Naagin 6 : ‘શેષ નાગિન’ પ્રથાના પિતાનો ખૂલ્યો સૌથી મોટો રાઝ, કોણ છે 5મો અસુર?

Naagin 6 : શેષ નાગિન પ્રથા અત્યારે દેશને બચાવવા માટે નિલગીરીના પહાડોમાં રહેલા તેના મહેલને છોડીને 'ગુજરાલ હાઉસ'માં રિષભ ગુજરાલની પત્ની તરીકે રહે છે. આજના એપિસોડમાં શેષ નાગિન 5મા અસુર સુધી પહોંચશે કે નહીં, તે જોવાનું રહેશે.

Naagin 6 : 'શેષ નાગિન' પ્રથાના પિતાનો ખૂલ્યો સૌથી મોટો રાઝ, કોણ છે 5મો અસુર?
Shesh Naagin Pratha (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 11, 2022 | 5:48 PM

કલર્સ ટીવીના (Colors TV) સૌથી લોકપ્રિય ફેન્ટેસી શો (Naagin 6) નાગિન 6માં ‘શેષ નાગિન’ પ્રથા (Tejasvi Prakash) દેશમાં મહામારી ફેલાવતા દુશ્મનોને રોકવા માટે તમામ પ્રયાસો કરી રહી છે. પરંતુ આજ સુધી તે બધા અસુરોને પાઠ ભણાવી શકી નથી. પ્રથાનો પતિ રિષભ (Simba Nagpal) સાથે તેના લગ્ન પણ આ ઈંતકામ લેવાનો એક ભાગ હતા. હવે ટૂંક સમયમાં પ્રથા પાંચમા અસુર સુધી પહોંચવા જઈ રહી છે, પરંતુ આ અસુરને શોધવા માટે તેને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. અત્યાર સુધી પ્રથા અને તેની બહેન મહેકે અસુરનું સ્વરૂપ જોયું નથી.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત
View this post on Instagram

A post shared by Naagin 6 (@naagin_officiall)

ગઈકાલના એપિસોડમાં (11/04/2022) દર્શકોને દેશના આ 5મા અસુરની ઝલક બતાવવામાં આવી હતી. શોની વાર્તામાં સૌથી મોટો વળાંક ત્યારે આવ્યો, જ્યારે તે પાંચમો અસુર પ્રથા અને મહેકનો પિતા છે. હા, જે રાક્ષસો યમુના નદીમાં ઝેર ભેળવીને દેશમાં મહામારી ફેલાવવા માગે છે, તે પ્રથાના પિતા છે. તેની યોજના મુજબ તે બાળકોની સ્કૂલ બસને યમુનામાં છોડવા માંગતો હતો, જેના કારણે બાળકોની બોટલોમાં ભરેલું ઝેર પણ નદીમાં ફેલાઈ ગયું અને દેશમાં મહામારી ફેલાઈ જાય. જો કે પ્રથાને આ વાતની પહેલા જ ખબર પડી જાય છે અને તરત જ બસને પડતી અટકાવવાનો પ્રયાસ કરે છે.

પ્રથાના પિતા દેશના અસલી દુશ્મન છે

View this post on Instagram

A post shared by ColorsTV (@colorstv)

જો કે, એકલા હાથે બસને હેન્ડલ કરવી પ્રથા માટે અશક્ય સાબિત થાય છે અને લાચાર પ્રથાએ મહાદેવને મદદ માટે વિનંતી કરી છે. પ્રથાએ મહાદેવના આશીર્વાદથી આ બાળકોની મદદ કરી છે. જે રીતે શેષનાગ તેના માથા પર ધરતી સંભાળે છે, તેવી જ રીતે બાળકોથી ભરેલી બસને તેના માથા પર પકડીને મોટી દુર્ઘટનાને ટાળે છે. પ્રથા આ બાળકોને બચાવવામાં તો સફળ રહે જ છે, પરંતુ પછી તેની મુલાકાત તેના પિતા સાથે થાય છે.

પ્રથાના પિતાનું રહસ્ય શું છે?

પ્રથા તેના ઘાયલ પિતા સાથે ઘરે આવે છે, પરંતુ અત્યાર સુધી તે અજાણ છે કે તેના પિતા દેશના સૌથી મોટા દુશ્મન અને પાંચમો રાક્ષસ છે. હવે આ પાછળનું રહસ્ય શું છે, આ વાત હજુ સુધી સામે આવી નથી. હવે તેના પિતાનું સત્ય પ્રથાની સામે આવશે કે નહીં, તે જોવું રસપ્રદ રહેશે..

View this post on Instagram

A post shared by ColorsTV (@colorstv)

શું ટૂંક સમયમાં અસુરોના સરદાર પરથી પડદો હટશે… ?? તમને શું લાગે છે ?? નીચે અમારા ક્મેન્ટ બોક્સમાં જણાવશો.

આ પણ વાંચો – નાગિન 6: દેશ બચાવતી વખતે નાગિન રિષભના પ્રેમમાં પડી ચુકી છે, ટૂંક સમયમાં થશે પ્રેમીઓનું મિલન

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">