Rishi Kapoorને યાદ કર્યા પછી ભાવુક થઈ રિદ્ધિમા કપૂર, ભાવનાત્મક પોસ્ટ શેર કરીને બોલી ‘કાશ! હું તમને સાંભળી શકતી’

|

Apr 30, 2021 | 10:05 PM

પીઢ દિવંગત અભિનેતા ઋષિ કપૂરના નિધનને આજે (30 એપ્રિલ) એક વર્ષ પૂર્ણ થયું છે. આજે તેમની પ્રથમ પુણ્યતિથિ છે. આવી સ્થિતિમાં ફરી એકવાર અભિનેતાના ચાહનારા, નજીકના મિત્રો અને પરિવારજનો તેમને યાદ કરીને ભાવુક થઈ ગયા.

Rishi Kapoorને યાદ કર્યા પછી ભાવુક થઈ રિદ્ધિમા કપૂર, ભાવનાત્મક પોસ્ટ શેર કરીને બોલી કાશ! હું તમને સાંભળી શકતી
Riddhima Kapoor, Rishi Kapoor

Follow us on

પીઢ દિવંગત અભિનેતા ઋષિ કપૂરના નિધનને આજે (30 એપ્રિલ) એક વર્ષ પૂર્ણ થયું છે. આજે તેમની પ્રથમ પુણ્યતિથિ છે. આવી સ્થિતિમાં ફરી એકવાર અભિનેતાના ચાહનારા, નજીકના મિત્રો અને પરિવારજનો તેમને યાદ કરીને ભાવુક થઈ ગયા.

 

વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો

તેનો પુરાવો સોશિયલ મીડિયા પર બોલિવૂડ સ્ટાર્સ દ્વારા શેર કરેલી પોસ્ટ પરથી મળી આવ્યો છે. આ દરમિયાન ઋષિ કપૂરની પુત્રી રિદ્ધિમા કપૂરે તેમના પિતાને યાદ કરતા તેમના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી ભાવનાત્મક સાથે એક ન જોયો હોય તેવો ફોટો શેર કર્યોં છે.

 

રિદ્ધિમા કપૂરે તેમના પિતા સાથે બે ફોટા શેર કર્યા છે. એક ફોટોમાં રિદ્ધિમાનું બાળપણ બતાવવામાં આવ્યું છે, જેમાં ઋષિ તેમને ખભા પર લેતા જોવા મળે છે. બીજા ફોટામાં રિદ્ધિમા તેમના પિતા ઋષિના ખભા પર માથાને રાખેલુ જોઈ શકાય છે. બીજા ફોટામાં બંને પિતા પુત્રી બ્લેક પોશાકોમાં દેખાઈ રહ્યા છે.

 

 

એકવાર બોલાવો મને

પિતાની પહેલી પુણ્યતિથિને યાદ કરીને રિદ્ધિમાએ કેપ્શનમાં લખ્યું હતું કે, કાશ! હું તમને એકવાર ફરી મુશ્ક કહીને બોલાવતા સાંભળી શકતી” તેમની પોસ્ટમાં રિદ્ધિમા હાર્ટ અને ફ્લાવર ઈમોજી સાથે તેમના પિતાને યાદ કર્યાં છે. આ પછી રિદ્ધિમા Dorothy Me Cavendishની કેટલીક પંક્તિઓ સાથે તેની લાગણી શેર કરે છે. જે ખરેખર ખૂબ ભાવુક છે.

 

તમે હંમેશા અમારા હૃદયની નજીક રહેશો

તે આગળ લખે છે, ‘જ્યા સુધી આપણે ફરી નથી મળતા, અમે હંમેશાં તમારા વિશે વિચારીએ છીએ, અમે તમારા વિશે વાત કરીએ છીએ, તમને ક્યારેય ભૂલ્યા નથી અને ન ક્યારેય ભૂલશું. કારણ કે તમે હંમેશાં અમારા હૃદયની નજીક જ રહો છો અને જ્યાં સુધી આપણે ફરીથી નથી મળતા, ત્યાં સુધી તમે અમારા જીવનનું માર્ગદર્શન કરવા માટે બની રહેશો. “લવ યુ ઓલવેઝ!”

 

 

 

તમને યાદ અપાવી દઈએ કે ઋષિ કપૂરનું અવસાન થયું, ત્યારે રિદ્ધિમા કપૂર પતિ અને બાળકો સાથે દિલ્હીમાં હતી. તે દિવસોમાં દેશમાં કોરોના વાઈરસના કારણે લોકડાઉન હતું. આવા મુશ્કેલ સંજોગોમાં રિદ્ધિમા છેલ્લી ક્ષણોમાં તેમના પિતાને જોઈ શક્યા નહીં.

 

આ પણ વાંચો: Arjun Kapoor એ બહેન અંશુલા સાથે મળીને ભેગા કર્યાં 1 કરોડ રૂપિયા, 30,000 લોકોની કરી મદદ

Next Article