ રુપિયા છે. આ ઘર મુંબઈના પોશ પાલી હિલ્સ વિસ્તારમાં આવેલું છે.

સાયરા બાનોની ફિલ્મો

સાયરા બાનોએ ફિલ્મ જંગલીથી ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કર્યું હતું. તેમણે પોતાની એક્ટિંગથી દરેકનું દિલ જીતી લીધું. તેમણે પડોસન (Padosan), પુરબ ઔર પશ્ચિમ (Purab Aur Paschim), જમીર જેવી ઘણી ફિલ્મોમાં કામ કર્યું હતું. લોકો તેમની સુંદરતાનાં દીવાના બની ગયા હતા.

સાયરા બાનો અને દિલીપ કુમારની લવ સ્ટોરી

સાયરા બાનો અને દિલીપ કુમારની લવ સ્ટોરી ખાસ હતી. સાયરા બાનો માત્ર 12 વર્ષની ઉંમરે દિલીપ કુમારને પોતાનું દિલ આપી દિધુ હતું. તેઓ હંમેશા તેમની સાથે લગ્ન કરવા માંગતા હતા. સાયરાએ દિલીપ કુમાર સાથે લગ્ન કરવા માટે ઘણી દુઆઓ પણ માંગી હતી. ફિલ્મોમાં પ્રવેશ કર્યા બાદ સાયરાને દિલીપ કુમાર સાથે કામ કરવાની તક મળી. જે બાદ બંને લગ્નના બંધનમાં બંધાયા હતા.

સાયરાજીએ જ્યારે દિલીપ કુમાર સાથે લગ્ન થયા ત્યારે તેઓ 22 વર્ષના હતા. તેમણે તેમના કરતા 22 વર્ષ મોટા દિલીપ કુમાર સાથે લગ્ન કર્યા. સાયરા બાનોએ ક્યારેય દિલીપ કુમારનો સાથ છોડ્યો નથી. તેઓ દિલીપ સાહેબના છેલ્લા સમય સુધી તેમની સાથે હતા.

આ પણ વાંચો :- Bellbottom Sold Out :એમેઝોન પ્રાઇમે લગાવી બેલબોટમ પર મજબૂત બોલી, જાણો કેટલામાં વેચાઈ, ક્યારે થશે રિલીઝ?

આ પણ વાંચો :- Super Dancer Chapter 4 : પવનદીપ, અરુણિતા અને ઇન્ડિયન આઇડલ સ્પર્ધકોના તાલ પર ડાન્સ કરશે સુપર ડાન્સર, જુઓ વીડિયો

g clip-path="url(#clip0_868_265)">