Money Laundering Case : જેકલીન ફર્નાન્ડીઝ આજે ED સમક્ષ થઇ શકે છે હાજર, ત્રણ વખત પાઠવવામાં આવ્યું સમન્સ

|

Oct 18, 2021 | 11:17 AM

જેકલીન ફર્નાન્ડીઝને (Jacqueline Fernandez) ઈડીએ ત્રણ વખત પૂછપરછ માટે બોલાવી ચુકી છે. પરંતુ તે હજુ સુધી તે હાજર થઇ નથી. 200 કરોડના મની લોન્ડરિંગ કેસમાં પૂછપરછ માટે બોલાવવામાં આવી છે.

Money Laundering Case : જેકલીન ફર્નાન્ડીઝ આજે ED સમક્ષ થઇ શકે છે હાજર, ત્રણ વખત પાઠવવામાં આવ્યું સમન્સ
jacqueline fernandez

Follow us on

બોલીવુડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝ (Jackeline Fernandez) સોમવારે ED ની સમક્ષ આવી શકે છે. અગાઉ ઇડી (ED) જેકલીનને ત્રણ વખત સમન્સ પાઠવી ચુકી છે. પરંતુ અભિનેત્રી કામનું બહાનું ધરીને પહોંચી ના હતી. ED ને માહિતી મળી હતી કે તે સોમવારે તપાસમાં સામેલ થઇ શકે છે.

શનિવારે ઇડી દ્વારા જેકલીનને પૂછપરછ માટે બોલાવવામાં આવી હતી. પરંતુ આવી ના હતી અને સોમવારે હાજર થવા કહ્યું હતું. આ ઉપરાંત અભિનેત્રીએ છેલ્લા ત્રણ વર્ષના બેંક સ્ટેટમેન્ટ અને નાણાકીય વ્યવહારો સાથે ED સમક્ષ હાજર થવું પડશે.

તમને જણાવી દઈએ કે ED એ જેક્લીનને 16 ઓક્ટોબરના રોજ પૂછપરછ માટે સમન્સ પાઠવ્યું હતું. અભિનેત્રીએ અંગત કારણો દર્શાવીને થોડા દિવસો માટેનો સમય માંગ્યો હતો. આ પછી, ઇડીએ 18 ઓક્ટોબરે હાજર થવા માટે ત્રીજું સમન્સ મોકલ્યું હતું. જેકલીનને સૌથી પહેલા ઇડીએ 30 ઓગસ્ટે બોલાવી હતી.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

તે દરમિયાન અભિનેત્રીને લગભગ 5 કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી. પૂછપરછ દરમિયાન સુકેશ ચંદ્ર શેખર વિશે ઘણી મહત્વની માહિતી આપવામાં આવી હતી. આ પછી, તેને 25 સપ્ટેમ્બરના રોજ બોલાવવામાં આવી હતી. પરંતુ તે પછી જેક્લીન જોવા મળી ના હતી.

નોરા ફતેહીની પણ પૂછપરછ કરવામાં આવી છે
આ કેસમાં ED એ અભિનેત્રી નોરા ફતેહીની પણ પૂછપરછ કરી છે. અભિનેત્રીએ પોતાને આ કેસની સાક્ષી અને પીડિત ગણાવી છે. ED એ અભિનેત્રીની બે વખત પૂછપરછ કરી છે.

આ કેસમાં મુખ્ય આરોપી સુકેશ ઐરક લીનાની ધરપકડ કરવામાં આવી છે. સુરેશે લીના પોલ દ્વારા જેક્લીન સાથે છેતરપિંડી કરી હતી. પોતાના પ્રથમ નિવેદનમાં અભિનેત્રીએ સુકેશ સામે ઘણા મહત્વના પુરાવા આપ્યા હતા. તમને જણાવી દઈએ કે સુકેશ ચંદ્ર શેખર અને તેમની કથિત પત્ની અભિનેત્રી લીના પોલ 200 કરોડની ખંડણીના મામલે દિલ્હીની તિહાડ જેલમાં બંધ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, સુકેશ નોરા, જેકલીન સહિત અનેક બોલિવૂડ કલાકારોને ફસાવવાનું ષડયંત્ર રચ્યું હતું.

લીના પોલની મદદથી છેતરપિંડી કરવામાં આવતી હતી.
પોલીસની કસ્ટડીમાં આરોપી સુકેશ કથિત પત્ની લીના પોલની મદદથી છેતરપિંડી કરતો હતો. સુકેશ તેની પત્ની લીનાની મદદથી જેલમાંથી છેતરપિંડી કરનારી ટોળકી ચલાવતો હતો. પોલીસની ધરપકડમાં લીનાએ જણાવ્યું હતું કે તે, સુધીર અને જોએલ નામના બે લોકો સાથે છેતરપિંડીના પૈસા છુપાવતી હતી.

આ પણ વાંચો : Panchkula: રામ રહીમની મુશ્કેલીઓ વધી શકે છે, રણજીત સિંહ હત્યા કેસમાં આજે ચુકાદો, પંચકુલામાં કલમ -144 લાગુ

આ પણ વાંચો : લો બોલો.! રાજ્યમાં GST ચોરીમાં અમદાવાદ-સુરત અવ્વલ નંબરે, આટલા હજાર કરોડનું બોગસ બિલિંગ પકડાયું

Published On - 10:55 am, Mon, 18 October 21

Next Article