Ponniyin Selvan : ફિલ્મમાંથી ઐશ્વર્યા રાય બચ્ચનનો લૂક થયો લીક, આ અવતારમાં જોવા મળી અભિનેત્રી

|

Aug 24, 2021 | 8:23 PM

ઐશ્વર્યા રાય બચ્ચન ટૂંક સમયમાં ફિલ્મ પોન્નિયન સેલવનમાં જોવા મળશે. મણિરત્નમ આ ફિલ્મનું નિર્દેશન કરી રહ્યા છે જેની સાથે ઐશ્વર્યાએ ભૂતકાળમાં ઘણી હિટ ફિલ્મો આપી છે.

Ponniyin Selvan : ફિલ્મમાંથી ઐશ્વર્યા રાય બચ્ચનનો લૂક થયો લીક, આ અવતારમાં જોવા મળી અભિનેત્રી
Aishwarya Rai Bachchan

Follow us on

ઐશ્વર્યા રાય બચ્ચન (Aishwarya Rai Bachchan) લાંબા સમયથી મોટા પડદાથી દૂર છે, પરંતુ હવે તે ફિલ્મ પોન્નિયન સેલવન (Ponniyin Selvan) માં જોવા મળશે. ફિલ્મમાંથી ઐશ્વર્યાનો લુક બહાર આવ્યો છે, જેને જોઈને તમે પણ અભિનેત્રીના દીવાના થઈ જશો. ઐશ્વર્યાએ લાલ રેશમી સાડી અને ભારે સોનાના દાગીના પહેર્યા છે જેમાં નેકલેસ, બંગડીઓ, મોટી ઇયરિંગ્સ, માંગ ટીકાનો સમાવેશ થાય છે. આ લુકમાં ઐશ્વર્યા કોઈ મહારાણીથી ઓછી નથી દેખાતી. આ સાથે, તેમના હાથમાં એક પંખો છે જેની સાથે તે તેના ચહેરા પર હવા ઉડાડી રહી છે.

અહીં જુઓ ઐશ્વર્યા રાયનો ફોટો see aishwarya rai photo

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

ઐશ્વર્યાની આજુબાજુ ફિલ્મની આખી ટીમ જોવા મળે છે અને તેમની પાસે એક મોટું બૂમ માઇક રાખવામાં આવ્યું છે. અભિનેત્રી ફિલ્મમાં નંદિની અને તેની માતા મંદાકિની એટલે કે ડબલ રોલમાં જોવા મળશે. મણિરત્નમ ફિલ્મનું નિર્દેશન કરી રહ્યા છે.

ફિલ્મમાં ઐશ્વર્યા સિવાય વિક્રમ, કાર્થી, ત્રિશા કૃષ્ણા, પ્રકાશ રાજ, જયરામ રવિ અને ઐશ્વર્યા લક્ષ્મી જેવા અન્ય સ્ટાર્સ છે. તે કલ્કી કૃષ્ણમૂર્તિની 1995 ની નોવેલ પોન્નિયન સેલવન પર આધારિત છે. આ પુસ્તક સાઉથના સૌથી શક્તિશાળી રાજા પર આધારિત છે.

વર્ષો પછી ફરી કરી રહી છે મણિરત્નમ સાથે કામ

 

પોન્નિયન સેલવન દ્વારા ઐશ્વર્યા વર્ષો પછી મણિરત્નમ સાથે કામ કરી રહી છે. અગાઉ તે રાવણ અને ગુરુમાં સાથે કામ કરી ચૂકી છે. એ.આર રહેમાને ફિલ્મમાં તેનું સંગીત આપ્યું છે. ત્યાંજ સિનેમેટોગ્રાફર રવિ વર્મને ફિલ્મનું શૂટિંગ કર્યું છે. ઐશ્વર્યા થોડા દિવસો પહેલા ફિલ્મના શૂટિંગ માટે મધ્યપ્રદેશ ગઈ હતી અને તાજેતરમાં તે મુંબઈ પરત આવી હતી.

જણાવી દઈએ કે ઐશ્વર્યા છેલ્લે વર્ષ 2018 માં ફિલ્મ ફન્ને ખામાં જોવા મળી હતી, જેમાં તેમની સાથે અનિલ કપૂર અને રાજકુમાર રાવ મુખ્ય ભૂમિકામાં હતા. ફિલ્મને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો.

પ્રેગ્નન્સીના સમાચાર આવી રહ્યા છે

છેલ્લા કેટલાક દિવસોથી ઐશ્વર્યા પ્રેગ્નન્સીના સમાચારોને કારણે હેડલાઇન્સમાં છે. જ્યારે પણ અભિનેત્રી બહાર જોવા મળે છે, ત્યારે તેની ડ્રેસિંગ સેન્સ જોઈને ચાહકો પૂછે છે કે શું તે પ્રેગ્નેન્ટ છે. તેમના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે.

જો કે, અત્યાર સુધી અભિનેત્રી કે તેના પરિવારમાંથી કોઈએ આ બાબતે કમેન્ટ કરી નથી.

 

આ પણ વાંચો :- Spotted : ઓફ વ્હાઇટ સૂટ પહેરીને જીમમાં પહોંચી સારા અલી ખાન, ટ્રેનર નમ્રતા સાથે મજેદાર સ્ટાઇલમાં જોવા મળી

આ પણ વાંચો :- Spotted : મોંઘી કાર છોડીને Saif Ali Khan એ ઉપાડી બાઈક, શૂટિંગ કરવા મઢ જાતા દેખાયા અભિનેતા

Next Article