તમારી આતુરતાનો આવ્યો અંત, જાણો ક્યારે રિલીઝ થશે ધમાકેદાર વેબ સિરીઝ ‘ફેમિલી મેન 2’

|

Apr 11, 2021 | 11:14 AM

મનોજ બાજપેયી અભિનીત ફેમિલી મેન 2 વેબ સિરીઝ 2019 માં રિલીઝ થઈ હતી, ત્યારથી તેની બીજી સિઝનની રાહ જોવાઈ રહી છે. હવે તેની રિલીઝને લઈને સારા સમાચાર આવી રહ્યા છે.

તમારી આતુરતાનો આવ્યો અંત, જાણો ક્યારે રિલીઝ થશે ધમાકેદાર વેબ સિરીઝ ફેમિલી મેન 2
ફેમિલી મેન 2

Follow us on

ચાહકો આતુરતાથી વેબ સિરીઝ ‘ધ ફેમિલી મેન’ ની બીજી સીઝનની રાહ જોઈ રહ્યા છે. મનોજ બાજપેયી અભિનીત આ વેબ સિરીઝ 2019 માં રિલીઝ થઈ હતી, ત્યારથી તેની બીજી સિઝનની રાહ જોવાઈ રહી છે. પહેલી સિરીઝ લોકોને ખુબ પસંદ આવી હતી. અહેવાલ મુજબ થોડા સમય પહેલા ફેબ્રુઆરીમાં જ આ સિરીઝનો બીજો ભાગ રિલીઝ થવાનો હતો. પરંતુ તે મુલતવી રાખવામાં આવ્યું હતું.

આ મહિનામાં આવી શકે છે બીજો ભાગ

મનોરંજન વેબસાઇટ ફિલ્મબીટના એક અહેવાલ મુજબ, ફેમિલી મેન 2 મે મહિનામાં રજૂ થશે. અહેવાલ મુજબ આ સિરીઝના નિર્દેશક રાજ અને ડીકે આતુરતાથી તેમની વેબ સિરીઝ પ્રેક્ષકો સામે રજૂ કરવાની રાહ જોઈ રહ્યા છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

એડિટિંગ કરવામાં વ્યસ્ત છે

તમને જણાવી દઈએ કે ધ ફેમિલી મેન 2 નું શુટિંગ ઘણા સમય પહેલા પૂર્ણ થયું હતું, જ્યારે હવે ટીમ તેના એડિટિંગમાં વ્યસ્ત છે. ફેમિલી મેન 2 મે મહિનામાં રિલીઝ થવાની છે. જોકે હજી તેની સત્તાવાર ઘોષણા કરવામાં આવી નથી, તેમજ કોઈ તારીખ પણ જાહેર કરવામાં આવી નથી.

વિવાદથી બચવા માટે ફેમિલી મેન 2ની તારીખ આગળ વધારી

યાદ કરાવી દઈએ કે એક સમયે રિલીઝ થયેલી તાંડવને લઈને ખુબ હંગામો થયો હતો. તેથી આ સિરીઝ વિશે કોઈ વિવાદ ના થાય, તેના કારણે તેના કેટલાક દ્રશ્યો બદલાયા છે અને ફરીથી શૂટિંગ કરવામાં આવ્યું છે જેથી ફેમિલી મેન 2 કોઈ પણ વિવાદમાં ન ફસાઈ જાય. ‘ધ ફેમિલી મેન 2’ ની સ્ક્રિપ્ટ પર ફરીથી કામ કર્યા પછી, નિર્માતાઓ આખરે અંતિમ ઉત્પાદન સાથે તૈયાર કરી છે અને ટૂંક સમયમાં પ્રેક્ષકોને આશ્ચર્યચકિત કરશે એવા અહેવાલ આવી રહ્યા છે.

 

આ પણ વાંચો: અજાણ્યા નંબરોથી આવતા ફોન માટે ગૂગલ લાવ્યું છે આ એપ્લિકેશન, જાણો વિશેષતા

આ પણ વાંચો: લોકડાઉન સામે વિરોધ: હાથમાં કટોરો લઈને ભીખ માંગવા રસ્તા પર બેઠા છત્રપતિ શિવાજી મહારાજના વંશજ

Next Article