AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રીવ્યૂ: સલમાન ખાનની ભત્રીજી અલીઝેહની ડેબ્યૂ ફિલ્મ ‘ફર્રે’ કેવી છે? જાણો

સલમાન ખાનની ભત્રીજી અલીઝેહની ફિલ્મ 'ફર્રે'ને લઈને ઘણા સમયથી ચર્ચામાં રહી હતી. હવે આ ફિલ્મ થિયેટરોમાં રિલીઝ થઈ છે. આ ફિલ્મનું ડાયરેક્શન સૌમેન્દ્ર પાધીએ કર્યું છે. આ ફિલ્મ દ્વારા અલીઝેહે ફિલ્મી દુનિયામાં ડેબ્યૂ કર્યું છે. તો જો તમે પણ આ ફિલ્મ જોવાનું વિચારી રહ્યા છો તો તે પહેલા ચોક્કસ જાણી લો કે આ ફિલ્મ કેવી છે.

રીવ્યૂ: સલમાન ખાનની ભત્રીજી અલીઝેહની ડેબ્યૂ ફિલ્મ 'ફર્રે' કેવી છે? જાણો
Farrey Review
| Updated on: Nov 24, 2023 | 8:41 PM
Share

સલમાન ખાનની ભત્રીજીએ ફિલ્મ ‘ફર્રે’થી બોલિવુડમાં ડેબ્યૂ કર્યું છે. ફિલ્મી દુનિયામાં એન્ટ્રી કરનારી અલીઝેહની એક્ટિંગની સાથે સાથે જામતારા જેવી ધમાકેદાર સિરીઝ બનાવનાર સૌમેન્દ્ર પાધી કેવા પ્રકારની ફિલ્મ બનાવે છે તે જાણવાની પણ ઉત્સુકતા હતી. ફર્રેની સાથે સૌમેન્દ્રએ બોલિવુડના સ્ટાર કિડ નહીં પરંતુ એક ઉત્તમ એક્ટ્રેસ આપી છે, જે તેની પહેલી જ ફિલ્મમાં એક્સપ્રેશન અને બોડી લેંગ્વેજ સાથે એક્ટિંગમાં પણ કમાલ કરે છે.

થાઈ ફિલ્મ બેડ જીનિયસ પર આધારિત આ ફિલ્મ એન્ટરટેઈનિંગ તો છે, પરંતુ તે દર્શાવે છે કે એક્સામ કલ્ચર પોતાના ઈન્ડિયન એજ્યુકેશન સિસ્ટમથી તદ્દન અલગ છે. પરંતુ આ નિર્દેશન અને એક્ટિંગ માટે આ ફિલ્મમાં સારી તક મળી શકે છે.

શું છે ફર્રેની સ્ટોરી?

આ સ્ટોરી છે નિયતિની. અનાથ આશ્રમમાં ઉછરેલી નિયતિ આશ્રમના વોર્ડન (રોનિત રોય)ને તેના પિતા માને છે. જેમ મોંઘા વકીલો ‘પ્રો બોનો’ કેસ લડીને સાબિત કરે છે કે તેમની પાસે હજી માનવતા બાકી છે, એ જ રીતે મોંઘી શાળાઓમાં પણ નબળી આર્થિક સ્થિતિના સ્માર્ટ બાળકો માટે અમુક ક્વોટા રાખવામાં આવે છે. આ ક્વોટા હેઠળ, નિયતિને શહેરની સૌથી મોટી અને સૌથી મોંઘી કોલેજમાં એડમિશન મળે છે.

અભ્યાસમાં જીનિયસ હોવા સાથે સાથે નિયતિ ચાલાક પણ છે. આ જ કારણ છે કે તે પૈસા અને મોંઘી ભેટ માટે અમીરના પિતાના બાળકોને પરીક્ષામાં ચિટીંગ કરવામાં મદદ કરે છે. દિન-પ્રતિદિન વધતી લાલચને કારણે નિયતિ કંઈક એવું કરે છે જે કોઈ લૂંટથી ઓછું નથી. હવે આ આખો મામલો જાણવા માટે તમારે થિયેટરમાં જઈને ‘ફર્રે’ જોવી પડશે.

સલમાન ખાને અત્યાર સુધીમાં ઘણાને લોન્ચ કર્યા છે, જેમાં સ્ટાર કિડ્સ અને કેટલાક સ્ટ્રગલિંગ એકટર્સ પણ સામેલ છે. જો ખાન ફેમિલી ઈચ્છતી હોત તો તેઓ અલીઝેહને ‘આર્ચી’ જેવી બિગ બજેટ ફિલ્મ અથવા ગીતો અને એક્શનથી ભરપૂર બોલિવુડ મસાલા ફિલ્મ સાથે લોન્ચ કરી શક્યા હોત. પરંતુ સલમાન ખાને અલીઝેહને ‘ફર્રે’ સાથે લોન્ચ કરી, જ્યાં તેની એક્ટિંગ ક્ષમતા દર્શકો જોઈ શકે. નવા ટેલેન્ટ સાથે આ કામ કરવાનો શ્રેય ફિલ્મના નિર્દેશક સૌમેન્દ્ર પાધીને જાય છે.

ડાયરેક્શન અને રાઈટિંગ

સપ્લિમેન્ટ્સમાં જોડીને પેપર લખવાવાળા દેશ ઓપ્શનલ એક્ઝામ સિસ્ટમ અને તેના સાથે જોડાયેલી ચિટીંગની સ્ટોરી કહેવાનું ખૂબ જ મુશ્કેલ કામ છે, કારણ કે ભારતમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓ સિવાય આ સિસ્ટમ બહુ જોવા મળતી નથી. પરંતુ તેમ છતાં ‘સ્કૈમ’ અને ‘ચીટિંગ’ જેવા વિષયો પર ફિલ્મો બનાવવામાં નિર્દેશક સૌમેન્દ્ર પાધી આ સ્ટોરી ‘કોટા ફેક્ટરી’ના રાઈટર અભિષેક યાદવની મદદથી એવી રીતે કહે છે કે આપણે તેમની સાથે તેની ક્નેક્ટ થઈ શકીએ. તે મોંઘી શાળામાં નિયતિનો પહેલો દિવસ હોય કે પછી ચિટીંગ કરવા સિડની જવાનું પ્લાનિંગ હોય, સૌમેન્દ્ર દરેક સીનમાં ફિલ્મને વાસ્તવિક બનાવવાનો પ્રયાસ કર્યો છે.

એક્ટિંગ

ફિલ્મની દરેક ફ્રેમમાં અલીઝેહ ખૂબ જ આત્મવિશ્વાસ સાથે કેમેરાનો સામનો કરી રહી છે. હોસ્ટેલ વોર્ડન સાથેનું તેનો ઈમોશનલ કરનાર સીન હોય, અમીર લોકોનો સામનો કરવાની તેણીની હિંમત હોય કે પછી તેણીને આંગળીઓ પર નાચવા માટે તેનું દિમાદ હોય, તેણે તેના એક્સપ્રેશન સાથે દરેક સીનને ન્યાય આપવાનો પૂરી કોશિશ કરી છે. સ્ટારની ખબર નથી, પરંતુ એટલું ચોક્કસ છે કે ઈન્ડસ્ટ્રીને અલીઝેહના રૂપમાં એક મહાન એક્ટ્રેસ મળી છે.

સાહિલ મહેતાએ આ પહેલા નેટફ્લિક્સની વેબ સિરીઝ ‘એલિટ’માં પણ બગડેલા અમીર વ્યક્તિની ભૂમિકા ભજવી હતી. બે પાત્રો વચ્ચે બહુ ફરક નથી. પ્રસન્ના બિષ્ટ એક આખી ફિલ્મમાં સરપ્રાઈઝ પેકેજ છે. તેના એક્સપ્રેશન કમાલ છે. નિયતિને પરીક્ષામાં મદદ કરનાર સીનમાં તેણે કમાલની એક્ટિંગ કરી છે. રોનિત રોય અને જુહી બબ્બર સહિત તમામ કલાકારોનું કામ સારું છે. ફિલ્મના કાસ્ટિંગ માટે મુકેશ છાબરાને પૂરા માર્ક્સ આપવામાં આવી શકે છે.

હાલમાં જ નેટફ્લિક્સ પર ‘એલિટ’ રિલીઝ થઈ હતી. ‘એલિટ’ અને ‘ફર્રે’માં બતાવેલી દુનિયા લગભગ એક જ છે, પણ સ્ટોરી સાવ અલગ છે. હાઈસ્કૂલ ડ્રામામાં હાઈસ્ટ બતાવવી એ એક નવો પણ ચાલનાર એક્સપરિમેન્ટ છે. પણ સૌમેન્દ્રની જામતારા એવી ‘માસી’ સિરીઝ હતી અને ‘ફર્રે’માં એક સિલેક્ટેડ ઓડિયન્સ છે. ફિલ્મનો ક્લાઈમેક્સ વધુ સારો બની શક્યો હોત, જ્યાં ફિલ્મમાં ઘણી સિનેમેટિક લિબર્ટીઝનો ઉપયોગ કરવામાં આવ્યો છે, ત્યાં ક્લાઈમેક્સ પણ વધુ સ્ટ્રોન્ગ ઈમ્પેક્ટ સાથે વાર્તાનો અંત લાવી શક્યો હોત.

ફિલ્મ- ફર્રે

કાસ્ટ- અલીઝેહ અગ્નિહોત્રી, રોનિત રોય, જુહી બબ્બર

ડાયરેક્ટર – સૌમેન્દ્ર પાધી

રેટિંગ- 3 સ્ટાર

આ પણ વાંચો: મનોજ બાજપેયીની ‘જોરમ’નું ટ્રેલર થયું રિલીઝ, એક્ટરનો ઈન્ટેન્સ લુક જોઈને ફેન્સ થયા ઈમ્પ્રેસ

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">