OTT Platform : બોલીવુડના આ એક્ટરે OTTને કહી દીધું અલવિદા, કહ્યું કે- ધંધો બની ગયો છે

|

Nov 01, 2021 | 9:11 AM

છેલ્લા કેટલાક સમયથી બૉલીવુડ એક્ટર નવાઝુદ્દીન OTT પ્લેટફોર્મ અને તેના કન્ટેન્ટ વિશે પોતાની નારાજગી વ્યક્ત કરી રહ્યો છે. હવે નવાઝુદ્દીને જાહેરાત કરી છે કે તે હવે OTT પર કામ નહીં કરે. એક ઈન્ટરવ્યુમાં આ વિશે વાત કરતા નવાઝે કહ્યું કે OTT પ્લેટફોર્મ મોટા પ્રોડક્શન હાઉસ માટે બિઝનેસ બની ગયો છે.

OTT Platform : બોલીવુડના આ એક્ટરે OTTને કહી દીધું અલવિદા, કહ્યું કે- ધંધો બની ગયો છે
Nawazuddin Siddiqui

Follow us on

નવાઝુદ્દીન સિદ્દીકીની(Nawazuddin Siddiqui) ગણના ફિલ્મ ઈન્ડસ્ટ્રીના (film industry) બહેતરીન સ્ટાર્સ પૈકી એકમાં થાય છે. નવાઝુદ્દીને OTT પ્લેટફોર્મ પર Netflixની પ્રખ્યાત વેબ સિરીઝ ‘સેક્રેડ ગેમ્સ’થી ડેબ્યૂ કર્યું હતું. પરંતુ હવે તેણે OTTની દુનિયાને અલવિદા કહી દીધું છે. નવાઝુદ્દીન સિદ્દીકીના ફેન્સ આ નિર્ણયથી ઘણા નિરાશ થયા છે.

નવાઝુદ્દીન સિદ્દીકી શરૂઆતથી જ OTT પ્લેટફોર્મનો એક ભાગ છે. તેણે ‘રાત અકેલી હૈ’, ‘ઘૂમકેતુ’ અને ‘સીરિયસ મેન’ જેવી સારી ફિલ્મોમાં કામ કર્યું છે. નવાઝનું કામ દર્શકોને ખૂબ પસંદ આવ્યું હતું અને કોરોના સમયગાળા દરમિયાન આ પ્રોજેક્ટ્સ દર્શકોના મનોરંજનનો ભાગ હતા.

પરંતુ છેલ્લા કેટલાક સમયથી નવાઝુદ્દીન OTT પ્લેટફોર્મ અને તેના કન્ટેન્ટ વિશે પોતાની નારાજગી વ્યક્ત કરી રહ્યો છે. હવે નવાઝુદ્દીને જાહેરાત કરી છે કે તે હવે OTT પર કામ નહીં કરે. એક ઈન્ટરવ્યુમાં આ વિશે વાત કરતા નવાઝે કહ્યું કે OTT પ્લેટફોર્મ મોટા પ્રોડક્શન હાઉસ માટે બિઝનેસ બની ગયો છે.

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024

નવાઝુદ્દીન સિદ્દીકીએ પોતાના ઈન્ટરવ્યુમાં કહ્યું, “આ પ્લેટફોર્મ બિનજરૂરી શો માટે ડમ્પિંગ ગ્રાઉન્ડ બની ગયું છે. આપણી પાસે કાં તો એવા શો છે જે જોવા લાયક નથી અથવા સિક્વલ છે જેમાં કહેવા માટે કંઈ નથી. જ્યારે મેં નેટફ્લિક્સ માટે સેક્રેડ ગેમ્સ પર કામ કર્યું, ત્યારે ડિજિટલ પ્લેટફોર્મમાં કામ કરવાનો ઉત્સાહ અને પડકાર હતો. પણ હવે એ તાજગી જતી રહી છે.

તેણે આગળ કહ્યું, “તે મોટા પ્રોડક્શન હાઉસ અને અભિનેતાઓ માટે એક વ્યવસાય બની ગયો છે, જેઓ હવે OTT પ્લેટફોર્મ પર કહેવાતા સ્ટાર્સ છે. બોલિવૂડના મુખ્ય ફિલ્મ નિર્માતાઓએ તમામ મુખ્ય OTT પ્લેટફોર્મ્સ સાથે આકર્ષક સોદા કર્યા છે. અનલિમિટેડ કન્ટેન્ટ બનાવવા માટે નિર્માતાઓને ભારે કિંમત ચૂકવવામાં આવે છે.પરંતુ ગુણવતા હોતી નથી.

નવાઝુદ્દીન કહે છે કે હવે OTT શો તેના માટે અસહ્ય બની ગયા છે. તેણે કહ્યું, “હું તેમને જોવાનું સહન કરી શકતો નથી તેથી હું તેમાં કેવી રીતે કામ કરી શકું. હવે OTT પર અમારી પાસે આ કહેવાતા સ્ટાર્સ છે જેઓ મોટા પૈસા માંગે છે અને A-લિસ્ટ સ્ટાર્સની જેમ નખરા પણ બતાવે છે.

તે લોકોએ ભૂલી જાય છે કે, કન્ટેન્ટ જ કિંગ છે. આ લોકડાઉન અને ડિજિટલ ડોમિનેશન પહેલાં, A-લિસ્ટ સ્ટાર્સ તેમની ફિલ્મો 3000 થિયેટરોમાં રિલીઝ કરતા હતા. લોકો પાસે તેમને જોવા સિવાય કોઈ વિકલ્પ નહોતો. હા. હવે તેની પાસે અમર્યાદિત ચોઈસ છે.

આ પણ વાંચો : Aishwarya Rai Bachchan Birthday: 3 વર્ષ નાના અભિષેક સાથેના લગ્નના ફેંસલાને લઈને ચોંકાવનાર ઐશ્વર્યાના સલમાન સાથે પણ હતા વિવાદસ્પદ સંબંધ

આ પણ વાંચો : શાહરુખ- ગૌરી ખાને, પોતાના લાડલા આર્યનખાન માટે લીધો મોટો ફેંસલો ! જાણો જામીન પર છુટ્યા બાદ શું લીધો નિર્ણય ?

Next Article