રાજ કુંદ્રાએ તેમનું ઓટીટી પ્લેટફોર્મ ‘બોલીફેમ’ લોન્ચ કર્યું ‘RICKSHAW’ સાથે

|

Apr 01, 2021 | 7:52 PM

કોરોના વાયરસ રોગચાળામાં, ઓટીટી પ્લેટફોર્મ્સ એક સફળ ઓપશન રીતે સામે આવ્યુ. દર્શકો માટે OTT ના પુષ્કળ એપ્લિકેશંસ અને પુષ્કળ સામગ્રી છે. આ સાથે OTT ના નવા એપ્લિકેશનો પણ ઉભરી રહ્યા છે.

રાજ કુંદ્રાએ તેમનું ઓટીટી પ્લેટફોર્મ ‘બોલીફેમ’ લોન્ચ કર્યું RICKSHAW સાથે

Follow us on

કોરોના વાયરસ રોગચાળામાં, ઓટીટી પ્લેટફોર્મ્સ એક સફળ ઓપશન રીતે સામે આવ્યુ. દર્શકો માટે OTT ના પુષ્કળ એપ્લિકેશંસ અને પુષ્કળ સામગ્રી છે. આ સાથે OTT ના નવા એપ્લિકેશનો પણ ઉભરી રહ્યા છે. આ કડ઼ીમાં પ્રેક્ષકોને ઓટીટીનો સ્વાદ કંઈક નવું ઓફર કરવા માટે અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતી અને ઉદ્યોગપતિ રાજ કુંદ્રાએ બોલીફેમ નામનું તેનું ઓટીટી પ્લેટફોર્મ લોન્ચ કર્યું છે. તેઓએ જાહેરાત કરી કે આ નવા પ્લેટફોર્મ પરની પહેલી શ્રેણી બ્રિજેન્દ્ર કાલા અભિનીત, ડાયરેક્ટર, પલાશ મુછલની “રિક્શા” હશે.

પલાશ મુછલ એક દાયકાથી ફિલ્મ ઉદ્યોગ સાથે સંકળાયેલા છે. તેણે આજ સુધી મ્યુઝિક વીડિયોઝનું નિર્દેશન કર્યું છે અને હવે તે વેબ સિરીઝની સાથે પોતાની કિસ્મત આઝમાવશે. હાલ વેબ સિરીઝનું પોસ્ટર બહાર પાડવામાં આવ્યું છે. અને ટ્રેલર બિજી એપ્રિલના રોજ લોન્ચ થવાની શક્યતા છે, જ્યારે વેબ સિરીઝ 9 એપ્રિલ 2021 ના રોજ રિલીઝ થશે.

મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો

રાજ કુંદ્રા સાથે પલાશ મુછલ લાંબા સમયથી એક પરિવાર જેવા સંબંધ ધરાવે છે. પલાશનું પહેલું ગીત ‘તુ હી હૈ આશિકી’  અઢાર વર્ષની ઉંમરે લોન્ચ થયું ત્યારે પણ રાજ કુન્દ્રાનો સહયોગ હતો અને હવે તેની પ્રથમ વેબ-સિરીઝ માટે પણ રાજ કુન્દ્રા સાથે કોલાબોરેશન થયું છે.

વેબ સિરીઝ ‘રીક્ષા’ મુંબઇનાં  દૈનિક જીવન નિર્વાહની કહાની છે જેમાં અભિનેતા બ્રિજેન્દ્ર કાલા દ્વારા રિક્ષાચાલકનો કિરદાર ભજવવામાં આવ્યો છે. પલાશએ અભિનય સાથે મનોરંજન યાત્રાની શરૂઆત કરી હતી અને શરૂઆતથી તે દિગ્દર્શક બનવા માંગતો હતો. મોટાભાગે રિક્ક્ષામાં શૂટ કરાયેલ આ વેબ સિરીઝમાં ઓફર કરવા માટે ચોક્કસ કંઈક રસપ્રદ અને નવું જોવા મળશે એવી આશા છે, પરંતુ આશ્ચર્ય પામતી વાત એક છે કે અત્યાર સુધી આ નવા OTT પ્લેટફોર્મ પર શરૂ કરવા માટે માત્ર એક જ શોની જાહેરાત થઈ છે, જો આ રમતમાં ટકી રહેવાનું છે, તો રાજ કુન્દ્રાએ ખૂબ જ ટૂંક સમયમાં તેનો સ્ટ્રોંગ કન્ટેન્ટ પોર્ટફોલિયો તૈયાર કરવાની જરૂર રહેશે.

 

Published On - 7:14 pm, Thu, 1 April 21

Next Article