Akshay Kumar પાસેથી હવે તમે શીખી શકો છો અભિનય, ‘ખિલાડી’ એ શરૂ કર્યાં પ્રોફેશનલ માસ્ટર ક્લાસ

|

Jul 15, 2021 | 2:40 PM

તાજેતરમાં અક્ષયનો મ્યુઝિક વીડિયો ફિલહાલ 2 રિલીઝ થયો છે. આ ગીત રિલીઝ થયાના કેટલાક સમયમાં તેના નામે ઘણા રેકોર્ડ્સ બનાવ્યા છે. હવે તેમની ફિલ્મ બેલ બોટમ ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહી છે.

Akshay Kumar પાસેથી હવે તમે શીખી શકો છો અભિનય, ખિલાડી એ શરૂ કર્યાં પ્રોફેશનલ માસ્ટર ક્લાસ
Akshay Kuma

Follow us on

બોલિવૂડ અભિનેતા અક્ષય કુમાર (Akshay Kumar) તેમના શાનદાર અભિનય માટે જાણીતા છે. તે હંમેશાં સામાજિક મુદ્દાઓ પર ફિલ્મો બનાવે છે, જે ચાહકોનું દિલ જીતી લે છે. ઘણા લોકો અક્ષય કુમાર પાસેથી અભિનેતા બનવાની પ્રેરણા લે છે. તે અક્ષયની જેમ બનવા માંગે છે. પરંતુ અક્ષય કુમાર જેવા સફળ અભિનેતા બનવું સરળ નથી. તેના માટે તમારે વધુ મહેનત કરવી પડશે. હવે અક્ષય લોકોને ઓનલાઇન અભિનય શીખવવા જઇ રહ્યા છે.

અક્ષયે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે. વીડિયો શેર કરતી વખતે તેમણે લખ્યું – જ્યારે હું અભિનેતા બનવાનો પ્રયત્ન કરી રહ્યો હતો, ત્યારે અમને ક્યારેય તેને ઔપચારિક રીતે શીખવાની તક મળી નહીં. હવે સમય બદલાઈ ગયો છે, તમે હવે મારી પ્રોફેશનલ માસ્ટર ક્લાસમાં અટેન્ડ કરી શકો છો અને મારા 30 વર્ષની જર્નીમાંથી કંઇક શીખી શકો છો.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

અહીં જુઓ અક્ષય કુમારની પોસ્ટ


વીડિયોમાં અક્ષય કહે છે- શું હું મેથર્ડ એક્ટર છું? જ્યાં સુધી હું મારા દરેક પાત્રને સારી રીતે સમજી લવ છું. મને એક પાત્રથી બીજા પાત્રમાં જવા માટે બહુ સમય લાગતો નથી. હું મારા હિસાબે ચાલું છું. આ મારું મેથર્ડ છે. હું કોઈ પાત્રને કેવી રીતે ભજવવું છે તે અંગેની પ્રેરણા ઘણીવાર વાસ્તવિક જીવનમાંથી લવ છું. આજીવન તમે કરેલા નાના દ્રશ્યને લીધે યાદ રાખી શકો છો. આ સત્રમાં હું તમારી સાથે ભારતીય સિનેમાની 30 વર્ષની કારકિર્દી વિશે શેર કરીશ.

અક્ષય કુમાર અને રાણા દગ્ગુબાતીએ ફેબ્રુઆરી 2021 માં તેમના ઓનલાઇન ક્લાસ વિશે માહિતી આપી હતી. બંનેએ સાથે મળીને આ પ્લેટફોર્મ શરૂ કર્યું છે.

વર્કફ્રન્ટની વાત કરીએ તો તાજેતરમાં અક્ષયનો મ્યુઝિક વીડિયો ફિલહાલ 2 રિલીઝ થયો છે. આ ગીત રિલીઝ થયાના કેટલાક સમયમાં તેના નામે ઘણા રેકોર્ડ્સ બનાવ્યા છે. હવે તેમની ફિલ્મ બેલ બોટમ ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહી છે. અક્ષયે સોશિયલ મીડિયા પર રિલીઝ ડેટની ઘોષણા કરી હતી. ફિલ્મમાં અક્ષયની સાથે વાણી કપૂર (Vaani Kapoor) અને લારા દત્તા (Lara Dutta) મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતા જોવા મળશે.

આ સિવાય અક્ષયે અતરંગી રે (Atrangi Re), રામ સેતુ (Ram Setu), રક્ષાબંધન, બચ્ચન પાંડે (Bachchan Pandey) સહિતની ઘણી ફિલ્મોમાં જોવા મળશે. અક્ષયની પાસે આજકાલ ફિલ્મોની લાઇન લાગી છે.

Next Article