રિયાલીટી શૉ ‘બિગ બોસ’ થશે બંધ? ભારે વિરોધ બાદ સરકારે કરી આ કાર્યવાહી

|

Oct 10, 2019 | 12:36 PM

જાણીતો રિયાલીટી શૉ બિગબોસ હવે મુશ્કેલીમાં ફસાઈ રહ્યો છે. ભારત સરકારના પ્રસારણ મંત્રાલયે આ શૉને લઈને એક અહેવાલ માગ્યો છે. ભારતમાં વિવિધ હિંદુ સંગઠનો દ્વારા આ શૉને બંધ કરવાની માગણી કરવામાં આવી રહી છે. આ બધાની વચ્ચે ભારત સરકારના પ્રસારણ મંત્રાલયે આપત્તિજનક કન્ટેન્ટને લઈને અહેવાલ માગ્યો છે. કરણીસેના, બજરંગ દળ આ શૉનો ભારે વિરોધ કરી […]

રિયાલીટી શૉ બિગ બોસ થશે બંધ? ભારે વિરોધ બાદ સરકારે કરી આ કાર્યવાહી

Follow us on

જાણીતો રિયાલીટી શૉ બિગબોસ હવે મુશ્કેલીમાં ફસાઈ રહ્યો છે. ભારત સરકારના પ્રસારણ મંત્રાલયે આ શૉને લઈને એક અહેવાલ માગ્યો છે. ભારતમાં વિવિધ હિંદુ સંગઠનો દ્વારા આ શૉને બંધ કરવાની માગણી કરવામાં આવી રહી છે. આ બધાની વચ્ચે ભારત સરકારના પ્રસારણ મંત્રાલયે આપત્તિજનક કન્ટેન્ટને લઈને અહેવાલ માગ્યો છે. કરણીસેના, બજરંગ દળ આ શૉનો ભારે વિરોધ કરી રહ્યાં છે અને જાહેરમાં સલમાન ખાનના પૂતળાં સળગાવવામાં આવી રહ્યાં છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

 

આ પણ વાંચો :  રાજકોટમાં આગનું તાંડવ: આજી GIDCની કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ, જુઓ VIDEO

કરણી સેના દ્વારા પણ માહિતી અને પ્રસારણ મંત્રીને પ્રકાશ જાવડેકરને પત્ર લખવામાં આવ્યો હતો. આ પત્રમાં લખવામાં આવ્યું હતું કે હિંદુ સંસ્કૃતિનું બિગબોસ શૉમાં અપમાન થઈ રહ્યું છે. આ શૉ લવ જિહાદને પ્રમોટ કરી રહ્યો છે. શૉમાં વઘારે અભદ્રતા દર્શાવવામાં આવી છે. વધારેમાં આ શૉને ફેમિલી સાથે જોઈ શકાય તેમ નથી.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

બુધવારના રોજ ટ્વીટર #BanBigBoss ટ્રેંડ થઈ રહ્યું હતું. લોકો સલમાન ખાનની સામે અશ્લીતતા ફેલાવવાનો આરોપ લગાવી રહ્યાં છે. આ બાબતને લઈને સોશિયલ મીડિયામાં પણ બે મત પ્રવર્તી રહ્યાં છે. ઘણાં લોકો આ શૉની સાથે સમર્થનમાં પણ આવી રહ્યાં છે.  આ શૉમાં ખરેખર શું છે અને તેને લઈને ભારત સરકારના પ્રસારણ મંત્રાલયે રિપોર્ટ માગ્યો છે. આમ સરકાર આ શૉને લઈને કોઈ પગલાં આગામી સમયમાં લઈ શકે છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article