જ્યારે લાહોરમાં એક પાકિસ્તાનીએ સામ માણેકશાના પગમાં મૂકી દીધી હતી પાઘડી…જાણો તેમની સાથે જોડાયેલી રસપ્રદ વાતો
પાકિસ્તાની યુદ્ધ કેદીઓને લઈને પાકિસ્તાનમાં ઘણી અફવાયો ચાલી રહી હતી કે ભારતમાં તેમને ખાવાનું પણ આપવામાં આવતું નથી. લાહોરમાં આર્મી ચીફની બેઠક યોજાઈ હતી. ભારત તરફથી જનરલ માણેકશાને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. ત્યારે માણેકશા સાથે એક ઘટના બની. જે ઘટનાએ જુઠ્ઠાણાનો પર્દાફાશ કર્યો.
1971ના યુદ્ધના અંત પછી પાકિસ્તાનમાંથી હજારો યુદ્ધ કેદીઓને ભારત લાવવામાં આવ્યા હતા અને તેમના માટે જેલ કેમ્પ બનાવવામાં આવ્યા હતા. માણેકશા તમામ છાવણીઓની મુલાકાત લેતા અને યુદ્ધ કેદીઓને મળતા અને તેમને પૂછતા કે તેમને કોઈ સમસ્યા તો નથી ને. યુદ્ધ કેદીઓમાં એક પાકિસ્તાની કર્નલ પણ સામેલ હતા.
તેમણે માણેકશાને કહ્યું કે સાહેબ જો તમે કુરાનની નકલ અપાવો તો તે અમારા માટે એક મોટો ઉપકાર હશે. માણેકશાએ એક માણસને રાજપૂતાના રાઈફલ્સ સેન્ટરમાં મોકલ્યો. ત્યાં એક મુસ્લિમ ટુકડી હતી. માણેકશાએ તેમની પાસેથી કુરાન લીધું અને સાંજ પહેલા પાક કર્નલને આપી દીધું.
પાકિસ્તાની કર્નલ તેમની વર્તણૂક જોઈને ખૂબ પ્રભાવિત થયા અને કહ્યું કે મેં તમારા વિશે ઘણું સાંભળ્યું છે. મને અફસોસ છે કે તમે મારા કમાન્ડર નથી. બીજા એક પ્રસંગની વાત કરીએ તો, જ્યારે માણેકશાએ પાકિસ્તાની સૈનિકના ખભા પર હાથ મૂકીને તેની તબિયત વિશે પૂછ્યું, ત્યારે તેણે લગભગ રડતાં રડતાં કહ્યું કે અમે ફક્ત અમારા લશ્કરના સેનાપતિઓને દૂરથી જોઈ શકતા હતા. તે ક્યારેય સૈનિકો સાથે આ રીતે રૂબરૂ વાત કરતા નહોતા.
પાકિસ્તાની યુદ્ધ કેદીઓને લઈને પાકિસ્તાનમાં ઘણી અફવાયો ચાલી રહી હતી કે ભારતમાં તેમને ખાવાનું પણ આપવામાં આવતું નથી. આ વચ્ચે એક દિવસ માણેકશા સાથે એક ઘટના બની. જે ઘટનાએ જુઠ્ઠાણાનો પર્દાફાશ કર્યો. બન્યું એવું કે લાહોરમાં આર્મી ચીફની બેઠક યોજાઈ હતી. ભારત તરફથી જનરલ માણેકશાને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. પાકિસ્તાની સેનાએ લાહોર ગવર્નર હાઉસમાં ભોજનનું આયોજન કર્યું હતું.
આ પણ વાંચો સાત ગોળી વાગ્યા બાદ પણ જીવિત રહ્યા હતા સામ માણેકશા, જાણો 1971ના યુદ્ધના હીરોની કહાની
જમ્યા પછી માણેકશાને કહેવામાં આવ્યું કે ગવર્નર હાઉસનો સ્ટાફ તેમને મળવા માંગે છે. જ્યારે માણેકશા તેમને મળવા આવ્યા ત્યારે એક પાકિસ્તાની કર્મચારીએ તેની પાઘડી ઉતારીને માણેકશાના પગ પાસે મૂકી દીધી. તેમણે કારણ પૂછ્યું તો પેલા માણસે જવાબ આપ્યો કે સાહેબ, મારા પાંચ પુત્રો તમારી કસ્ટડીમાં છે. તે મને પત્રો લખે છે. તેમણે લખ્યું કે તમે તેમને કુરાન આપ્યું છે. તો સુવા માટે પલંગ પણ આપ્યા છે, જ્યારે તમારા સૈનિકો જમીન પર ઊંઘે છે. હવે હું એવા લોકો પર ક્યારેય વિશ્વાસ નહીં કરું જેઓ હિન્દુઓને ખરાબ કહે છે.