Pratik Gandhi Birthday : આજે છે ગુજરાતી નાટક ‘આ પાર કે પેલે પાર’થી અભિનયની દુનિયામાં ઓળખ મેળવનાર પ્રતિક ગાંધીનો જન્મદિવસ

|

Apr 29, 2022 | 4:47 PM

પ્રતિક ગુજરાતી ફિલ્મોમાં તો છવાઈ ગયો છે હવે બોલીવૂડમાં વર્કફ્રન્ટની વાત કરીએ તો પ્રતિક ગાંધી ફિલ્મ ‘ફૂલે’માં જોવા મળવાના છે. આ ફિલ્મમાં પ્રતિક ગાંધી સાથે અભિનેત્રી પત્રલેખા પણ જોવા મળશે.

Pratik Gandhi Birthday : આજે છે  ગુજરાતી નાટક ‘આ પાર કે પેલે પાર’થી અભિનયની દુનિયામાં ઓળખ મેળવનાર પ્રતિક ગાંધીનો જન્મદિવસ
પ્રતિક ગાંધીએ થિયેટર અભિનેતા તરીકે અભિનયની દુનિયામાં પ્રવેશ કર્યો
Image Credit source: FILE PHOTO

Follow us on

Pratik Gandhi Birthday : ફિલ્મ અભિનેતા (Actor) અને થિયેટર કલાકાર પ્રતીક ગાંધી (Pratik Gandhi) 29 એપ્રિલે એટલે કે આજે તેમનો જન્મદિવસ (Pratik Gandhi Birthday) ઉજવશે. ગુજરાતમાં વર્ષ 1980માં જન્મેલા પ્રતીક ગાંધીએ એન્જિનિયરિંગ કર્યું અને અભ્યાસ પૂરો કર્યા પછી નોકરી કરી. જો કે તેના નસીબમાં કંઈક બીજું જ લખાયેલું હતું. કારણ કે તેને અભિનયનો શોખ હતો

થિયેટર એક્ટર તરીકે કર્યું ડેબ્યુ

પ્રતિક ગાંધીએ થિયેટર અભિનેતા તરીકે અભિનયની દુનિયામાં પ્રવેશ કર્યો. તેમણે સ્ટેજ પર ઘણા નાટકો ભજવ્યા છે. તેણે ભલે આજ સુધી ફિલ્મોમાં ડેબ્યુ કર્યું હોય, પરંતુ તે કહે છે કે તેનો પહેલો પ્રેમ થિયેટર છે. પ્રતિક ગાંધીએ ગુજરાતી નાટક ‘આ પાર કે પેલે પાર’થી અભિનયની દુનિયામાં ઓળખ મેળવી હતી. તે પછી તે ઘણા ટીવી શોમાં જોવા મળ્યા હતા.

તમારા મગજને શાર્પ કરવાની 10 સરળ રીતો
132 કરોડ રૂપિયાનો માલિક છે અશ્વિન, ઘરની કિંમત જાણીને ચોંકી જશો
ડિનર પહેલાં અને ડિનર પછી દારૂ પીવામાં શું તફાવત છે, દરેકે જાણવું જોઈએ
પૂર્વ દિશામાં પગ રાખીને સૂવાથી શું થાય છે ?
ગુજરાતી સિંગર અરવિંદ વેગડાના ગીત વગર ખેલૈયાની નવરાત્રી અધુરી છે, જુઓ ફોટો
આ 5 લોકોના ઘરે ક્યારેય ન કરવુ જોઈએ ભોજન

પ્રતિક ગાંધી ગુજરાતી ફિલ્મ અને વેબ સિરીઝમાં પણ સારી એવી ભૂમિકા ભજવી હતી. 2014 બે યાર, 2016 રોંગ સાઈડ રાજુ, 2017 તમ્બૂરો, 2018 લવની ભવાઇ, 2018 વેન્ટિલેટર ,2019 ધુનકી, ગુજરાત 11, 2022 લવની લવ સ્ટોરીસ્, 2021 વેબ સિરીઝ વિઠ્ઠલ તીડીમાં પણ જોવા મળ્યો હતો.

અહીં સુધી પહોંચવા કરી ખુબ મહેનત

ગુજરાતી ફિલ્મો અને ગુજરાતી ફિલ્મોમાં પ્રતિકે ખુબ નામ કમાવ્યું અને ગુજરાતી મનોરંજન જગતમાં પોતાની એક આગવી ઓળખ બનાવી પણ બોલીવુડમાં એન્ટ્રી માટે અને અહીં સુધી પહોંચવા માટે તેમણે ઓડિશનમાં ઘણા રિજેક્શનથી પસાર થવું પડ્યું. જોકે આ કઠિન સમયમાં પણ પ્રતિકે હિંમત રાખી અને તેમને આશા હતી કે ઢોલીવુડ હોય કે બોલીવુડ તેમના રિયલ ટેલેન્ટની કદર દુનિયાભરમાં થશે અને આજે તે ચોક્કસથી થઈ છે.

ફિલ્મ ફૂલેમાં પ્રતિક ‘જ્યોતિબા ફૂલે’ના રોલમાં જોવા મળશે. જ્યારે પત્રલેખા ‘સાવિત્રી ફૂલે’ના રોલમાં જોવા મળશે. આ ઉપરાંત પ્રતિક ગાંધી પાસે વિદ્યા બાલન અને ઇલિયાના ડીક્રુઝ સાથે પણ એક ફિલ્મમાં જોવા મળવાનો છે.

આ પણ વાંચો :

પીપાવાવ પોર્ટ પર 24 કલાકથી ગુજરાત ATS અને DRIનું મેગા સર્ચ ઓપરેશન, સેમ્પલ લઈ એફએસએલમાં મોકલવામાં આવ્યા

આ પણ વાંચો :

રાજ્યમાં ગ્રાન્ટેડ શાળાઓ મૃત:પાય થવાની સ્થિતિમાં, 10 વર્ષમાં 1400 ગ્રાન્ટેડ શાળાઓ બંધ થઈ, ચાલુ વર્ષે 80 શાળાઓએ બંધ કરવા DEOને અરજી

Next Article