AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મુવી રિવ્યુ : અફરાતફરી ,હોરર ગુજરાતી ફિલ્મ મચાવશે અફરાતફરી?

ગુજરાતી ફિલ્મ ઉદ્યોગને હવે નવું સ્થાન મળી રહ્યુ છે ત્યારે હવે ગુજરાતી ફિલ્મના ડાયરેક્ટર પણ હવે કંઈક અવનવું કરી રહ્યા છે. ત્યારે ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આવી ગઈ છે હોરર ફિલ્મ ત્યારે હવે પહેલીવાર એક હૉરર કોમેડી ગુજરાતી ફિલ્મ આવી ગઈ છે, જેનું નામ છે અફરાતફરી. આ ફિલ્મની સ્ટોરી ખૂબ સિમ્પલ છે. આ ફિલ્મમાં દાદાને તેની […]

મુવી રિવ્યુ : અફરાતફરી ,હોરર ગુજરાતી ફિલ્મ મચાવશે અફરાતફરી?
| Updated on: Dec 12, 2020 | 12:31 PM
Share

ગુજરાતી ફિલ્મ ઉદ્યોગને હવે નવું સ્થાન મળી રહ્યુ છે ત્યારે હવે ગુજરાતી ફિલ્મના ડાયરેક્ટર પણ હવે કંઈક અવનવું કરી રહ્યા છે. ત્યારે ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આવી ગઈ છે હોરર ફિલ્મ

ત્યારે હવે પહેલીવાર એક હૉરર કોમેડી ગુજરાતી ફિલ્મ આવી ગઈ છે, જેનું નામ છે અફરાતફરી. આ ફિલ્મની સ્ટોરી ખૂબ સિમ્પલ છે. આ ફિલ્મમાં દાદાને તેની પૌત્રીના લગ્ન કરાવવા છે. અને તેને લઈને આખી મથામણ છે. અને લગ્નની વાતમાં ખજાનાની વાતથી ગામમાં અફરાતફરીનો માહોલ સર્જાઈ જાય છે.

કેવી છે ફિલ્મ ,ડરાવશે કે હસાવશે ?

ફિલ્મ વિશે જણાવીએ તો મુવીનું સ્ટાર્ટિંગ ઘણુ સારુ છે. મુવી શરુઆતમાં જોતા થોડો ડર પેશી જાય છે પણ ત્યારે બાદ હોરર સાથે સાથે કોમેડીનો તડકો લોકોને ડરમાંથી બહાર કાઢે છે.સ્ટારીમાં ઘણા ઉતાર-ચઢાવ છે જેમ કે આ સ્ટોરીમાં ચાર- ચાર ચોર કેમ છે તે નથી સમજાતુ , અને ખજાનો વાર્તા પૂરી થતા ખોવાઈ જાય છે. ત્યાર બાદ સ્મિત પંડ્યાની એન્ટ્રી સૌ કોઈનું ધ્યાન ખેંચે છે. પણ આ મુવીમાં એ સારુ છે કે ભલે સ્ટોરી કેવી પણ હોય તમને હસવા પર જરુર મજબૂર કરશે. આ ફિલ્મના ડાયલોગ્સ પણ ખૂબ સરસ છે જે તમને યાદ રહી જશે.

 મુવી રિવ્યુ : અફરાતફરી , હોરર ગુજરાતી ફિલ્મ મચાવશે અફરાતફરી ?

કેવા છે ફિલ્મના પાત્ર ?

મુવીમાં ભલે સ્ટોરી વીક હોય પણ ફિલ્મમાં તેના પાત્ર રાગી જાની, પ્રશાંત બારોટ, સ્મિત પંડ્યા, મિત્ર ગઢવી આ તમામ એક્ટર્સનો રોલ ફિલ્મમાં શાનદાર છે. સ્મિત પંડ્યા પણ પોતાની સ્ટાઈલની કોમેડીથી મજા કરાવે છે.

આ મુવી પારિવારીક છે, ગુજરાતી ફિલ્મમાં હોરર ફિલ્મની મજા જરુરથી માણી શકાશે.

g clip-path="url(#clip0_868_265)">