Ranbir Kapoor OTT પ્લેટફોર્મ પર કરવા જઈ રહ્યો છે એન્ટ્રી, એક્ટરના વિડીયોએ વધારી દીધુ તાપમાન

|

Apr 26, 2021 | 11:41 AM

મોટા પડદાના સિતારાઓ પણ એક-એક કરતા ડિજિટલ ડેબ્યુ તરફ કદમ રાખી રહ્યા છે. અજય દેવગણ બાદ રણબીર કપૂર (Ranbir Kapoor) પણ ડેબ્યુની ચર્ચા વધી ગઈ છે. હાલમાં જ રણબીર નેટફ્લિક્સ પર એક વીડિયોમાં નજરે આવી રહ્યો છે. જે બાદ લોકોની ઈચ્છા વધી ગઈ છે.

Ranbir Kapoor OTT પ્લેટફોર્મ પર કરવા જઈ રહ્યો છે એન્ટ્રી, એક્ટરના વિડીયોએ વધારી દીધુ તાપમાન
રણબીર કપૂર

Follow us on

એક બાજુ કોરોના જેવી મહામારી ચાલી રહી છે તો બીજી તરફ બૉલીવુડ સેલેબ્સના મોટા-મોટા પ્રોજેક્ટ રોકાયેલા છે. ડિજિટલ પ્લેટફોર્મનું મનોરંજનનું સાધન બનીને આવ્યું છે. મોટા પડદાના સિતારાઓ પણ એક-એક કરતા ડિજિટલ ડેબ્યુ તરફ કદમ રાખી રહ્યા છે. અજય દેવગણ બાદ રણબીર કપૂર (Ranbir Kapoor) પણ ડેબ્યુની ચર્ચા વધી ગઈ છે. હાલમાં જ રણબીર નેટફ્લિક્સ પર એક વીડિયોમાં નજરે આવી રહ્યો છે. જે બાદ લોકોની ઈચ્છા વધી ગઈ છે.

નેટફ્લિક્સે તાજેતરમાં જ તેના ઓફિશિયલ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં આખરે રણબીર કપૂર કહેતો સંભળાય છે. See You Soon, જેના પછી લોકોમાં હલચલ વધી છે.
વીડિયોમાં રણબીર કહેતા જોવા મળે છે – ‘એક્શન, કોમેડી, ડ્રામા, રોમાંસ, નેટફ્લિક્સ પર કાર્ટૂન … એટલે કે પરિવાર માટે સંપૂર્ણ મનોરંજન, હવે તમે બધા વ્યસ્ત છો તો મળીએ ક્રિકેટ પછી’.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

રણબીર પોતાનો શોટ ઠીક થવાની રાહ જોઈ રહ્યો છે, પરંતુ તે પછી તેને લાગે છે કે દરેક ક્રિકેટ જોવા માટે વ્યસ્ત છે, તેથી ક્રિકેટ પુરી થાય ત્યાં સુધી તે ટાળી દેશે. અને આખરે તે કહે છે – See You Soon. ફક્ત આ છેલ્લા ત્રણ શબ્દોના કારણે જ અનુમાન લગાવી શકાય છે કે ટૂંક સમયમાં રણબીર કપૂર પણ ઓટીટી પ્લેટફોર્મ તરફ જવાના છે. જેની તે ટૂંક સમયમાં જાહેરાત કરશે.

વીડિયોના કેપ્શનમાં લખવામાં આવ્યું છે – ‘રણબીર કપૂર તમે બીજે ધ્યાન ખેંચવા માટે રણબીર કપૂર બીજી કોશિશ પરંતુ ફરી મળ્યા’. આ વીડિયો જોયા પછી રણબીરના ફેન્સ ઘણા ઉત્સાહિત છે. ચાહકો એ જાણવાની કોશિશ કરી રહ્યા છે કે શું રણબીર ઓટીટી ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે?

વર્કફ્રન્ટની વાત કરીએ તો રણબીર અને આલિયા ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ માં સાથે જોવા મળશે. આ ફિલ્મમાં બંનેની જોડી પહેલીવાર સ્ક્રીન પર જોવા મળશે. આ સિવાય રણબીર શ્રદ્ધા કપૂર સાથે એક ફિલ્મ કરવા જઇ રહ્યો છે. જેના નામનો હજુ સુધી ઉલ્લેખ થયો નથી.

Published On - 11:29 am, Mon, 26 April 21

Next Article