Google my name : પ્રિયંકા ચોપરા (Priyanka Chopra) દરરોજ કોઈને કોઈ કારણોસર ચર્ચામાં રહે છે. તાજેતરમાં તેણે સોશિયલ મીડિયા (Social Media) પર આવી એક પોસ્ટ શેર કરી છે જે હેડલાઈનમાં આવી છે. હોલીવુડની કોમેડિયન રોઝી ઓ’ડોનેલ (Rosie’o donnel) તાજેતરમાં પ્રિયંકા ચોપરા અને નિક જોનાસને મળ્યા હતા.જેમાં તેણે પ્રિયંકાને પ્રસિદ્ધ લેખક દીપક ચોપરાની પુત્રી ગણાવી હતી. જો કે આ પછી કોમેડિયને એક વીડિયો શેર કરીને પ્રિયંકાની માફી માંગી હતી.જેના પર હવે પ્રિયંકાએ સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયા આપી છે.
આજે ગ્લોબલ આઈકન પ્રિયંકા ચોપરા જે દુનિયાભરમાં જાણીતી બની ગઈ છે તેને દરેક વ્યક્તિ જાણે છે. આવી સ્થિતિમાં જો કોઈ તેને ઓળખી ન શકે તો દેશી ગર્લને ખરાબ લાગે તે સ્વાભાવિક છે.અમેરિકન કોમેડિયને પ્રિયંકા ચોપરાને દિપક ચોપરાની (Deepak Chopra) પુત્રી ગણી હતી.જો કે, બાદમાં કોમેડિયન રોઝીએ તાજેતરમાં જ એક વીડિયો દ્વારા પ્રિયંકાની માફી માંગી હતી. જ્યારે રોઝીએ પ્રિયંકાને કહ્યુ કે,હું તમારા પિતાને ઓળખુ છું.જેના પર પ્રતિક્રિયા આપતા પ્રિયંકાએ લખ્યુ કે,મારા પિતા કોણ છે..દિપક ચોપરા. આ અંગે રોઝીએ કહ્યુ, નહી..ચોપરા સરનેમ કોમન છે. મને ખુબ શરમ આવી..
તેના આ વીડિયો પછી પ્રિયંકાએ એક પોસ્ટ લખીને પોતાની નારાજગી વ્યક્ત કરી છે, તેણે લખ્યું છે કે, “બધાને નમસ્કાર,કેટલાક લોકોની વિચારસરણી પર.. મેં ક્યારેય મારી જાતને એટલી ગંભીરતાથી નથી લીધી કે દરેકને ખબર હોય કે હું કોણ છું અથવા મેં અત્યાર સુધી શું કર્યું ? પરંતુ જો તમે મારી જાહેરમાં માફી માંગવા માંગતા હોય, તો મને લાગે છે કે તમારે પહેલા મારું નામ ગૂગલ (Google) કરવા માટે થોડો સમય કાઢવો જોઈએ અથવા સીધા મારા સુધી પહોંચવાનો પ્રયાસ કરવો જોઈએ.” આ સિવાય તેણે બીજી ઘણી બધી વાતો રોઝીને કહી છે.”
આનાથી સ્પષ્ટ થાય છે કે દેશી ગર્લને રોઝી સાથેની મુલાકાત દરમિયાન થયેલી ગેરસમજ અંગે બધાની સામે આવવું પસંદ નહોતું. પત્નીની આ પ્રતિક્રિયા પર નિક જોના તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર તેના વખાણ કરતા લખ્યું, “સારી રીતે કહ્યું માય લવ…”
આ પણ વાંચો : Sridevi Death Anniversary: જ્હાન્વી કપૂર અને ખુશી કપૂર થઈ ઈમોશનલ, સોશિયલ મીડિયા પર શેર કરી આ પોસ્ટ
આ પણ વાંચો : Vikram Vedha: હૃતિક રોશને રિલીઝ કર્યો સૈફ અલી ખાનનો લૂક, ચાહકો કરી રહ્યા છે પ્રશંશા