Raj Kundra Case: કુંદ્રાની જામીનની અરજી પર કોર્ટે આપ્યો કુંદ્રાને ઝટકો, અરજી કરી નામંજૂર

|

Jul 28, 2021 | 4:07 PM

રાજ કુંદ્રાના કેસમાં (Raj Kundra case) કુંદ્રાના વકીલોએ તેની જમાનત માટે અરજી કરી હતી. જેના પર એસ્પ્લેનેડ કોર્ટે આજે સુનાવણી હાથ ધરી હતી. અને અરજી નામંજૂર કરીને મોટો ફટકો આપ્યો છે.

સમાચાર સાંભળો
Raj Kundra Case: કુંદ્રાની જામીનની અરજી પર કોર્ટે આપ્યો કુંદ્રાને ઝટકો, અરજી કરી નામંજૂર
Esplanade court rejects Kundra bail application

Follow us on

અશ્લીલ ફિલ્મના કેસમાં રાજ કુંદ્રાની જામીન (Raj Kundra Bail) અરજી પર આજે એટલે કે 28 જુલાઈના રોજ સુનાવણી થવાની હતી. કોર્ટે ગઈકાલે એટલે કે મંગળવારે થયેલી સુનાવણીમાં રાજ કુંદ્રાને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યો હતો હતો. મંગળવારે બોમ્બે હાઈકોર્ટે (Bombay High Court) કુંદ્રાને તાત્કાલિક રાહત આપી ન હતી. અશ્લીલ ફિલ્મોના નિર્માણ અને કેટલીક એપ્સ દ્વારા તેને અપલોડ કરવાના કેસમાં 19 જુલાઈએ કુંદ્રાની ધરપકડ (Raj Kundra case) કરવામાં આવી હતી. આ મામલે ધરપકડ કરાયેલા રાજ કુંદ્રા અને રાયન થોર્પેએ જામીન અરજી કરી હતી જેની સુનાવણી આજે એસ્પ્લેનેડ કોર્ટમાં  થઇ.

અરજી કરી નામંજૂર

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

કુંદ્રાની જામીનની અરજી પર કોર્ટે આજે સુનાવણીમાં રાજ કુંદ્રાને મોટો ફટકો આપ્યો છે. અશ્લીલતા મામલે મુંબઈની કિલા કોર્ટે રાજ કુંદ્રા અને રાયન થોર્પની જામીન અરજી નામંજૂર કરી છે.

ક્રાઈમ બ્રાંચ પાસે પુરાવા

આ પૂર્વે 27 જુલાઈની સુનાવણીમાં ક્રાઇમ બ્રાંચે કોર્ટને જણાવ્યું છે કે રાજના ઘરમાંથી ઘણા મહત્વના પુરાવા મળી આવ્યા છે. ઘણા ઇલેક્ટ્રોનિક પુરાવા જપ્ત કરવામાં આવ્યા છે. આ સંદર્ભે ફોરેન્સિક નિષ્ણાતની નિમણૂક કરવામાં આવી હતી. જેની મદદથી ડેટા પાછો મળી રહ્યો છે. રાજના ઘરેથી હાર્ડડિસ્ક અને મોબાઈલ મળી આવ્યો છે. જ્યારે આરોપીઓના હોટશોટ્સ આઇઓએસ પર બતાવવામાં આવી રહ્યા હતા ત્યારે તેમને એપલથી 1 કરોડ 13 લાખ 64,886 રૂપિયા મળ્યા હતા.જે બેંક ખાતામાં પૈસા જમા કરાયા હતા તે કોટક મહિન્દ્રા બેંક, યસ બેન્ક અને અન્ય બેંક પાસેથી જપ્ત કરવામાં આવ્યા છે. હવે કેટલાક ફરાર આરોપીઓની શોધ ચાલુ છે.

 

આ પણ વાંચો: Raj Kundra ના ગળે ગાળિયો કસાયો: વધુ એક અભિનેત્રીએ નોંધાવી FIR, ગહના વશિષ્ઠનું નામ પણ આરોપીમાં

આ પણ વાંચો: સાગરિકા શોનાનો મોટો ધડાકો: Raj Kundra ની કંપનીએ બિગ બોસની અર્શી ખાનને આટલા લાખની આપી હતી ઓફર

Published On - 2:32 pm, Wed, 28 July 21

Next Article