Milkha Singh પોતાની બાયોપિક માટે માંગ્યો હતો માત્ર એક રુપિયો, ક્યારેય પૂરી થઈ શકી નહીં તેમની આ છેલ્લી ઇચ્છા

|

Jun 19, 2021 | 12:45 PM

Milkha Singh Biopic Bhaag Milkha Bhaag ફિલ્મ નિર્માતા રાકેશ ઓમ પ્રકાશ મેહરાએ મિલ્ખા સિંઘના જીવન પર ફિલ્મ 'ભાગ મિલ્ખા ભાગ' બનાવવાનું નક્કી કર્યું. ફિલ્મને લઈને જ્યારે તે આ ફ્લાઇંગ શીખને મળ્યા ત્યારે આ દોડવીરે રાકેશ ઓમ પ્રકાશ મહેરાની સામે એક વિચિત્ર શર્ત મૂકી.

Milkha Singh પોતાની બાયોપિક માટે માંગ્યો હતો માત્ર એક રુપિયો, ક્યારેય પૂરી થઈ શકી નહીં તેમની આ છેલ્લી ઇચ્છા
Farhan Akhtar, Milkha Singh

Follow us on

ભારતના મહાન દોડવીર મિલ્ખા સિંઘ (Milkha Singh) નું કોરોનાને કારણે મૃત્યુ થયું છે, તે 91 વર્ષના હતા. પરિવારે મીડિયાને જણાવ્યું હતું કે પદ્મશ્રી મિલ્ખા સિંઘે રાત્રે 11:30 વાગ્યે અંતિમ શ્વાસ લીધા હતા. અગાઉ તેમની પત્ની અને ભારતીય વોલીબોલ ટીમની ભૂતપૂર્વ કેપ્ટન નિર્મલ કૌરનું પણ કોરોના ચેપને કારણે મોત નીપજ્યું હતું. ફ્લાઈગ શીખ (Flying Sikh) તરીકે પ્રખ્યાત મિલ્ખા સિંઘની બાયોપિક પર ભાગ મિલ્ખા ભાગ ફિલ્મ પણ બનાવવામાં આવી છે. 2013 માં રિલીઝ થયેલી આ ફિલ્મમાં સ્ક્રીન પર ફરહાન અખ્તરે પાત્ર ભજવ્યું હતું.

મિલ્ખા સિંઘે ફિલ્મ નિર્માતાની સામે રાખી એક વિચિત્ર શરત

મિલ્ખા સિંઘની પુત્રી સોનિયા સાંવલકાએ તેમના પિતાના જીવન પર ‘રેસ ઓફ માય લાઇફ’ નામનું એક પુસ્તક લખ્યું હતું, જે વર્ષ 2013 માં પ્રકાશિત થયું હતું. આ પુસ્તકના પ્રકાશન પછી, ફિલ્મ નિર્માતા રાકેશ ઓમ પ્રકાશ મેહરાએ મિલ્ખા સિંઘના જીવન પર ફિલ્મ ‘ભાગ મિલ્ખા ભાગ’ (Bhaag Milkha Bhaag) બનાવવાનું નક્કી કર્યું. ફિલ્મને લઈને જ્યારે તે આ ફ્લાઇંગ શીખને મળ્યા ત્યારે આ દોડવીરે રાકેશ ઓમ પ્રકાશ મહેરાની સામે એક વિચિત્ર શર્ત મૂકી.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

બાયોપિક માટે એક રુપિયાની માગ કરી હતી

બાયોપિક પર ફિલ્મ બનાવવા દેવા માટે સેલિબ્રિટીઓ કરોડોની ફી માંગે છે, ત્યારે મિલ્ખા સિંઘે ફિલ્મ નિર્માતા પાસેથી માત્ર એક રૂપિયાની નોટ માંગી છે. આ એક રુપિયા વિશેની ખાસ વાત એ હતી કે આ એક રુપિયાની નોટ 1958 ની છે, જ્યારે મિલ્ખાએ રાષ્ટ્રમંડલ ગેમ્સમાં પ્રથમ વખત સ્વતંત્ર ભારત માટે ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ એક રુપિયાની નોટ મળ્યા પછી મિલ્ખા ભાવુક થઈ ગયા. આ નોટ તેમના માટે અમૂલ્ય સંસ્મરણો જેવી હતી.

મિલ્ખા સિંઘની છેલ્લી ઇચ્છા ન થઈ શકી પુરી

ફિલ્મના પ્રમોશન દરમિયાન મિલ્ખા સિંઘે કહ્યું હતું કે તેઓ ફરહાન અખ્તરનો ફિલ્મમાં નિભાવામાં આવેલ રોલથી ખૂબ ખુશ છે. અભિનેતાએ ફિલ્મમાં તેમના જેવા દેખાવા માટે ખૂબ મહેનત કરી છે. જો કે, મિલ્ખા સિંહ જીવ્યા ત્યાં સુધી, તેના હૃદયમાં એક જ રંજ હતો.

તેમનું એક અધૂરું સ્વપ્ન જીવન જીવતા પૂરા થઈ શક્યું નહીં. મિલ્ખાએ કહ્યું હતું કે તેમના જીવનની એક જ ઇચ્છા અધૂરી રહી છે. તેમણે કહ્યું કે રોમ ઓલિમ્પિક્સમાં સ્વર્ણપદક જે હાથ મારા હાથમાંથી છુટી ગયો હતો, દુનિયા છોડતા પહેલા તેને મારા દેશમાં જોવા માગુ છું. આ મારી છેલ્લી ઇચ્છા છે.

ખેલ મંત્રીએ કહ્યું – વચન આપું છું, તમારી છેલ્લી ઇચ્છાને પૂરી કરશું

કિરન રિજિજુએ મિલ્ખા સિંઘનો એક વીડિયો ટ્વિટર પર શેર કર્યો અને લખ્યું કે વચન આપુ છુ કે તેઓ મિલ્ખા સિંઘની છેલ્લી ઇચ્છા પૂરી કરશે.

Next Article