Rajkumar Rao એ તેમની આ ફિલ્મ માટે બનાવી પરફેકટ બોડી, જુઓ જબરદસ્ત ટ્રાન્સફોર્મેશન

|

Mar 13, 2021 | 1:16 PM

રાજકુમાર રાવે તાજેતરમાં જ પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર શર્ટલેસ ફોટો શેર કર્યો છે. તે ફોટા તેમના શરીરને ફ્લોન્ટ કરતા જોવા મળે છે.

Rajkumar Rao એ તેમની આ ફિલ્મ માટે બનાવી પરફેકટ બોડી, જુઓ જબરદસ્ત ટ્રાન્સફોર્મેશન
Rajkummar Rao

Follow us on

બોલિવૂડ એક્ટર રાજકુમાર રાવ પોતાના પાત્રોને સારી રીતે નિભાવા માટે અને તે પાત્રોને સારી રીતે અપનાવવા માટે જાણીતા છે. હાલમાં તે તેમની આગામી કોમેડી-ડ્રામા ફિલ્મ બધાઇ દો ની તૈયારી કરી રહ્યા છે. તે તેમની આગામી ફિલ્મ માટે શરીરમાં ભારે ફેરફાર કરતા જોવામાં આવ્યા હતા એટલે કે તેમણે પોતાનું ટ્રાન્સફોર્મેશન કર્યુ છે. રાજકુમાર રાવે હાલમાં જ પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર શર્ટલેસ ફોટો શેર કર્યો છે. તે ફોટો તેમના શરીરને ફ્લોન્ટ કરતા જોવા મળે છે. તેમણે જીમમાં પોઝ આપતી વખતે ક્લિક કર્યું અને શેર કરતી વખતે એક સુંદર નોંધ શેર કરી.

 

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

 

ચાલો તમને જણાવી દઈએ કે રાજકુમાર રાવ ફિલ્મ ‘બધાય દો’ માં પોલીસની ભૂમિકા નિભાવી રહ્યા છે. જેનું નામ શાર્દુલ ઠાકુર છે. રાજકુમારે શાર્દુલની ભૂમિકામાં આવવા માટે ખૂબ મહેનત કરી છે. રાજકુમારે ફોટો શેર કરતાં લખ્યું કે, બધાઈ દોમાં ‘શાર્દુલ ઠાકુર. શાકાહારી હોવાના લીધે અને કોઈપણ સ્ટીરોઇડનો ઉપયોગ કર્યા વિના, આવું ટ્રાન્સફોર્મેશન કરવું સરળ નહોતું. પરંતુ જ્યારે તમે કોઈ વસ્તુને પ્રેમ કરો છો, ત્યારે કંઇ પણ અશક્ય નથી. બધાઈ દો એ એવી ફિલ્મ છે જે મારા હૃદયની ખૂબ નજીક છે.

 

 

 

ફિલ્મ બધાય દો એ આયુષ્માન ખુરાના, નીના ગુપ્તા અને ગજરાજ રાવની ફિલ્મ બધાઈ હોનો આગળનો ભાગ છે. આયુષ્માન ખુરનાની ફિલ્મ બધાય હો વર્ષ 2018 માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થઈ. આ દરમિયાન રાજકુમાર રાવ અને ભૂમિ પેડનેકરે તેમની ફિલ્મ બધાઇ દોનું શૂટિંગ પૂર્ણ કરી લીધું છે. આ ફિલ્મનું દિગ્દર્શન હર્ષવર્ધન કુલકર્ણીએ કર્યું છે. ફિલ્મની વાર્તા અક્ષત ધિલ્ડિયાલ અને સુમન અધિકારીએ લખી છે. બદાઈ દો જંગલી પિક્ચર્સના બેનર હેઠળ આવી રહી છે.

 

Published On - 1:15 pm, Sat, 13 March 21

Next Article