Video : સુશાંત સિંહ રાજપૂતના જન્મદિવસ પર બહેન શ્વેતાએ શેર કરી ઈમોશનલ પોસ્ટ, જોઈને ફેન્સ થયા ભાવુક

|

Jan 21, 2022 | 2:39 PM

સુશાંત સિંહ રાજપૂતની જન્મજયંતિ પર તેની બહેન શ્વેતા સિંહ કીર્તિએ તેની ફિલ્મી સફરની મહત્વપૂર્ણ ક્ષણોને એક વીડિયો દ્વારા દર્શાવી છે. આ વીડિયો જોઈને ફેન્સ ઈમોશનલ થઈ રહ્યા છે.

Video : સુશાંત સિંહ રાજપૂતના જન્મદિવસ પર બહેન શ્વેતાએ શેર કરી ઈમોશનલ પોસ્ટ, જોઈને ફેન્સ થયા ભાવુક
Sushant singh rajput and Shweta Singh (File Photo)

Follow us on

Sushant Singh Rajput Birth Anniversary : આજે સુશાંત સિંહ રાજપૂતનો (Sushant Singh Rajput Birthday) 36મો જન્મદિવસ છે. તે ભલે આજે આ દુનિયામાં નથી પરંતુ તેનો પરિવાર અને ચાહકો તેના ખાસ દિવસને ખૂબ જ પ્રેમથી ઉજવી રહ્યા છે. છેલ્લા લગભગ બે વર્ષથી સુશાંતના ન્યાય માટે અભિયાન ચલાવી રહેલી તેની બહેન શ્વેતા સિંહ (Shweta Singh) કીર્તિએ તેના ભાઈના જન્મદિવસ પર એક ઈમોશનલ પોસ્ટ કરી છે. આ પોસ્ટમાં એક ઈમોશનલ નોટ સાથે એક વીડિયો પણ છે. આ વીડિયો જોઈને તેના ફેન્સ ઈમોશનલ થઈ ગયા છે.

તમને જણાવી દઈએ કે, ચાહકોએ ફરીથી સુશાંતના ન્યાય માટે હેશટેગ્સ ચલાવવાનું શરૂ કર્યું છે. આ વીડિયોમાં સુશાંતની ફિલ્મ ‘કેદારનાથ’નું એક સોંગ છે અને સુશાંતની ફિલ્મી સફર વિશે આ વીડિયો ક્લિપમાં દર્શાવવામાં આવ્યુ છે.

ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો

જુઓ વાયરલ પોસ્ટ

આજે દિવંગત બોલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતનો જન્મદિવસ તેના પરિવાર અને તેના ચાહકો દ્વારા ઉજવવામાં આવી રહ્યો છે. તેની બહેન શ્વેતા સિંહે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી વીડિયો શેર કરીને એક ઈમોશનલ પોસ્ટ (Emotional Post) લખી છે. તેણે લખ્યું છે કે, મારા ભાઈ..જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ, અમે તમારા સપના પૂરા કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. તમારો વારસો આજે પણ જીવંત છે. પ્રો ટીમનો ખૂબ ખૂબ આભાર, તમે સરસ કામ કર્યું છે. આ સાથે તેણે સુશાંત ડે નામનું હેશટેગ પણ ચલાવ્યુ છે.

વીડિયોમાં સુશાંતના જીવનની મહત્વપૂર્ણ ક્ષણો

સુશાંત માટે બનાવેલો આ વીડિયો જોઈને તેના ફેન્સ ખૂબ જ ભાવુક થઈ રહ્યા છે. આ વીડિયોમાં સુશાંતના જીવનની ખાસ ક્ષણોનો સમાવેશ કરવામાં આવ્યો છે. હાલ આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. સુશાંતના ફેન્સ આ વીડિયો પર પોતાની પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 1 લાખથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે.

આ પણ વાંચો : Sushant Singh Rajput Birthday: સુશાંત સિંહના 10 બેસ્ટ ફિલ્મી ડાયલોગ્સ, જે હંમેશા ફેન્સના મનમાં ગુંજતા રહેશે

આ પણ વાંચો :  Birthday Wish: આયુષ્માન ખુરાનાએ તાહિરા માટે લખી બર્થડે નોટ, 21 વર્ષ પહેલાં પત્ની માટે ગાયેલું ગીત કર્યું શેર

Published On - 2:39 pm, Fri, 21 January 22

Next Article