Oscar Awards 2022 : ક્રિસ રોકને થપ્પડ માર્યા બાદ વિલ સ્મિથ હવે સાઈકોલોજિકલ થેરેપીની મદદ લઈ રહ્યો છે

|

May 06, 2022 | 2:43 PM

આ બહુચર્ચિત થપ્પડ કાંડના થોડા સમય બાદ વિલ સ્મિથ (Will Smith) મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યો હતો. મીડિયા હાઉસીસ દ્વારા ત્યારે વિલ વિશે કહેવામાં આવ્યું હતું કે વિલ તેની હરકતનો પશ્ચાતાપ કરવા માટે ભારત આવ્યો છે.

Oscar Awards 2022 : ક્રિસ રોકને થપ્પડ માર્યા બાદ વિલ સ્મિથ હવે સાઈકોલોજિકલ થેરેપીની મદદ લઈ રહ્યો છે
Will Smith & Chris Rock (File Photo)

Follow us on

94મા ઓસ્કાર એવોર્ડ ફંક્શન (Oscar Awards 2022) દરમિયાન કોઈએ વિચાર્યું ન હતું કે તે દિવસ ‘ઓસ્કાર’ ઈતિહાસના પાનામાં ખોટા કારણોસર યાદ કરવામાં આવશે. વિલ સ્મિથની (Will Smith) એક ભૂલ તેને ઘણી મોંઘી પડી છે. આ માટે તે પ્રાયશ્ચિત કરવા ભારત પણ આવ્યો હતો. ઓસ્કાર એવોર્ડ સેરેમનીમાં હોસ્ટ ક્રિસ રોકને (Chris Rock) જાહેરમાં થપ્પડ મારવાની ઘટનાને કારણે ત્યાં હાજર દરેક લોકો ગભરાઈ ગયા હતા. આ મુદ્દે, અભિનેતા વિલ સ્મિથની પણ ઘણી ટીકા થઈ હતી.

જે સેરેમનીમાં તેને શ્રેષ્ઠ અભિનેતા માટેનો ઓસ્કાર એવોર્ડ મળ્યો હતો, તેણે જ વિલ સ્મિથ પર 10 વર્ષનો પ્રતિબંધ મુક્યો છે. હોલીવુડ રિપોર્ટ્સના જણાવ્યા અનુસાર, વિલ સ્મિથ આ ઘટના બાદ ખુબ ગ્લાનિ અનુભવી રહ્યો છે. તેથી તે માનસિક શાંતિ માટે હાલમાં થેરેપી લઈ રહ્યો છે અને આ આઘાતમાંથી બહાર આવવાનો પ્રયાસ કરી રહ્યો છે.

વિલ સ્મિથ માનસિક શાંતિ માટે ભારત આવ્યો હતો

બહુચર્ચિત થપ્પડ કાંડ બાદ વિલ સ્મિથ મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યો હતો. સોશિયલ મીડિયા પર લોકોની આ અંગે અલગ-અલગ પ્રતિક્રિયા જોવા મળી હતી. જો કે, વિલ સ્મિથનો ભારત સાથે ખાસ સંબંધ છે. ઉત્તરાખંડ સ્થિત તીર્થધામ હરિદ્વાર સાથે તેનો ગાઢ સંબંધ છે. વિલ સ્મિથે આ પહેલા વર્ષ 2018માં ભારતની મુલાકાત લીધી હતી. પછી તે હરિદ્વાર ગયો હતું. આ દરમિયાન તેણે ભગવાન શંકરનો રુદ્રાભિષેક પણ કર્યો હતો.

ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો

વિલ સ્મિથ મા ગંગામાં પણ ખુબ જ વિશ્વાસ ધરાવે છે, તેથી તેણે ગંગા આરતીનો આનંદ પણ માણ્યો હતો. વિલે કહ્યું કે, તેણે આ સમય ખૂબ જ એન્જોય કર્યો છે. તેણે આ પ્રવાસને ખૂબ જ અદ્ભુત અને અલૌકિક ગણાવ્યો હતો.

ક્રિસની માતા વિલ પર ગુસ્સે હતી

બહુચર્ચિત થપ્પડ વિવાદના લગભગ 1 મહિના બાદ ક્રિસ રોકને થપ્પડ મારવા બદલ તેની માતા રોઝ રોકની પ્રતિક્રિયા સામે આવી છે. ક્રિસ રોકની માતા રોઝ રોક વ્યવસાયે લેખક અને પ્રેરક વક્તા છે. ઓસ્કરમાં ક્રિસ સાથેની ઘટના બાદથી, રોઝે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, તેનો પુત્ર ક્રિસ સારો દેખાવ કરી રહ્યો છે. ક્રિસ હજી પણ તેની સાથે જે બન્યું તેમાંથી બહાર આવવાનો પ્રયાસ કરી રહ્યો છે.

વિલની થપ્પડનો જવાબ આપતા રોઝ રોકે કહ્યું કે, ”વિલે માત્ર ક્રિસને જ નહીં પરંતુ આપણા બધાને થપ્પડ મારી હતી. તેણે મને થપ્પડ મારી છે. જ્યારે તમે મારા બાળકને નુકસાન પહોંચાડ્યું ત્યારે તમે મને પણ નુકસાન પહોંચાડ્યું હતું.”

 

Published On - 2:41 pm, Fri, 6 May 22

Next Article