
રિલાયન્સ ફાઉન્ડેશની સંસ્થાપક અને અધ્યક્ષ નીતા અંબાણીએ ગુરુવાર દશેરાના દિવસે મુંબઈના જિયો વર્લ્ડ કન્વેશન સેન્ટરમાં પ્રસિદ્ધ સિંગર ફાલ્ગુની પાઠકની સાથે રેડિયન્સ ડાંડિયામાં દશેરાની ઉજવણી કરી હતી. ગરબાની રાણી તરીકે ફેમસ ફાલ્ગુની પાઠકની સાથે પ્રાર્થના કરવાથી લઈ ગરબાનો આનંદ માણ્યો હતો. સોશિયલ મીડિયા પર વીડિયો પોસ્ટ કર્યો હતો. રિલાયન્સ ઈન્ડસ્ટ્રી લિમિટેડે આ કાર્યક્રમનો એક વીડિયો પોસ્ટ કર્યો હતો. જેની સાથે લખ્યું હતુ કે, શ્રીમતી નીતા અંબાણીએ ગરબાની રાણી ફાલ્ગની પાઠકની સાથે રેડિયન્સ ડાંડિયામાં નવરાત્રીની ઉજવણી કરી હતી. પ્રાર્થનાથી લઈ ગરબાનો આનંદમાં સામેલ થવાની તક, જિયો વર્લ્ડ કન્વેશન સેન્ટરમાં આ ખુબ જ સુંદર રાત હતી.
2 ઓક્ટોમ્બરના રોજ પૂર્ણ થયેલા નવરાત્રીના તહેવારને આખા ભારતમાં ધામધુમથી મનાવવામાં આવ્યો છે અને દરેક શહેરને શરણગારવામાં આવ્યું હતુ. તેમજ માતાની પુજા પણ કરવામાં આવી હતી. નીતા અંબાણીએ સૌથી પહેલા માતા દુર્ગાની પુજા કરી અને ત્યાપબાદ પારંપારિક સંગીતપર અભિનેત્રી અને સિંગર ફાલ્ગુની પાઠકની સાથે ગરબા રમ્યા હતા જેમણે પોતાના પ્રસિદ્ધ ગીતો અને ધુનથી ખૈલેયાઓને ગરબે રમાડ્યા હતા. જિયો વર્લ્ડ કન્વેશન સેન્ટરમાં આયોજિત રેડિયન્સ ડાંડિયા કાર્યક્રમે માત્ર એક સાંસ્કૃતિક ઉત્સવ પ્રદર્શન નથી પરંતુ મુંબઈ જેવા આધુનિક શેહર વચ્ચે પર ભારતની પંરપરા આજે પણ સૌ લોકોના દિલમાં છે.નીતા અંબાણીની ભાગીદારી એ વાતનો પુરાવો હતી કે સમય ગમે તેટલો બદલાય, ભારતના સાંસ્કૃતિક મૂળ હંમેશા લોકોને જોડશે.
Mrs. Nita Ambani celebrated Navratri at Radiance Dandiya with the Queen of Dandiya Falguni Pathak! From offering prayers to joining in the joy of garba, it was truly a night of festivity and devotion at the Jio World Convention Centre#JioWorldConventionCentre#JioWorldCentre pic.twitter.com/iTcwsFK1vs
— Reliance Industries Limited (@RIL_Updates) October 2, 2025
તમને જણાવી દઈએ કે,ગુરુવારના રોજ દેશભરમાં દશેરાની ધામધુમથી ઉજવણી કરવામાં આવી હતી. દેશભરના શહેરોમાં રાવણને સળગાવી જશ્ન મનાવવામાં આવ્યો હતો.નીતા અંબાણીના લુકની વાત કરીએ તો, તેણે ગુલાબી રંગનો કુર્તો પહેર્યો હતો, તેની સાથે મેચિંગ પેન્ટ અને મલ્ટીકલર્ડ દુપટ્ટો પણ હતો. તેના સૂટમાં સુંદર વર્ક હતું,
Published On - 10:31 am, Fri, 3 October 25