Priya Malik ને અભિનંદન આપવામાં Milind Soman એ કરી ભૂલ, ટ્રોલ થવા પર ટ્વીટ ડિલીટ કરવા કર્યો ઇનકાર

|

Nov 17, 2022 | 4:05 PM

મિલિંદે પ્રિયા મલિકને અભિનંદન આપતાં લખ્યું, 'આભાર પ્રિયા મલિક #gold #TokyoOlympics #wrestling...Mt Olympus માં આપનું સ્વાગત છે.' તેમના આ ટ્વિટ પછી લોકોએ તેમને કહ્યું કે પ્રિયા મલિકે ઓલિમ્પિક્સમાં નહી પરંતુ બૂડાપેસ્ટમાં આયોજિત કૈડેટ વર્લ્ડ ચેમ્પિયનશીપમાં ભારતને જીત અપાવી છે.

Priya Malik ને અભિનંદન આપવામાં Milind Soman એ કરી ભૂલ, ટ્રોલ થવા પર ટ્વીટ ડિલીટ કરવા કર્યો ઇનકાર
Milind Soman

Follow us on

એક તરફ ટોક્યો ઓલિમ્પિક્સ 2020 માં મીરાબાઈ ચાનુની જીતની ઉજવણી કરવામાં આવી રહી હતી, તો બીજી તરફ રેસલર પ્રિયા મલિકે પણ રેસલિંગ ચેમ્પિયનશીપમાં ગોલ્ડ મેડલ જીતીને ભારતીયોની ખુશી બમણી કરી દીધી હતી. પરંતુ લોકોએ ભૂલ કરી. લોકોએ ટોક્યો ઓલિમ્પિક્સમાં પ્રિયા મલિકને સ્વર્ણ પદક જીતવા બદલ અભિનંદન આપવાનું શરૂ કર્યું હતું.

આ સૂચિમાં અભિનેતા-મોડેલ અને રમતના આઇકોન મિલિંદ સોમન પણ સામેલ હતા. તેમણે પ્રિયાને ઓલિમ્પિકમાં જીત બદલ અભિનંદન આપ્યા. બાદમાં, જ્યારે લોકોએ તેમને ટોક્યા, ત્યારે મિલિંદને તેમની ભૂલનો અહેસાસ થયો પરંતુ તેમણે પોતાનું ટ્વીટ ડિલીટ કરવાનો ઇનકાર કરી દિધો.

મિલિંદે પ્રિયા મલિકને અભિનંદન આપતાં લખ્યું, ‘આભાર પ્રિયા મલિક #gold #TokyoOlympics #wrestling…Mt Olympus માં આપનું સ્વાગત છે.’ તેમના આ ટ્વિટ પછી લોકોએ તેમને કહ્યું કે પ્રિયા મલિકે ઓલિમ્પિક્સમાં નહી પરંતુ બૂડાપેસ્ટમાં આયોજિત કૈડેટ વર્લ્ડ ચેમ્પિયનશીપમાં ભારતને જીત અપાવી છે. એક યુઝરે લખ્યું, ‘કૃપા કરીને ગુગલ કરો અને જાણો કે તેમણે કઇ સ્પોર્ટ ઇવેન્ટમાં જીત નોંધાવી છે … કોઈને અભિનંદન ટ્વીટ આપવું એટલું મહત્વનું નથી જ્યારે તેના વિશે જાણકારી હોતી નથી.’ આ અંગે મિલિંદે યૂઝરને જવાબ આપ્યો, ‘હા, મારે તપાસ કરી લેવાની જરુરત હતી.’

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

 

મિલિંદે કર્યો ટ્વીટ ડિલીટ કરવાનો ઇનકાર

ટ્વીટના આ મામલામાં એક યુઝરે લખ્યું ‘સર પ્લીઝ ટ્વીટ ડિલીટ કરી દો. તેમણે હંગેરીમાં યોજાયેલી વર્લ્ડ ચેમ્પિયનશીપમાં જીત મેળવી છે. હું પણ શરૂઆતમાં ખૂબ જ ઉત્સાહિત થઈ ગયો હતો. યુઝરના આ ટ્વિટ પર મિલિંદે લખ્યું, ‘હા મને હવે ખબર પડી ગઈ છે અને હું હજી ખુશ છું. અને હું મારું ટ્વિટ ડિલીટ નહીં કરુ, કેટલીકવાર ભૂલ કરવી એ ખરાબ વસ્તુ નથી. મિલિંદના આ ટ્વિટ પર ઘણા લોકોએ તેમને એપ્રિસીએટ પણ કર્યા.

 

ટીસ્કા ચોપડાએ પણ કરી ભૂલ

મિલિંદ પહેલાં, ટીસ્કા ચોપડાએ પણ મીરાબાઈ ચાનુને અભિનંદન આપવામાં મોટી ભૂલ કરી હતી. ટિસ્કાએ મીરાબાઇને બદલે ઇન્ડોનેશિયાની વેઇટલિફ્ટર Aisah Cantika નો ફોટો શેર કર્યો અને લખ્યું કે ‘તમે અમને ગૌરવ અપાવ્યું છે’. જો કે, ટિસ્કાએ ઝડપથી તેની ભૂલ માટે માફી માંગી. તેમણે લખ્યું ‘સારું લાગ્યું કે તમને લોકોને મજા આવી. તે એક ભૂલ હતી, મને મારી ભૂલનો અહેસાસ છે … તેનો અર્થ એ નથી કે હું મીરાબાઈ ચાનુ પર ગર્વ અનુભવતી નથી.

Published On - 7:23 pm, Mon, 26 July 21

Next Article