રામ ગોપાલ વર્માની ઓનલાઈન ફિલ્મ ‘ધ મેન હુ કિલ્ડ ગાંધીજી’નું પોસ્ટર રીલીઝ, ગાંધીજી અને ગોડસેનાં ફોટાને એક સાથે જોડી દેવાતા ગાંધી પ્રેમીઓમાં કચવાટ

|

Jun 11, 2020 | 9:17 AM

લોકડાઉનનાં સમયગાળામાં જ્યારે સિનેમાઘર બંધ છે પ્રોડક્શન બંધ છે તેવામાં રામગોપાલ વર્મા એ પોતાના ઓનલાઈન પ્લેટફોર્મ આરજીવીનો ફુલટાઈમ ઉપયોગ શરૂ કરી દીધો છે. આ એ જ ડીજીટલ પ્લેટફોર્મ છે કે જેના પરથી રામુ એક બાદ એક ફિલ્મોનું એલાન કરી રહ્યા છે. આમાંથી જ એક ફિલ્મની જાહેરાત થઈ છે, ગાંધી અને ગોડસે પર આધારીત, કે જેની […]

રામ ગોપાલ વર્માની ઓનલાઈન ફિલ્મ ધ મેન હુ કિલ્ડ ગાંધીજીનું પોસ્ટર રીલીઝ, ગાંધીજી અને ગોડસેનાં ફોટાને એક સાથે જોડી દેવાતા ગાંધી પ્રેમીઓમાં કચવાટ
http://tv9gujarati.in/ramgoal-verma-ni…poster-par-vivad/

Follow us on

લોકડાઉનનાં સમયગાળામાં જ્યારે સિનેમાઘર બંધ છે પ્રોડક્શન બંધ છે તેવામાં રામગોપાલ વર્મા એ પોતાના ઓનલાઈન પ્લેટફોર્મ આરજીવીનો ફુલટાઈમ ઉપયોગ શરૂ કરી દીધો છે. આ એ જ ડીજીટલ પ્લેટફોર્મ છે કે જેના પરથી રામુ એક બાદ એક ફિલ્મોનું એલાન કરી રહ્યા છે. આમાંથી જ એક ફિલ્મની જાહેરાત થઈ છે, ગાંધી અને ગોડસે પર આધારીત, કે જેની જાહેરાત સાથે જ વિવાદ પણ શરૂ થઈ ગયો છે.  રામ ગોપાલ વર્મા એ ફિલ્મનું નામ રાખ્યું છે The Man Who Killed Gandhi.. આ ફિલ્મનાં ફર્સ્ટ લુક પોસ્ટરમાં રામુ એ ગોડસે અને ગાંધીજીના ચહેરાને મર્જ કરી દીધો છે. પોસ્ટર શેર કરતા તેમણે લખ્યું છે કે એક તસવીરમાં બીજી તસ્વીરને જોડવાનું કારણ એ છે કે ગાંધીજીને મારી ને ગોડસે એ પોતાને પણ મારી નાખ્યો છે.

રામગોપાલ વર્મા અને વિવાદ એક સિક્કાની બે બાજુ રહ્યા છે અને જે રીતે નિર્ધારિત હતું તેમ પોસ્ટર બહાર આવતા જ લોકોની પ્રતિક્રિયાઓ સામે આવવા લાગી છે. એક યુઝરે તો ત્યાં સુધી કહી દીધુ કે મહાત્માં ગાંધી અને ગોડસેની તસવીરને મર્જ કરવી ખોટી વાત છે. જેના જવાબમાં રામુ એ જણાવ્યું કે તસવીરને જોડવાનો ઉદ્દેશ્ય ફિલ્મ પુરી થતા સમયે જ ખબર પડી જશે. અને તમારી જેમ જ મને પણ મારી કલાત્મક્તાનું પ્રદર્શન કરવાનો હક છે. ફાઈનલ પ્રોડક્ટ જોયા વગર તેના પર ટિપ્પણી કરવી યોગ્ય નથી.  હવે એક પોસ્ટરે જ્યારે આટલો વિવાદ ઉભો કરી દીધો છે ત્યારે ફિલ્મ, તેનો અંત અને અંદર રહેલી વાર્તા કેવી હશે તેના પર સૌ કોઈની નજર હમણાં તો ટકેલી છે.

 

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

 

Next Article