Happy Birthday : ‘જો જીતા વોહી સિકંદર’ ફેમ અભિનેત્રી પૂજા બેદી વિશે જાણો આ અજાણી વાતો

Happy Birthday : 'જો જીતા વોહી સિકંદર' ફેમ અભિનેત્રી પૂજા બેદી વિશે જાણો આ અજાણી વાતો
Pooja Bedi Birthday (File Photo)

પૂજા બેદીએ 1991માં વિષકન્યા સાથે બી-ટાઉન ડેબ્યૂ કર્યું હતું. બાદમાં, તેણીએ આમિર ખાનની 'જો જીતા વહી સિકંદર' filmમાં સહાયક ભૂમિકા પણ ભજવી હતી.

TV9 GUJARATI

| Edited By: Jalkruti Mehta

May 11, 2022 | 9:35 AM

પૂજા બેદી (Pooja Bedi) એ એક એવી Bollywood અભિનેત્રી છે, કે જેણે પોતાની બીજી ફિલ્મથી સમગ્ર દેશમાં રાતોરાત ખ્યાતિ મેળવી હતી. કલ્ટ કલાસિક ફિલ્મ ‘જો જીતા વહી સિકંદર’માં મેરિલીન મનરોની ઓળખ મેળવનારી અભિનેત્રીએ તેના Diva લુકથી સૌનું ધ્યાન આકર્ષિત કર્યું હતું. ઘણી ઓછી ફિલ્મો કરવા છતાં પણ આ અભિનેત્રીએ આજે હિન્દી ઈન્ડસ્ટ્રીમાં પોતાનું એક અલગ નામ બનાવ્યું છે. સદાબહાર અભિનેતા કબીર બેદીની(Kabir Bedi) પુત્રી પૂજા આજે 52મો જન્મદિવસ ઉજવી રહી છે. મોહક અભિનેત્રીના જન્મદિવસ પર, અમે તમને તેના વિશેની કેટલીક વાતો જણાવીશું.

પૂજાનું પારિવારિક જીવન

અભિનેત્રી પૂજા બેદી એ પીઢ અભિનેતા કબીર બેદીની પુત્રી છે, પરંતુ તેની માતા વિશે ઘણાને ખબર નથી. પૂજાની માતા, સ્વર્ગસ્થ પ્રોતિમા બેદી, એ એક જાણીતી ઓડિસી નૃત્યાંગના હતી. જેણે પોતાનું જીવન ભગવાન શિવની આરાધનામાં સમર્પિત કર્યું હતું. 1998માં પૂજાની માતાનું અવસાન થયું હતું.

તેની ફિલ્મી કારકિર્દી શરૂ કર્યા બાદ, પૂજાએ 1994માં તેના ‘લવ ઓફ ધ લાઈફ’ ફરહાન ઈબ્રાહિમ ફર્નિચરવાલા સાથે લગ્ન કર્યા હતા. જો કે, 2003માં બંને અલગ થઈ ગયા હતા.

તાજેતરમાં, તેણીએ તેના લૉંગ ટર્મ બોયફ્રેન્ડ, માણેક કોન્ટ્રાક્ટર સાથે સગાઈ કરી છે.પૂજા બેદીને તેના પહેલા લગ્નથી ફરહાન અલાયા અને ઓમર નામના 1 પુત્ર અને પુત્રી પણ છે. અલાયાએ 2020માં સૈફ અલી ખાનની ફિલ્મ ‘જવાની જાનેમન’થી બોલીવુડમાં તેનું ડેબ્યૂ કર્યું હતું.

પૂજા બેદીની ફિલ્મી કરિયર

પૂજાએ 1991માં વિષકન્યા ફિલ્મ સાથે બી-ટાઉન ડેબ્યૂ કર્યું હતું. ત્યારબાદ તેણીએ, લુટેરે અને આતંક હી આતંક નામની ફિલ્મોમાં પણ અભિનય કર્યો છે.

જો કે, તેણીની બૉલીવુડ કારકિર્દી કંઈ ખાસ સફળ રહી નથી. તેણીએ ઝલક દિખલા જા અને બિગ બોસ 5 સહિતના વિવિધ રિયાલિટી શોમાં પણ શાનદાર અભિનય કર્યો છે.

એક અજાણી વાત એ છે કે, લોકો તેણીના લેખન કૌશલ્ય વિશે વધુ જાણતા નથી. પૂજા બેદીએ ધ ટાઈમ્સ ઓફ ઈન્ડિયા, હિન્દુસ્તાન ટાઈમ્સ અને મિડ ડે જેવા વિવિધ સમાચાર પ્રકાશનો માટે કોલમ રાઇટર પણ કર્યું છે.

પૂજા બેદી સાથે જોડાયેલા વિવાદો

પૂજાએ કામસૂત્ર કોન્ડોમ કમર્શિયલમાં અભિનય કર્યો હતો, જેના પર દૂરદર્શન દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. એ સમયે, સૌપ્રથમ વખત ટેલિવિઝન પર આવી વિવાદાસ્પદ જાહેરાત પ્રસારિત કરવામાં આવી હતી. જો કે, કોમર્શિયલ લોન્ચિંગ પૂરું થતાં જ તેને દૂરદર્શન પર પ્રસારિત કરવાની મનાઈ ફરમાવવામાં આવી હતી.

2000માં, પૂજા અને બૉલીવુડ સુપરસ્ટાર અમિતાભ બચ્ચન વચ્ચે ઝઘડો થયો હોવાના અહેવાલો પણ સામે આવ્યા હતા. જ્યારે અભિનેત્રીએ તેને એક પત્ર લખ્યો હતો. જેમાં જણાવાયું હતું કે, ‘શા માટે આ માણસ આટલો બદમાશ છે?’. બિગ બીના ઇન્ટરવ્યુ પછી તરત જ, બિગ બીએ જાણીતી ચેનલને તેને કાઢી નાખવા માટે કહ્યું હતું. આ ઈન્ટરવ્યુ ક્યારેય પણ પ્રસારિત થઈ શક્યો નથી.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati