OMG : ગશ્મીર મહાજનીએ છોડ્યો પોતાનો શો ‘Imlie’, ચાહકોને લાગ્યો આંચકો

|

Aug 31, 2021 | 6:25 PM

ગશ્મીર મહાજનીએ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ઈન્સ્ટાની કેટલીક સ્ટોરી પોસ્ટ કરી હતી જેમાં તેમણે શોમાંથી તેમના અલગ થવાના વિશે વાત કરી હતી.

OMG : ગશ્મીર મહાજનીએ છોડ્યો પોતાનો શો Imlie, ચાહકોને લાગ્યો આંચકો
Gashmir Mahajani

Follow us on

ટીવી ટીઆરપી ચાર્ટમાં ધુમ મચાવા વાળો લોકપ્રિય ડેલી સોપ ‘ઇમલી’ (Imlie) સિરિયલમાં મોટો ફેરફાર થયો છે. હા, શોમાં આદિત્ય કુમાર ત્રિપાઠી (Aditya Kumar Tripathi) ની ભૂમિકા ભજવી રહેલા અભિનેતા ગશ્મીર મહાજની ( Gashmeer Mahajani) એ હવે શોને અલવિદા કહી દીધો છે.

આ સમાચારે ચાહકોને હચમચાવી દીધા છે. તમને જણાવી દઈએ કે, આ શોમાં અનેક પ્રકારના કાવતરા રચવામાં આવી રહ્યા છે. જ્યાં માલિનીની પહેલેથી જ ઇમલી અને આદિત્યના પ્રેમ પર નજર હતી, ત્યાં હવે તેમાં સત્યકામની પણ વિલન વાળી એન્ટ્રી થઈ ગઈ છે. આવી સ્થિતિમાં આદિત્ય કુમાર ત્રિપાઠી જેવા શોના મહત્વના પાત્રનો શો છોડીને જાવું દર્શકોને જરાય પણ સમજાતું નથી.

કોરિયોગ્રાફર રેમો ડિસોઝાએ ખરીદ્યું પોતાનું ડ્રીમ હાઉસ, ગૃહપ્રવેશની તસવીરો આવી સામે
પાકિસ્તાનમાં જમરૂખ વેચનાર સામે 2025નો પહેલો કેસ, જાણો શું હતું કારણ
સુરતના 8 સૌથી અમિર વ્યક્તિઓનું લિસ્ટ, જોઈ લો
વેલણ-પાટલી પણ બનાવી શકે છે તમને અમીર, જાણો વાસ્તુના આ નિયમો
આ છે દુનિયાનું સૌથી નાનું શહેર પરંતુ વિશેષતા ચોંકાવનારી
ભારતના આ 7 સ્ટેશન પરથી વિદેશ જાય છે ટ્રેન, જાણો નામ

તમને જણાવી દઈએ કે, ગશ્મીર મહાજનીએ ગયા દિવસે તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર કેટલીક ઈન્સ્ટા સ્ટોરી પોસ્ટ કરી છે. જેમાં તેમણે કહ્યું છે કે તે હવે શો છોડી રહ્યો છે. આ વીડિયોમાં એક્ટર તેમના શૂટિંગના સેટ પર જોવા મળે છે. જ્યાં તે કહે છે કે “આ સેટ પર આજે મારો છેલ્લો દિવસ છે, છેલ્લા 9 મહિનાથી અમે અહીં સતત કામ કરી રહ્યા છીએ.” આ સાથે, તે ચાહકોને તેમના ડાયરેક્ટર અને સેટ પર હાજર ક્રિએટિવ ડિઝાઇનરની પણ મુલાકાત કરાવે છે.


આ બધાની વચ્ચે, અભિનેતા ક્યાંય ઉલ્લેખ કરતા નથી કે શા માટે તેમણે શો છોડવાનો નિર્ણય કર્યો છે. કારણ કે આ વખતે આ શોમાં તેમનો ટ્રેક સારો ચાલી રહ્યો છે. જ્યાં અભિનેતાએ આજે ​​સોશિયલ મીડિયા પર એક પોસ્ટ મૂકી છે અને કહ્યું છે કે તે આજે ઇન્સ્ટાગ્રામ પર લાઇવ આવશે. જ્યાં તેઓ તેમના તમામ ચાહકો સાથે ખૂબ જ ખાસ વાતચીત કરવા જઈ રહ્યા છે.

આ શોમાં દર્શકોએ ગશ્મીર મહાજનીને ખૂબ પસંદ કર્યા હતા. ઈમલી સાથે તેમની જોડીએ ટીઆરપી ચાર્ટમાં પણ મજબૂત સ્થાન બનાવ્યું છે. પરંતુ હવે ચાહકો સમજી શક્તા નથી કે ગશ્મીર મહાજાનીએ આ શો કેમ છોડવો પડી રહ્યો છે. આ પહેલા પણ, ઘણા સ્ટાર્સ આ રીતે વાત કર્યા બાદ શોમાં આપણને પાછા દેખાયા છે. હવે શું અભિનેતા ખરેખર આ શો છોડી રહ્યા છે અથવા આ એક ટ્વિસ્ટ છે, તેને જોવાની ખૂબ જ મજા આવશે.

 

આ પણ વાંચો :- Janmashtami 2021 : અમિતાભ બચ્ચનથી લઈને કાજલ અગ્રવાલ સુધી, બોલિવૂડ સેલેબ્સે ચાહકોને પાઠવી જન્માષ્ટમીની શુભેચ્છા

આ પણ વાંચો :- Alia Bhattએ શેર કરી પોતાની એવી સુંદર તસ્વીરો, આ ફોટા પર આપી રણવીર સિંહે હાર્ટ ઈમોજી

Next Article