Nora turns Approver : નોરા ફતેહીને મળ્યો સુકેશ ચંદ્રશેખર કેસમાંથી બચવાનો આઇડિયા ! EDની સાક્ષી બનીને ખોલશે નવા રહસ્યો ?

|

Dec 22, 2021 | 3:53 PM

અભિનેત્રી નોરા ફતેહી પર આરોપ હતો કે ઠગ સુકેશની પત્ની લીના પોલ દ્વારા ચેન્નાઈમાં એક ઈવેન્ટમાં હાજરી આપવાના બદલામાં નોરાને એક BMW કાર અને આઈફોન ભેટમાં આપવામાં આવ્યો હતો.

Nora turns Approver : નોરા ફતેહીને મળ્યો સુકેશ ચંદ્રશેખર કેસમાંથી બચવાનો આઇડિયા ! EDની સાક્ષી બનીને ખોલશે નવા રહસ્યો ?
Nora Fatehi will become ED's witness in Sukesh Chandrashekhar case

Follow us on

બોલિવૂડ (Bollywood) છેલ્લા કેટલાક દિવસોથી તપાસ એજન્સીઓના રડાર પર છે. દરરોજ કોઈને કોઈ ફિલ્મ કલાકારની પૂછપરછ થઈ રહી છે. હાલમાં સુકેશ ચંદ્રશેખર (Sukesh Chandrashekhar) નામનો ઠગ ચર્ચામાં છે. સુકેશ ચંદ્રશેખર તરફથી મોટી ભેટ મેળવનાર અભિનેત્રીઓમાં નોરા ફતેહી અને જેકલીન ફર્નાન્ડીઝ જેવી અભિનેત્રીઓના નામ સામેલ છે, જોકે આ અભિનેત્રીઓએ પોતાને આ વ્યક્તિનો શિકાર ગણાવ્યા છે અને હવે નોરાએ સુકેશ સામે મોટું પગલું ભરવાનો નિર્ણય લીધો છે.

અભિનેત્રી નોરા ફતેહી પર આરોપ હતો કે ઠગ સુકેશની પત્ની લીના પોલ દ્વારા ચેન્નાઈમાં એક ઈવેન્ટમાં હાજરી આપવાના બદલામાં નોરાને એક BMW કાર અને આઈફોન ભેટમાં આપવામાં આવ્યો હતો. જોકે નોરાએ આ તમામ આરોપોને નકારી કાઢ્યા હતા. નોરા ફતેહી હવે આ કેસમાં ફરિયાદ પક્ષની સાક્ષી બનશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે નોરા હવે આ સમગ્ર કેસમાં સુકેશ ચંદ્રશેખર વિરુદ્ધ સાક્ષી તરીકે હાજર થશે. મતલબ કે, હવે જ્યારે નોરા સુકેશ સામે આવશે, ત્યારે ઘણા રહસ્યો ખુલશે, તેથી એ જોવું પણ રસપ્રદ રહેશે. હવે સુકેશ એવા કયા સેલેબ્સના નામ લેવા જઈ રહ્યો છે જેઓ તેમના સંપર્કમાં હતા

જ્યારે EDના અધિકારીઓ સુકેશ ચંદ્રશેખરને કોર્ટરૂમમાં લઈ જઈ રહ્યા હતા ત્યારે પત્રકારોએ તેમને પૂછ્યું કે શું તેમણે ફતેહીને કાર ગિફ્ટ કરી છે, જેના જવાબમાં તેમણે હા પાડી. તે જ સમયે, સુકેશના આ નિવેદન પર, અભિનેત્રીનું કહેવું છે કે આ કાર તેને સુકેશ ચંદ્રશેખરની પત્ની લીના મારિયાએ ચેન્નાઈમાં એક કાર્યક્રમમાં ભાગ લેવાના બદલામાં આપી હતી. તેના સત્તાવાર નિવેદનમાં, તેણે દાવો કર્યો છે કે તે આ કેસની ‘પીડિત’ છે. તે કોઈપણ પ્રકારની મની લોન્ડરિંગમાં સામેલ નથી.

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

ઉલ્લેખનીય છે કે રેનબેક્સીના માલિકની પત્ની પાસેથી 200 કરોડની ઉચાપત કરનાર સુકેશ પોતાને પીએમઓ તો ક્યારેક ગૃહ મંત્રાલયનો અધિકારી કહીને લોકો સાથે વાત કરતો હતો. તેનું નામ બોલિવૂડના અન્ય કેટલાક લોકો સાથે પણ સંકળાયેલું હોવાનું જાણવા મળ્યું છે જેમાં નોરા ફતેહી, શિલ્પા શેટ્ટી, શ્રદ્ધા કપૂર વગેરે મુખ્ય છે. કોર્ટે ચંદ્રશેખર અને તેની પત્ની અભિનેત્રી લીના મારિયા પોલને અહીંના એક ઉદ્યોગપતિની પત્ની પાસેથી 200 કરોડ રૂપિયાની કથિત ખંડણીના સંબંધમાં ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા છે.

આ પણ વાંચો –

Ahmedabad: કોરોનાકાળ બાદ રક્તદાનની પ્રવૃત્તિને વેગ આપવા ગવર્મેન્ટ ફિઝીયોથેરાપી કોલેજના વિદ્યાર્થીઓએ યોજી રક્તદાન શિબિર

આ પણ વાંચો –

Head clerk paper leak : અસિત વોરાના રાજીનામા સહિતની માગ સાથે આમ આદમી પાર્ટીના નેતાઓ ઊતર્યા ઉપવાસ પર

Next Article