Neetu Kapoorએ Neha Kakkarને આપ્યું શગુનનું કવર, જુઓ વાયરલ વીડિયો

|

Mar 25, 2021 | 6:51 PM

ફિલ્મ અભિનેત્રી અને રણબીર કપૂરની માતા નીતુ કપૂરે ગાયક નેહા કક્કરને ઈન્ડિયન આઈડોલના સેટ પર શગુનનું કવર ભેટ કર્યું છે. આ પાછળનું કારણ એ છે કે બંને નેહા કક્કરના લગ્ન પછી પહેલીવાર મળ્યા છે,

Neetu Kapoorએ Neha Kakkarને આપ્યું શગુનનું કવર, જુઓ વાયરલ વીડિયો
Neha Kakkar, Neetu Kapoor

Follow us on

ફિલ્મ અભિનેત્રી અને રણબીર કપૂરની માતા નીતુ કપૂરે ગાયક નેહા કક્કરને ઈન્ડિયન આઈડોલના સેટ પર શગુનનું કવર ભેટ કર્યું છે. આ પાછળનું કારણ એ છે કે બંને નેહા કક્કરના લગ્ન પછી પહેલીવાર મળ્યા છે, જેના કારણે તેમણે શગુનનું કવર નેહા કક્કરને આપ્યું છે, નીતુ કપૂર તાજેતરમાં જ ઈન્ડિયન આઈડોલના સેટ પર દેખાઈ હતી.

 

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

નીતુ આની પહેલા તેમના પતિ ઋષિ કપૂર સાથે શોમાં જોવા મળી હતી. તેમણે એમ પણ કહ્યું હતું કે આ ભેટ તેમની અને ઋષિ કપૂર તરફથી છે. નીતુએ કહ્યું હતું કે, ‘ભારતમાં એક પ્રથા છે કે જ્યારે તમે લગ્ન પછી કોઈને પહેલીવાર મળો ત્યારે તેમને શગુન આપે છે. હું તમને શગુનનું કવર ત્યારે આપી શકી ન હતી. તે આ મારા અને ઋષિજી તરફથી છે. તમારું જીવન ખુશીઓથી ભરેલું રહે અને હું તમારા માટે ખૂબ ખુશ છું. તેમને આ કવર નેહા કક્કરને આપ્યું હતું.

 

 

નેહા કક્કર આ મેળવીને આશ્ચર્યચકિત થઈ ગઈ હતી. તે કંઈ બોલી શકી નહીં. તેમણે નીતુ કપૂરનો આભાર માન્યો. નેહા કક્કરે ગાયક રોહનપ્રીત સિંહ સાથે ગયા વર્ષે ઓક્ટોબરમાં લગ્ન કર્યાં હતાં. કોરોના દરમિયાન લગ્ન કરનાર લોકોમાં આ દંપતી પણ શામેલ છે. તેમણે વધારે લોકોને આમંત્રણ આપ્યું નહોતું. નીતુ કપૂરે એમ પણ કહ્યું હતું કે લોકોએ ઋષિ કપૂરજીને સારા અને ખુશીથી યાદ કરવા જોઈએ નકે દુ:ખી થઈને. તેમણે કહ્યું, ‘હું અહીં આવીને ખુશ છું અને હું તેમની સાથેની મારી યાદોને સંભાળી રાખવા માંગું છું.’

 

 

 

ઋષિ કપૂર 30 એપ્રિલના રોજ મૃત્યુ પામ્યા હતા. 2 વર્ષ સુધી તેમની કેન્સર સાથેની લડત ચાલી. નીતુ કપૂર ઘણીવાર તેમના પતિને સમર્પિત પોસ્ટ લખતી હોય છે. નીતુ પણ ફિલ્મ ‘જુગ જુગ જિયો’માં કામ કરી ચૂક્યા છે. આ ફિલ્મમાં વરુણ ધવન, કિયારા અડવાણી અને અનિલ કપૂરની મહત્વપૂર્ણ ભૂમિકામાં છે.

 

આ પણ વાંચો : Ram Gopal Varmaએ ‘Thalaivi’નું ટ્રેલર જોઈને Kangana Ranautની માગી માફી, કહ્યું ‘હું તમને સલામ કરું છું’

 

આ પણ વાંચો : Sussanne Khanનું ટ્વીટ, કહ્યું કે અમુકવાર મને લાગે છે કે હું છોકરો છું, પૂર્વ પતિ Hrithik Roshanની આવી પ્રતિક્રિયા

 

Next Article