AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

12Th ફેલ રિવ્યૂ : સંઘર્ષ અને હિંમતની સત્ય ઘટના, જે આજની અન્ય ફિલ્મો કરતા એકદમ અલગ છે

વિધુ વિનોદ ચોપરાને આ ઈન્ડસ્ટ્રીમાં કામ કરતા 45 વર્ષ પૂરા થઈ રહ્યા છે. આ અવસર પર તેણે તેની કરિયરની અત્યાર સુધીની સૌથી અનોખી અને અલગ ફિલ્મ આપી છે. જે વાસ્તવિકતાની મજબૂત જમીન પર ઉભી છે. વિક્રાંત મેસીએ પોતાના અભિનયથી ફિલ્મમાં પ્રાણ પૂર્યા છે.

12Th ફેલ રિવ્યૂ : સંઘર્ષ અને હિંમતની સત્ય ઘટના, જે આજની અન્ય ફિલ્મો કરતા એકદમ અલગ છે
12th fail review
| Updated on: Oct 31, 2023 | 7:35 AM
Share

ડિરેક્ટરઃ વિધુ વિનોદ ચોપરા

સ્ટાર્સ: વિક્રાંત મેસી, મેધા શંકર, અનંત વિજય જોશી, આયુષ્માન પુષ્કર, પ્રિયાંશુ ચેટર્જી

રેટિંગ : 3.5

રિલીઝ : થિયેટર

12મી ફેલ એક બાયોપિક ફિલ્મ બનાવવામાં આવી છે. જેમાં IPS અનુરાગ પાઠકની સ્ટોરી વણી લેવામાં આવી છે. જે તેમના આ જ નામના બેસ્ટ સેલર પુસ્તક પર આધારિત છે. જેમાં ચંબલ વિસ્તારનો એક છોકરો, જે તેની કોતરોમાં ઉછરેલા બળવાખોરો માટે પ્રખ્યાત છે, જે 12માં નાપાસ થઈને દિલ્હી આવે છે, યુપીએસસીની પરીક્ષા પાસ કરે છે અને પોલીસ અધિકારી બને છે. વિધુ વિનોદ ચોપરાની આ ફિલ્મ, મુન્નાભાઈ એમબીબીએસ અને 3 ઈડિયટ્સ જેવી તેમના બેનર હેઠળ બનેલી ફિલ્મોની જેમ, દેશમાં ક્યાંકને ક્યાંક શિક્ષણ, તેના વિશે લોકોની વિચારસરણી અને સિસ્ટમ વિશે વાત કરે છે.

સ્ટોરી

ચંબલમાં રહેતા મનોજની આ સ્ટોરી છે. જે ખૂબ જ ગરીબ પરિવારમાંથી છે અને તેના પિતા ઈમાનદાર હોવાને કારણે નોકરી ગુમાવે છે. ઘરમાં પૂરતો ખોરાક પણ નથી. મનોજ 12મામાં નાપાસ થાય છે. કારણ કે એક પ્રામાણિક પોલીસ અધિકારીને કારણે તે વર્ષે શાળામાં છેતરપિંડી થવા દેવામાં આવતી નહોતી. હવે મનોજ પણ તે અધિકારી જેવો બનવા માંગે છે અને તે અધિકારી તેને કહે છે કે તારે મારા જેવા બનવું છે તો તારે છેતરપિંડી બંધ કરવી પડશે. તેથી મનોજ છેતરપિંડી કરવાનું બંધ કરે છે અને પછી તેની શાનદાર સફર શરૂ થાય છે પરંતુ તેને ખબર નથી કે IAS શું છે.

આ પ્રવાસમાં તે પહેલા ગ્વાલિયર જાય છે અને પછી દિલ્હીના મુખર્જી નગર આવે છે. શું મનોજ આઈપીએસ બની શકે છે અને જો એમ હોય તો તે કેવી રીતે બન્યો? આ જાણવા માટે તમારે ફિલ્મ જોવા માટે થિયેટરમાં જવું પડશે અને જો કોઈ IAS કે IPS બનવાનું સપનું જુએ તો તેને સાથે લઈ જાઓ. તેના સપનાઓને પાંખો મળશે.

(Credit Source : Zee tv)

કેરેક્ટર પ્લે

મનોજ કુમાર શર્માના રોલમાં વિક્રાંત મેસી સફળ રહ્યા છે. તેના પાત્રમાં વિવિધ શેડ્સ છે. એક તરફ તે એવી જગ્યાએથી આવ્યો છે જ્યાં અભ્યાસના નામે છેતરપિંડી કરીને પરીક્ષાઓ પાસ કરવામાં આવે છે. બીજી બાજુ, દિલ્હીમાં, લોકો UPSC પરીક્ષાની તૈયારી કરવા માટે પુસ્તકાલયો અને લોટની ચક્કીઓમાં કામ કરે છે. 14 કલાક કામ, છ કલાક અભ્યાસ અને ચાર કલાક ઊંઘ. ત્યારે સાથે-સાથે ગામમાં માતા અને પરિવારની ચિંતા પણ સતાવે છે. ખિસ્સામાં પૈસા નથી.

આ બધાની વચ્ચે અભ્યાસ અને પરીક્ષાઓનું ટેન્શન ભમે છે. વિક્રાંતે સંપૂર્ણ સમર્પણ સાથે આ બધી પરિસ્થિતિઓમાં પોતાની જાતને સ્વીકારી લીધી છે. તેની ગર્લફ્રેન્ડ તરીકે મેધા શંકર, તેના મિત્ર તરીકે અનંતવિજય જોષી, અંશુમાન પુષ્કર કે જેમણે ઘણી વખત UPSC પરીક્ષા પાસ કરવાનો પ્રયાસ કર્યો છે અને તેના પ્રેરણાસ્ત્રોત બનેલા પોલીસ અધિકારી પ્રિયાંશુ ચેટર્જીએ તેમની ભૂમિકાઓ શાનદાર રીતે નિભાવી છે અને એક એક્ટિંગનું લેવલ સેટ કર્યું છે.

બધાથી અલગ

ફિલ્મની સ્ટોરી સરળ લાગે છે, પરંતુ તેને સરળ રીતે હેન્ડલ કરવી સહેલી નહોતી. વિધુ વિનોદ ચોપરા તમને આખી મુવીમાં વ્યસ્ત રાખે છે. રસપ્રદ વાત એ છે કે આ ફિલ્મ તેની અગાઉની ફિલ્મો કરતા સાવ અલગ છે. અહીં ન તો અંડરવર્લ્ડ છે કે ન તો તળાવો પર તરતી બોટ જેવી લવ સ્ટોરી કે રોમેન્ટિક વાતાવરણ. 12મું ફેલ નક્કર વાસ્તવિકતાની જમીન પર ઊભેલી સ્ટોરી છે.

મ્યુઝિક

શાંતનુ મોઇત્રાનું મ્યુઝિક સરસ છે. તે સંપૂર્ણપણે ફિલ્મના અનુભવ સાથે તાલમેળ કરે છે અને સૌથી આકર્ષક બેકગ્રાઉન્ડ મ્યુઝિક છે. જે નથી જરૂર તેને મુકવામાં જ નથી આવ્યું, તેના બદલે મનોજના લોટની ચક્કીનો અવાજ અને તેના થાકેલા શ્વાસ ફિલ્મને એવો અહેસાસ કરાવે છે કે અન્ય કોઈ સંગીતની જરૂર જ નથી.

સરેરાશ વાત કરીએ તો આ ફિલ્મ તમને ખૂબ જ ભાવુક બનાવશે. તે એક એવી સફર બતાવે છે જે પોતે જ અદ્ભુત છે અને ઘણા લોકોને પ્રોત્સાહિત કરી શકે છે, તેથી તે થિયેટરમાં જઈને જોવું યોગ્ય છે.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

SIR બાદ ગુજરાતમાં 73.73 લાખ મતદાર ઘટ્યા
SIR બાદ ગુજરાતમાં 73.73 લાખ મતદાર ઘટ્યા
ભારતની સૌથી મોટી બેન્કના ATM ફ્રોડ કેસમાં 2 આરોપી સુરતથી ઝડપાયા!
ભારતની સૌથી મોટી બેન્કના ATM ફ્રોડ કેસમાં 2 આરોપી સુરતથી ઝડપાયા!
હવે ST બસના મુસાફરો પણ પોતાની સીટ પર મગાવી શકશે મનપસંદ ફુડ પેકેટ
હવે ST બસના મુસાફરો પણ પોતાની સીટ પર મગાવી શકશે મનપસંદ ફુડ પેકેટ
નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા
નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા
ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો
ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો
અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ
અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
g clip-path="url(#clip0_868_265)">