Priyanka Chopra એ વેચી કાઢ્યા મુંબઈના બે આલીશાન ઘર, જાણો કેટલા કરોડમાં થયો સોદો

|

Jul 24, 2021 | 12:28 PM

અમેરિકામાં રહીને હોલીવુડમાં નામ બનાવી રહેલી પ્રિયંકાએ તેના મુંબઈના બે ઘર વેચ્યાના અહેવાલ આવ્યા છે. એટલું જ નહીં પ્રિયંકાએ આ ઘર વેચવા સાથે ઓફીસ પણ ભાડે આપી છે.

Priyanka Chopra એ વેચી કાઢ્યા મુંબઈના બે આલીશાન ઘર, જાણો કેટલા કરોડમાં થયો સોદો
Priyanka Chopra sells two luxurious houses in Mumbai

Follow us on

હોલીવુડ (Hollywood) સ્ટાર બનીને વિશ્વમાં કરોડો દિલો પર રાજ કરનાર પ્રિયંકા ચોપરા (Priyanka Chopra) હવે અમેરિકામાં રહે છે. ઉપરાંત તે પોતાની વેબ સિરીઝ સિટાડેલનું (Citadel) શૂટિંગ કરી રહી છે. પ્રિયંકા ત્યાંથી ઘણી તસ્વીરો શેર કરતી રહે છે. એટલું જ નહીં પ્રિયંકા આ સિરીઝમાં જોખમી સ્ટંટ પણ કરવાની છે. જેને લઈને ઘણા ઈમેજ વાયરલ પણ થતા રહે છે. તાજેતરમાં પ્રિયંકાએ પોતાનો 38 મો જન્મદિવસ ઉજવ્યો છે.

આ સાથે એવા અહેવાલ આવ્યા છે કે આ જંગલી બિલ્લીએ તેના મુંબઈના બે અપાર્ટમેન્ટને મસમોટી રકમ મેળવીને વેચી દીધા છે. ત્યારે મુંબઈમાં જ તેની ઓફીસ પ્રોપર્ટીને મોટી રકમમાં રેન્ટ પર આપી દીધી છે.

અહેવાલ અનુસાર આ વર્ષે માર્ચમાં જ, અભિનેત્રીએ મુંબઇના રાજ ક્લાસિક, વર્સોવા, અંધેરી વેસ્ટ સ્થિત બે રહેણાંક સંપત્તિઓ કુલ 7 કરોડમાં વેચી છે. અહેવાલ અનુસાર 888 ચોરસ ફૂટ કદના 7 મા માળે આવેલી એક પ્રોપર્ટી અભિનેત્રીએ 3 કરોડ રૂપિયામાં વેચી દીધી છે. જ્યારે નોંધણી દસ્તાવેજો મુજબ તેના પર રૂ .9 લાખની સ્ટેમ્પ ડ્યુટી ચુકવવામાં આવી છે. આ ઉપરાંત 1219 ચોરસ ફૂટની અન્ય એક મિલકત કુલ 4 કરોડમાં વેચાઇ છે. તેના પર 12 લાખ રૂપિયાની સ્ટેમ્પ ડ્યુટી ચુકવવામાં આવી હતી.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

આ વચ્ચે ઓફીસ પણ પ્રિયંકાએ રેન્ટ પર આપ્યાના અહેવાલ છે. તેણે ઓશિવારા, અંધેરી વેસ્ટમાં આવેલી એક ઓફીસને 2 લાખ રૂપિયા પ્રતિ મહિના ભાડા દીઠ આપી છે. આ ઓફીસ કુલ 2040 સ્કેવરફૂટની છે. ભાડા માટે તેનું રજીસ્ટ્રેશન 3 જૂન 2021 માં થયું હોવાના અહેવાલ છે.

પીસી આજકાલ હોલિવુડમાં ચમકવાના પ્રયાસોમાં છે. પીસી હોલીવુડના પ્રોજેક્ટ્સમાં વ્યસ્ત છે. તેણે ટેક્સ્ટ ફોર યુ અને મેટ્રિક્સ 4 નું શૂટિંગ પૂર્ણ કર્યું છે. આ પછી, આ દિવસોમાં તે સિસોડેલ વેબ સિરીઝનું શૂટિંગ પૂર્ણ કરી રહી છે. આ સિરીઝનું શૂટિંગ લંડનમાં થઈ રહ્યું છે. આ અનેક ફિલ્મો દ્વારા અભિનેત્રી હોલીવુડની સિને દુનિયામાં પણ પોતાની ખાસ ઓળખ બનાવવાની તૈયારી કરી રહી છે.

 

આ પણ વાંચો: બાપ..રે..! શાહિદની પત્ની મીરા રાજપૂતે કરાવી લિપ સર્જરી? તસ્વીરો જોઈને ફેન્સ રહી ગયા હેરાન

આ પણ વાંચો: શિલ્પા શેટ્ટીની 6 કલાકની પૂછપરછ બાદ બહેન શમિતાએ શિલ્પા માટે લખી આ ખાસ વાત, જાણો શું કહ્યું

Next Article