Neha Kakkar એ પોતાના જ નવા સોંગ પર કર્યા જોરદાર ભાંગડા, પતિ રોહનપ્રીતે કરી આ કોમેન્ટ, જુઓ Video

|

May 27, 2021 | 9:46 AM

નેહા કક્કર તાજેતરમાં જ રિલીઝ થયેલ તેના પંજાબી ગીત 'Khad Tainu Main Dassa' પર ભાંગડા કરતી જોવા મળી હતી. તેણે આ વિડીયો પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે.

Neha Kakkar એ પોતાના જ નવા સોંગ પર કર્યા જોરદાર ભાંગડા, પતિ રોહનપ્રીતે કરી આ કોમેન્ટ, જુઓ Video
નેહા કક્કર વાયરલ વિડીયો

Follow us on

સિંગર નેહા કક્કર (Neha Kakkar) તેના અવાજ માટે તો જાણીતી છે જ સાથે સાથે સોશિયલ મીડિયામાં તેના વિડીયોના પણ લાખો ચાહકો છે. તેના ગીત સાથે તેનો ડાંસ પણ એટલો જ લોકપ્રિય છે. જ્યારે જ્યારે નેહા કક્કર આવા વિડીયો (Neha Kakkar Dance) પોસ્ટ કરે છે ત્યારે ત્યારે એ ટ્રેન્ડમાં આવી જાય છે. તેના પતિ રોહનપ્રીત (Rohanpreet) સાથે પણ તે એવા વિડીયો પોસ્ટ કરતી હોય છે કે વિડીયો જોઇને દર્શકોને થઇ જાય “વાહ શું જોડી છે”.

નેહાના પંજાબી ગીતો ઇન્ટરનેટ પર પ્રચલિત છે. તેમજ તે રિમિક્સ અને રિક્રિએશન માટે પણ એટલી જ જાણીતી છે. થોડા દિવસો પહેલા નેહા કક્કર તેના ચાહકો માટે નવું એક પંજાબી ગીત ‘ખડ ​​તૈનુ મેં દસા’ ‘Khad Tainu Main Dassa’ લઈને આવી છે. તેનું આ ગીત એકદમ હિટ સાબિત થઇ રહ્યું છે. આ ગીત પર ડાન્સ કરતી વખતનો તેનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

નેહા કક્કર તાજેતરમાં જ રિલીઝ થયેલ તેના પંજાબી ગીત ‘Khad Tainu Main Dassa’ પર ભાંગડા કરતી જોવા મળી હતી. તેણે આ વિડીયો પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. જેમાં તે જોરદાર ડાંસ કરતી જોવા મળી રહી છે. તેણે સાથે કેપ્શનમાં લખ્યું છે કે ‘હું અહીં બોટ રોકર્સ સાથે મારા પ્રિય ગીતો સાંભળી રહ્યો છું’. જોઇ શકાય છે કે નેહા વીડિયોમાં એક કંપનીની જાહેરાત કરી રહી છે. આ વિડીયો પર અત્યાર સુધીમાં 6 લાખથી વધુ લાઈક્સ મળી ચૂકી છે. આ સાથે તેના પતિ રોહનપ્રીતે કોમેન્ટ પણ કરી છે કે “આઈ લવ યૂ એન્ડ યોર ક્યુટ ભાંગડા”.

 

તમને જણાવી દઈએ કે આ ગીત તાજેતરમાં જ નેહા કક્કરે રિલીઝ કર્યું છે. જેમાં ટે પોતાના પતિ રોહનપ્રિત સાથે જોવા મળી છે. નેહાનું આ ગીત પણ ફેંસને ખુબ પસંદ આવી રહ્યું છે. ગીતે નેટીજનોને ખુબ ખુશ કરી દીધા છે. ત્યાં નેહા કક્કર હમણાં ઉત્તરાખંડમાં વેકેશન માણતી પણ જોવા મળી રહી છે. અને ત્યાંથી અવારનવાર વિડીયો શેર કરતી રહે છે.

 

આ પણ વાંચો: UP ની પૂર્વ CM માયાવતી પર અભદ્ર મજાક કરવી ભારે પડી રણદીપ હૂડાને, વિડીયો વાયરલ થતા વિવાદની આગ ભભૂકી

Next Article