ઝારખંડના દેવઘરના રહેવાસી પંકજ ઝા દ્વારા ગાયું બોલિવૂડ ગીત ધીરે-ધીરે મેરી ઝિંદગી મેં આનાનું સંસ્કૃત વર્ઝન વાયરલ થયું છે. સંસ્કૃતમાં શનાઈ: શનાઈ: મમ હૃદયે આગચ્છજ ગીત સાથે વાયરલ થયેલું આ ગીત યુટ્યુબ પર અત્યાર સુધીમાં 10 લાખ લોકોએ સાંભળ્યું છે.
આ મધુર ગીત ઉપરાંત પંકજે અન્ય કેટલાક ગીતોના સંસ્કૃત વર્ઝન પણ તૈયાર કર્યા છે જે તે ટૂંક સમયમાં રિલીઝ કરશે. પરંતુ શું તમે જાણો છો કે માત્ર આ ગીત જ નહીં પરંતુ બોલિવૂડના અન્ય ગીતો પણ છે જેનું સંસ્કૃત વર્ઝન બનાવવામાં આવ્યું છે. જો કે આ ગીતોને પંકજ ઝાના ગીતો જેટલી પ્રસિદ્ધિ મળી નથી, તેમ છતાં તેમને સાંભળવાથી અદ્ભુત શાંતિનો અહેસાસ થાય છે.
હમણાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે તેમાં 2 બહેનો દ્વારા સંસ્કૃતમાં એક ગીત ગાયેલું છે. તે ગીત રાજ કપૂર અને નરગીસની ફિલ્મ ચોરી-ચોરીનું ગીત ‘આજા સનમ મધુર ચાંદની મેં હમ’ પણ સંસ્કૃતમાં ગાઈ છે. આ ગીત એટલું જ સુંદર લાગે છે જેટલું હિન્દીમાં બધાને ગમે છે. એક જ રિધમ પર તે બંને બહેનોએ એટલું સરસ ગીત બેસાડ્યું છે કે એવું જ લાગે છે કે જાણે તેઓ હિન્દીમાં જ ગાઈ રહ્યા છે.
(Credit Source : sanskrit ka uday)
આવું જ એક ગીત છે રાજ કપૂર અને નરગીસની ફિલ્મ ચોરી-ચોરીનું ‘આજા સનમ મધુર ચાંદની મેં હમ’. આ ગીતનું સંસ્કૃત સંસ્કરણ 2015 માં રાજેન્દ્ર ભાવે દ્વારા સંસ્કૃતમાં અનુવાદિત કરવામાં આવ્યું હતું અને તેમના પુત્ર શ્રીરંગ ભાવે દ્વારા ગાયું હતું. સંસ્કૃતમાં આ ગીતની શરૂઆત ‘સા-એહી રે પ્રિયા, મધુરચંદ્રિકાયમ’થી થાય છે.
રાજેન્દ્ર ભાવેએ દૂરદર્શન દ્વારા આયોજિત રાષ્ટ્રીય કક્ષાની સંસ્કૃત અનુવાદ સ્પર્ધામાં ભાગ લીધો ત્યારે આ ગીત સામે આવ્યું હતું. આ સ્પર્ધામાં ભાગ લેનારાઓએ ‘આજા સનમ મધુર ચાંદની મેં હમ’ ગીતનું સંસ્કૃતમાં અનુવાદ કરવાનું હતું. રાજેન્દ્ર ભાવેના અનુવાદિત ગીતને પ્રથમ પારિતોષિક મળ્યું અને પછી તેનો ઓડિયો પણ બહાર પાડવામાં આવ્યો હતો. દૂરદર્શને પણ આ ગીત બતાવ્યું હતું.