Rose day: રોહનપ્રીત સિંહે પત્ની Neha Kakkarને આપી ગિફ્ટ, સિંગરે આપ્યો કંઇક આવો જવાબ

|

Feb 08, 2021 | 9:32 PM

પ્રખ્યાત સિંગર નેહા કક્કર રોહનપ્રીત સિંહ સાથેના લગ્ન પછી લગ્ન જીવનનો આનંદ માણી રહી છે.

Rose day: રોહનપ્રીત સિંહે પત્ની Neha Kakkarને આપી ગિફ્ટ, સિંગરે આપ્યો કંઇક આવો જવાબ
Neha kakkar

Follow us on

પ્રખ્યાત સિંગર નેહા કક્કર રોહનપ્રીત સિંહ સાથેના લગ્ન પછી લગ્ન જીવનનો આનંદ માણી રહી છે. રવિવારે નેહા કક્કર અને રોહનપ્રીતે પોતાનો પહેલો રોઝ ડે સાથે ઉજવ્યો હતો. આ ખાસ પ્રસંગે રોહને તેની પત્ની નેહાને ચોકલેટ અને ગુલાબનાં ફૂલો આપ્યાં હતાં, જેની કેટલીક ઝલક નેહાએ વીડિયો સાથે શેર કરી છે અને તેને તેના ચાહકોને બતાવી છે.

વીડિયોમાં જોઇ શકાય છે કે નેહાના હાથમાં લાલ ગુલાબનું ફૂલ છે. આ સાથે વીડિયોમાં ચોકલેટ અને બંનેની અનેક તસવીરો જોવા મળી રહી છે. વીડિયો શેર કરતા નેહાએ કેપ્શનમાં લખ્યું કે, “થેંક્યું માય લવ. તમે મને પૂર્ણ કરો છો. હેપ્પી રોઝ ડે. રોહુ અને મારા નેહાર્ટ્સ.” નેહાની આ પોસ્ટ પર, રોહનપ્રીતસિંહે જવાબ લખ્યો, “વાઓ બાબુ, તે મારા માટે ઘણુ મહત્વ રાખે છે. તમે મને દુનિયાની દરેક ખુશીઓ આપી છે. મારો પ્રેમ, દરેક બાબત માટે ખૂબ ખૂબ આભાર.” ત્યાં, નેહાના ભાઈ ટોની કક્કરે ટિપ્પણી કરી,” સુપર ક્યૂટ અને સુંદર બ્યુટીફુલ. ”

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

 

Published On - 7:19 pm, Mon, 8 February 21

Next Article