માધુરી દીક્ષિતના દીકરાએ નાની ઉંમરમાં કર્યું એવું કામ કે જાણીને બધા લોકો થઇ ગયા અચંબિત

માધુરી દીક્ષિત (Madhuri Dixit) તેના બાળકો અને પરિવાર વિશે સોશિયલ મીડિયા પર અપડેટ્સ આપતી રહે છે. હવે તાજેતરમાં જ માધુરીએ તેના નાના પુત્રના મોટા કામ વિશે જણાવ્યું હતું. જે જાણીને બધા આશ્ચર્યચકિત થઈ ગયા હતા.

માધુરી દીક્ષિતના દીકરાએ નાની ઉંમરમાં કર્યું એવું કામ કે જાણીને બધા લોકો થઇ ગયા અચંબિત
madhuri dixit
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 08, 2021 | 9:03 AM

માધુરી દીક્ષિત (Madhuri Dixit) બોલિવૂડની પ્રતિભાશાળી એક્ટ્રેસમાં ગણના કરવમાં આવે છે. માધુરી પ્રોફેશનલ લાઈફમાં જેટલી પરફેક્ટ છે એટલી જ પર્સનલ લાઈફમાં પણ તે અદભૂત છે. માધુરી સોશિયલ મીડિયામાં પણ ઘણી એક્ટિવ રહે છે. માધુરીએ તેના બાળકોને ખૂબ જ સારું જીવન આપ્યું છે અને તેમને સારા દિલના પણ બનાવ્યા છે. જેનો પુરાવો તમને તેના વીડિયો પરથી મળશે. વાસ્તવમાં માધુરીના પુત્ર રિયાને કેન્સર પીડિત લોકો માટે પોતાના વાળ દાન કર્યા છે.

માધુરીએ ઈન્સ્ટાગ્રામ પર રેયાનનો વીડિયો શેર કર્યો છે. જેમાં તમે જોશો કે રેયાનના વાળ ખૂબ લાંબા છે. પરંતુ તે આ વાળ કપાવી લે છે. આ પછી તેમના વાળ દાન માટે મોકલવામાં આવે છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

વીડિયો શેર કરતાં માધુરીએ લખ્યું હતું કે, ‘બધા હીરો ટોપી નથી પહેરતા, પણ મારો હીરો પહેરે છે. રાષ્ટ્રીય કેન્સર દિવસ નિમિત્તે હું તમારી સાથે કંઈક ખાસ શેર કરવા માંગુ છું.

રિયાને જ્યારે પણ કેન્સરના દર્દીઓને કીમોથેરાપી સામે લડતા જોયા ત્યારે તે દુઃખી થઇ જતો હતો. રિયાનને તેના વાળ ખરતા જોઈને ખૂબ જ ખરાબ લાગ્યું હતું. આ પછી મારા પુત્રએ નક્કી કર્યું કે તે કેન્સર સોસાયટી માટે તેના વાળ દાન કરશે. અમે, માતા-પિતા તરીકે, રિયાનના નિર્ણય વિશે સાંભળીને ખૂબ પ્રભાવિત થયા છે.

માધુરીએ જણાવ્યું કે રિયાને 2 વર્ષથી હેર કટ નથી કરાવ્યો કારણ કે તે તેના વાળ લાંબા કરીને ડોનેટ કરવા માંગતો હતો. ગાઇડલાઇન્સ  અનુસાર, રિયાનને એક લંબાઈ સુધી વાળ બનાવવાના હતા અને તેમાં તેને 2 વર્ષનો સમય લાગ્યો હતો. પછી આ અંતિમ પગલું હતું. આજે આપણે ગર્વથી ઉભા છીએ. માધુરીએ આ પોસ્ટમાં પતિ શ્રીરામ નેનેને પણ ટેગ કર્યા છે.

માધુરીની આ પોસ્ટ પર દરેક તેના પુત્રના વખાણ કરી રહ્યા છે. કેટલાક કોમેન્ટ કરી રહ્યા છે કે તમને તમારા પુત્ર પર ગર્વ છે તો કેટલાક માધુરીના સારા ઉછેરના વખાણ કરી રહ્યા છે. જ્યારે કેટલાકે રિયાનને સલામ કરી છે.

જણાવી દઈએ કે માધુરી અને શ્રીરામનો એક મોટો પુત્ર અરિન પણ છે જે હાલમાં યુનિવર્સિટી ઓફ સાઉથ કેલિફોર્નિયામાં અભ્યાસ કરી રહ્યો છે. તે આ વર્ષે યુએસ કોલેજમાં ગયો છે.

માધુરીએ બીજા દેશમાં પુત્રના અભ્યાસ પર કહ્યું હતું કે, હું વિશ્વાસ નથી કરી શકતી કે એક વર્ષ કેવી રીતે પસાર થઈ ગયું. અરીન 18 વર્ષનો છે. હું દરેક માતાની જેમ ચિંતિત છું કારણ કે તે બીજા દેશમાં જઈ રહી છે અને હવે તે પોતાનું સ્વતંત્ર જીવન કેવી રીતે જીવશે કારણ કે જ્યારે આપણે ભારતમાં મોટા થઈએ છીએ ત્યારે આપણે ખૂબ રક્ષણાત્મક અનુભવીએ છીએ. અમે અમારા માતાપિતા સાથે રહીએ છીએ, બધું જ બાળકો માટે કરવામાં આવે છે પછી તે રસોઈ હોય કે પછી બીજી બધું દરેક વસ્તુનું ધ્યાન રાખવામાં આવે છે. હવે તે બધું જાતે કરશે, જેની મને થોડી ચિંતા છે.

માધુરીની પ્રોફેશનલ લાઈફ વિશે વાત કરવામાં આવે તો તે છેલ્લે વર્ષ 2019માં રિલીઝ થયેલી ફિલ્મ કલંકમાં જોવા મળી હતી. આ પછી માધુરીની કોઈ નવી ફિલ્મ રિલીઝ થઈ નથી. જો કે આ પછી તે ડાન્સ દીવાને શોમાં જજ તરીકે જોવા મળી હતી.

આ પણ વાંચો : Attack on Iraq PM : ઇરાકના વડાપ્રધાન ડ્રોન હુમલામાં માંડ-માંડ બચ્યા પરંતુ દેશમાં વધ્યો તણાવ, જાણો શું છે હાલત

આ પણ વાંચો : Chhattisgarh: સુકમામાં CRPF જવાને પોતાના જ સાથીદારો પર ગોળીબાર કર્યો, 4ના મોત, 3 ઘાયલ

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">