ફરી એકવાર સલમાન ખાન પોતાના ફેન્સ પર થયા ગુસ્સે, પોસ્ટર પર દૂધ ચડાવનારાઓને કરી આ વિનંતી

|

Nov 28, 2021 | 7:28 PM

સલમાન ખાનની ફિલ્મ અંતિમ સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે. ભાઈજાનની ફિલ્મની રિલીઝની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા.

ફરી એકવાર સલમાન ખાન પોતાના ફેન્સ પર થયા ગુસ્સે, પોસ્ટર પર દૂધ ચડાવનારાઓને કરી આ વિનંતી
Salman Khan

Follow us on

બોલિવૂડ એક્ટર સલમાન ખાનની ફિલ્મ અંતિમ સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે. ભાઈજાનની ફિલ્મની રિલીઝની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. લાંબા સમય બાદ સલમાનની ફિલ્મ સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. જેને જોવા માટે ફેન્સ પણ ખૂબ જ ઉત્સાહિત છે. આ ફિલ્મમાં સલમાન સાથે આયુષ શર્મા લીડ રોલમાં છે. ચાહકોને ઘણો પ્રેમ કરનાર સલમાન આ વખતે તેમનાથી નારાજ થઈ ગયો છે.

સલમાને સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરીને ચાહકોને અપીલ કરી છે. તેમણે નારાજગી પણ વ્યક્ત કરી છે. સલમાને 24 કલાકમાં બીજી વખત આવી પોસ્ટ શેર કરી છે.

વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો

સલમાન ખાને સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે જેમાં લોકો સલમાનના અંતિમના પોસ્ટર પર દૂધ ચઢાવતા જોવા મળી રહ્યા છે અને ઘણા લોકો વીડિયો બનાવી રહ્યા છે. આ જોઈને સલમાન ફેન્સ પર ગુસ્સે થઈ ગયા હતા.

વીડિયો શેર કરતા સલમાને લખ્યું- ઘણા લોકો પાસે પાણી નથી અને તમે આવું દૂધ બગાડો છો. જો તમારે દૂધ આપવું જ હોય ​​તો હું તમામ ચાહકોને વિનંતી કરું છું કે તમે એવા ગરીબ બાળકોને ખવડાવો, જેમને દૂધ પીવાનું મળતું નથી.

આ પહેલા પણ સલમાને એક વીડિયો શેર કર્યો હતો. જેમાં ફેન્સ થિયેટર્સમાં સલમાનની એન્ટ્રી પર ફટાકડા ફોડતા જોવા મળે છે. આ વીડિયોને શેર કરતા સલમાને લખ્યું- હું મારા તમામ ચાહકોને વિનંતી કરું છું કે ઓડિટોરિયમમાં ફટાકડા ન લઈ જાઓ કારણ કે, તે આગનો મોટો ખતરો સાબિત થઈ શકે છે, જે તમારા અને અન્યના જીવનને જોખમમાં મૂકી શકે છે.

સલમાન ખાને આગળ કહ્યું- હું થિયેટરના માલિકને વિનંતી કરું છું કે લોકોને ફટાકડા લઈ જવાની મંજૂરી ન આપો અને સુરક્ષાએ તેમને એન્ટ્રી પોઈન્ટ પર જ રોકવા જોઈએ. ફિલ્મનો આનંદ માણો અને કૃપા કરીને ફટાકડા લઈ જવાનું ટાળો. મારા બધા ચાહકોને મારી આ વિનંતી છે. આભાર.

 

આ પણ વાંચો: HAL Recruitment 2021: ફિઝિયોથેરાપિસ્ટ સહિત અનેક જગ્યાઓ માટે ભરતી, જાણો કેવી રીતે કરવી અરજી

આ પણ વાંચો: ખુશખબર : ઈન્ડિયન એરફોર્સમાં જોડાવા માગતા ઉમેદવારો માટે ઉતમ તક, જાણો ભરતીની સમગ્ર પ્રક્રિયા

Next Article