Shamshera Title Track Out: શમશેરાનું ટાઈટલ ટ્રેક રિલીઝ, ગીતનું મ્યુઝિક લોકોને આવી રહ્યું છે પસંદ

Shamshera Song: શમશેરાનું ટાઈટલ ટ્રેક રિલીઝ થઈ ગયું છે. આ ગીત સુખવિંદર સિંહે ગાયું છે. તે જે પ્રકારનું ગીત છે અને જે રીતે તેના ગીતો છે તે જોઈને કહી શકાય કે લોકો તેને સાંભળવાનું પસંદ કરશે.

Shamshera Title Track Out: શમશેરાનું ટાઈટલ ટ્રેક રિલીઝ, ગીતનું મ્યુઝિક લોકોને આવી રહ્યું છે પસંદ
શમશેરાનું ટાઈટલ ટ્રેક રિલીઝ, ગીતનું મ્યુઝિક લોકોને પસંદ આવી રહ્યું છેImage Credit source: Twitter
Follow Us:
| Updated on: Jul 15, 2022 | 4:24 PM

Shamshera Song: રણબીર કપૂરની ફિલ્મ શમશેરાનું ટાઈટલ ટ્રેક ( Shamshera Title Track) રિલીઝ થઈ ગયું છે. યશ રાજની ફિલ્મે 15 જુલાઈના રોજ આ ગીત રિલીઝ કર્યું છે. ગીત ખુબ જ સુંદર લાગી રહ્યું છે, ગીતનું મ્યુઝિક લોકોને પસંદ આવી રહ્યું છે, ગીતમાં રણબીરનો ઉગ્ર અવતાર જોવા મળી રહ્યો છે, આ ફિલ્મમાં રણબીર (Ranbir Kapoor) પ્રથમ વખત ડબલ રોલમાં જોવા મળશે, ગીતમાં શમશેરા એક નિડર અને પોતાના લક્ષ્યમાટે દઢ જણાય છે. ગીતને સુખવિન્દર સિંહ અને અભિષેક નાઈવાલે ગાયું છે, ફિલ્મ 22 જુલાઈના રોજ રિલીઝ થઈ રહી છે,

આ ગીત રોમેન્ટિક છે

ફિલ્મમાં રણબીર કપુર સિવાય સંજય દત્ત, વાણી કપુર, રોનિત રોય અને સૌરવ શુક્લા છે. ડાયરેક્ટર કરન મલ્હોત્રા છે, જ્યારે આદિત્ય ચોપરા પ્રોડ્યુસર છે, સ્ટોરી નિલેષ મિશ્રા અને અને ખિલા બિષ્ટે લખી છે, ફિલ્મના ડાયલોગ પિયુષ મિશ્રાએ લખ્યા છે. આ પહેલા પણ ફિલ્મના 2 ગીતો રિલીઝ થઈ ચૂક્યા છે. પ્રથમ ગીત જી હુઝુર છે, જેમાં રણબીર કપૂર ડાન્સ કરી રહ્યો છે, બીજું ગીત ફિતુર પણ રિલીઝ કરવામાં આવ્યું છે, આ રણબીર અને વાણી પર ફિલ્માવામાં આવ્યું છે. આ ગીત રોમેન્ટિક ગીત છે. ગીતમાં બંન્ને જોડી સુંદર લાગી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે લોકો શમશેરાના ગીતને ખુબ પસંદ કરનાર છે.

આ ફિલ્મ માટે રણબીરે ખુબ મહેનત કરી છે. તેમણે પોતાના કરિયરની સૌથી મુશ્કેલ ફિલ્મ જણાવવામાં આવી રહી છે. 2-2 પાત્ર નિભાવા માટે ખુબ મહેનત કરવી પડી છે. ફિલ્મમાં 1800ના દશકના કાલ્પનિક શહેર કાઝાની સ્ટોરી છે, જેમાં શમશેરા બલ્લી તેના આદિજાતિની સ્વતંત્રતા અને સન્માન માટે સંઘર્ષ કરે છે.

Hotel : OYOનું પૂરુ નામ જાણો, અડધાથી વધારે લોકોને નહીં ખબર હોય
આ દેશની મહિલાઓ સાથે લગ્ન કરવા પર મળે છે પૈસા ! જાણો અહીં
મકરસંક્રાંતિ પર રાશિ પ્રમાણે કરો દાન, આખું વર્ષ મળશે ફળ
Condom Use :કોન્ડોમનો હેર બેન્ડ તરીકે ઉપયોગ કરે છે આ દેશની મહિલા, કારણ જાણીને ચોંકી જશો
આજનું રાશિફળ તારીખ : 11-01-2025
ભારતની આ વ્હિસ્કીની વિદેશમાં છે બોલબાલા, ટોચની બ્રાન્ડ્સને છોડી પાછળ

શમશેરામાં રણબીર કપૂર ડાકુ બન્યો

રણબીર કપૂરની બે બેક ટુ બેક ફિલ્મો રિલીઝ થવા માટે તૈયાર છે. પહેલી ફિલ્મના ડાયરેક્ટર અયાન મુખર્જીની બ્રહ્માસ્ત્ર અને બીજી ફિલ્મના ડાયરેક્ટર કરણ મલ્હોત્રાની શમશેરા છે. બ્રહ્માસ્ત્રનું ટ્રેલર અને તેમાં એક્ટરનો લુક તેની અન્ય ફિલ્મોની જેમ જ છે. પરંતુ શમશેરામાં રણબીર કપૂર ડાકુ બનીને અત્યાર સુધીના સૌથી અલગ અંદાજમાં જોવા મળી રહ્યો છે. લાંબા વાળ ઊની કાપડના કપડાં, હાથમાં બંદૂક સાથે ઘોડા પર સવાર રણબીરનો આ ડાકૂનો લુક ઘણો રસપ્રદ લાગી રહ્યો છે.

g clip-path="url(#clip0_868_265)">