Kartik Aaryan ના મુદ્દે શરુ થયેલ નેપોટિઝમની ચર્ચામાં Pooja Bedi એ ઝંપલાવ્યુ, કહી મોટી વાત
કાર્તિક આર્યન ફિલ્મ દોસ્તાના 2 માંથી બહાર નીકળ્યા બાદ કરણ જોહરને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવ્યા હતા. કાર્તિકના ચાહકો કહેતા હતા કે આ બહારના લોકો સાથે ખોટું થઈ રહ્યું છે.

કરણ જોહરની ફિલ્મ દોસ્તાના 2 માંથી તાજેતરમાં જ કાર્તિક આર્યનને બાહરનો રસ્તો બતાવવામાં આવ્યો છે. કરણ જોહર સાથે અનબન અને ફિલ્મની તારીખને લઈને કેટલીક સમસ્યાઓ બાદ કાર્તિકને આ ફિલ્મમાંથી બહાર કાઢી મૂકવામાં આવ્યા છે. કરણ જોહરે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને આ માહિતી આપી હતી.
કાર્તિકે જાનવી સાથે ફિલ્મનું શૂટિંગ કર્યું હતું, પરંતુ હવે આ ફિલ્મમાંથી એક્ઝિટ થયા પછી એક નવા અભિનેતાને કાસ્ટ કરવામાં આવશે, જેની શોધ કરણ જોહર કરી રહ્યા છે. કાર્તિકના ફિલ્મમાંથી બહાર નીકળ્યા બાદ અભિનેત્રી પૂજા બેદીએ આના પર પ્રતિક્રિયા આપી છે અને પોતાની વાત રાખી છે.
કાર્તિકના ફિલ્મમાંથી બહાર નીકળ્યા બાદ કરણ જોહરને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવાનું શરૂ થયું હતું. કાર્તિકના ચાહકો કહેતા હતા કે આ બહારના લોકો સાથે ખોટું થઈ રહ્યું છે. બોલિવૂડમાં નેપોટિઝ્મ, ખાસ કરીને કાર્તિક સાથે થયેલી ઘટના પર, પૂજા બેદીએ કહ્યું કે દરેક માટે સમાન તકો છે. તેમણે કહ્યું કે મારે પણ શો મસાબા મસાબા માટે ઓડિશન આપવું પડ્યું હતું. લોકો તેવા લોકોની ઇર્ષ્યા કરે છે જેમની પાસે એક વિશેષાધિકાર છે.
પૂજા બેદીએ વધુમાં કહ્યું – જો કોઈ અભિનેતાનું બાળક એજ ઉદ્યોગમાં કામ કરવા માંગે છે, તો તેના પર નેપોટિઝ્મનો આરોપ લગાવો ખોટું છે.
પૂજાએ કહ્યું કે ઘણા એવા સ્ટાર્સ છે જે બહારના લોકો છે અને તેમણે પોતાની જાતે જ પોતાની ઓળખ બનાવી છે. તેમણે કહ્યું કે- પ્રીટિ ઝિન્ટા, સુષ્મિતા સેન, ઐશ્વર્યા રાય, શાહરુખ ખાન, માધુરી દીક્ષિત જેવા ઘણા સ્ટાર્સ છે જે બેકગ્રાઉન્ડ વિના ઇન્ડસ્ટ્રીમાં આવ્યા હતા અને હવે તે એક આઇકોન બની ગયા છે.
અમારી પાસે એવા ઘણા લોકો પણ છે જે ઇન્ડસ્ટ્રીનો હિસ્સો હતા પણ તે પદ મેળવી શક્યા નથી. કુમાર ગૌરવે એક તેજસ્વી લવ સ્ટોરીથી ડેબ્યૂ કર્યું હતું પરંતુ તેમની કારકિર્દી આગળ વધી શકી નહીં.
પૂજા બેદીએ કહ્યું કે મારી પુત્રી અલાયા અફને પણ ઘણા રિજેક્શનનો સામનો કરવો પડ્યો હતો, ત્યારબાદ તેને સૈફ અલી ખાન અને તબ્બુ સાથે જવાની જાનેમનમાં કામ કરવાની તક મળી. આપને જણાવી દઈએ કે અલાયાએ ફિલ્મ જવાની જાનેમાન ફિલ્મથી બોલિવૂડમાં પગ મૂક્યો છે. તેમના અભિનયને ખૂબ પસંદ કરવામાં આવ્યો હતો. અલાયાને અનેક એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવી છે.
Latest News Updates





