Making Video: Farhan Akhtarનો આ બોક્સિંગ વીડિયો જોઈને સીધા જિમ તરફ દોડી જશો તમે, એક વાર જરુર જુઓ

|

Jul 09, 2021 | 7:12 PM

Toofaan Making Motivational Video : ફરહાન અખ્તરે ફિટનેસને લઈને એક નવી લાઇન દોરી છે. આ વીડિયો જોઈને તમે પ્રેરણા લઈ શકો છો કે જો ફરહાન તે કરી શકે છે તો આપણે કેમ નથી કરી શકતા?

Making Video: Farhan Akhtarનો આ બોક્સિંગ વીડિયો જોઈને સીધા જિમ તરફ દોડી જશો તમે, એક વાર જરુર જુઓ
Farhan Akhtar

Follow us on

ફરહાન અખ્તર (Farhan Akhtar) તેમની ફિલ્મ તૂફાન (Toofaan) 16 જુલાઈએ રિલીઝ થવાની તૈયારીમાં છે. પરંતુ તેની તૈયારી એક દિવસમાં થઈ ન હતી. ફરહાને 2018 થી તેની તૈયારી શરૂ કરી દીધી હતી.

તમે તેમના જુસ્સાને જોઈને ખૂબ પ્રેરિત થઈ જશો અને તમે વિચારવા માટે મજબુર થઈ જશો કે જો 47 વર્ષની ઉંમરે આ અભિનેતા પોતાનું ફિટનેસ લેવલ આ સ્તર પર લઈ જઈ શકે છે, તો આપણે ઓછામાં ઓછા પચીસ ટકા ફિટનેસ સ્તરને મેચ કરવું જોઈએ. તો તમે પણ જુઓ ફરહાન અખ્તરની બોક્સિંગની તૈયારીનો આ વીડિયો. તમારું આખું મન હચમચી ઉઠશે. તમે એટલા પ્રેરિત થઈ જશો કે તમારા મનમાં આ જોઈને, ફિટનેસનું તૂફાન આવશે.

ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો

ફિલ્મના નિર્માતાઓએ પડદા પાછળનો એક વિશિષ્ટ વીડીયો રજૂ કર્યો છે જેમાં ચાહકોને આ પાવર-પેક્ડ ફિલ્મના નિર્માણની થોડી ઝલક શેર કરવામાં આવી છે. વીડિયોમાં રાકેશ ઓમપ્રકાશ મેહરા કહે છે, “બોક્સીંગ એક ખૂબ જ અનોખી રમત છે. તે દરેકની રમત નથી. ” અને અમે આ વાત સાથે સંપૂર્ણપણે સંમત છીએ! જો કોઈ હતું જે અજુ ભાઈ ઉર્ફે અઝીઝ અલી જેવા પાત્ર સાથે ન્યાય કરી શકે છે તો તે કોઈ બીજું નહી ફરહાન અખ્તર છે.

બોક્સર બનવાની ટ્રેનિંગ

ફરહાન વીડિયોમાં કહે છે, “અમે ફિલ્મ માટે ટ્રેનિંગ લીધી નહોતી, અમે એક બોક્સર બનવા માટે ટ્રેનિંગ લીધી છે! _” અભિનેતા માત્ર એક પરફેક્ટ પંચ કરવાનું નથી શીખ્યા. પરંતુ કોઈ પણ સ્ટંટ ડબલ્સ વિના આ પ્રક્રિયામાં કેટલાક ઘાતક હિટ પણ લીધી છે. એટલે કે, આ પ્રક્રિયામાં તેમને ચોટ પણ લાગી છે.

બોક્સિંગમાં ગ્રાઉન્ડ જીરોથી પોતાને સંપૂર્ણ રીતે સમર્પિત કરીને, નિર્માતાથી અભિનેતા બનેલા ફરહાને પોતાને એવી રીતે પરિવર્તિત કર્યો જે અવિશ્વસનીય છે અને તેની તૈયારી – આશ્ચર્યજનક!

 


મોટા સ્તર પર રિલીઝ થવાની તૈયારી

આ ફિલ્મનું નિર્માણ રિતેશ સિધવાની, રાકેશ ઓમપ્રકાશ મહેરા અને ફરહાન અખ્તર દ્વારા કરવામાં આવ્યું છે. તૂફાનનું દિગ્દર્શન રાકેશ ઓમપ્રકાશ મેહરાએ કર્યું છે જેમાં ફરહાન અખ્તરે અભિનય કર્યો છે અને તેમાં મૃણાલ ઠાકુર અને પરેશ રાવલ પણ મુખ્ય ભૂમિકામાં છે. ‘તૂફાન’ ભારતમાં અને 240 દેશ અને પ્રદેશમાં 16 જુલાઈ, 2021થી અમેઝોન પ્રાઈમ વીડિયો પર સ્ટ્રીમ થશે.

Next Article