Love Story : ટીવીના રામ-સીતાની રિયલ લાઈફમાં પણ બની જોડી, એકવાર નહીં પરંતુ 2 વાર કર્યા બંનેએ લગ્ન

Love Story : ટીવીના રામ-સીતાની રિયલ લાઈફમાં પણ બની જોડી, એકવાર નહીં પરંતુ 2 વાર કર્યા બંનેએ લગ્ન
Gurmeet Choudhary, Debina Bonnerjee

ટીવીના રામ અને સીતાથી લોકપ્રિય થયા ગુરમીત ચૌધરી (Gurmeet Choudhary) અને દેબિના બોનર્જી (Debina Bonnerjee), પરફેક્ટ કપલ્સમાનાં એક છે. ચાહકો આ બંનેને વાસ્તવિક જીવનમાં પણ રામ-સીતા માને છે.

TV9 GUJARATI

| Edited By: Hiren Buddhdev

Jul 04, 2021 | 8:39 PM

ટીવીના રામ અને સીતાથી લોકપ્રિય થયા ગુરમીત ચૌધરી (Gurmeet Choudhary) અને દેબિના બોનર્જી (Debina Bonnerjee), પરફેક્ટ કપલ્સમાનાં એક છે. ચાહકો આ બંનેને વાસ્તવિક જીવનમાં પણ રામ-સીતા માને છે. લગ્નના આટલા વર્ષો પછી પણ બંને વચ્ચેની કેમિસ્ટ્રી અને પ્રેમ અકબંધ છે. શું તમે જાણો છો એકબીજાને ખૂબ પ્રેમ આપવા વાળા ગુરમીત અને દેબીનાએ ક્યારેય વિચાર્યું ન હતું કે બંને હમસફર બની જશે. શરૂઆતમાં, તે બંને ખૂબ જ લડતા હતા અને પછી જ્યારે તેઓ પ્રેમમાં પડ્યા ત્યારે બે વાર લગ્ન કર્યાં.

ઘણા લોકોને લાગે છે કે ગુરમીત અને દેબિના બોનર્જી સ્ટાર પ્લસ શો રામાયણના સેટ પર મળ્યા હતા, પરંતુ ચાલો તમને જણાવી દઈએ કે આ પહેલા બંને એક બીજાને જાણતા હતા. બંનેની વર્ષ 2006 માં પ્રથમ વખત ટેલેન્ટ કોન્ટેસ્ટ દરમિયાન મુલાકાત થઈ હતી.

દેબીનાએ આ વિશે જણાવ્યું હતું કે, ‘હું કોલકાતાથી સિલેક્ટ થઈ અને ગુરમીત મુંબઇથી. તે સમય દરમિયાન અમે 30 દિવસ સાથે હતા. અમને એક્ટિંગ વર્કશોપ અને તાલીમ આપવામાં આવી હતી. મને ખબર નથી કે તેનાથી અમને કારકિર્દીમાં કેટલી મદદ મળી, પરંતુ ત્યા અમે પહેલી વાર મળ્યા.

કેવી રીતે મુલાકાત વધી

આ પછી દેબીના જ્યારે કોલકાતા પાછી ચાલી ગઈ ત્યારે બંને ઘણા લાંબા સમયથી સંપર્કમાં નહોતા. દેબીના ફરી જ્યારે કામ માટે મુંબઈ શિફ્ટ થઈ ત્યારે બંને ફરીથી મળ્યા. તે તેમના મિત્રો સાથે પેઇંગ ગેસ્ટ તરીકે રહેતી હતી અને તેમની રૂમમેટનો બોયફ્રેન્ડ ગુરમીતનો મિત્ર હતો. તે જ સમયે, એક એવો કિસ્સો બન્યો હતો કે જ્યારે દેબીના આવી રહી હતી, ત્યારે ગુરમીતે તેમને એરપોર્ટથી પિકઅપ કરવાનું હતું, પરંતુ તે ન ગયા, જેના કારણે અભિનેત્રી ખૂબ નારાજ થઈ ગઈ.

દેબીના જ્યારે ગુરમીતને મળી ત્યારે તેમણે તેને ઘણું બધું સંભળાવ્યું. ત્યારબાદ થોડી મીટિંગ્સ પછી, બંને વચ્ચે બાબતો ઠીક થઈ ગઈ. દેબીનાએ કહ્યું હતું કે, ‘ગુરમીત મારા એપાર્ટમેન્ટમાં આવતા હતા તેના મિત્ર સાથે જે મારી મિત્રને ડેટ કરતો હતો. અમે સાથે બેસીને વાતો કરતા. આ વાર્તાલાપ દરમિયાન અમે એકબીજાને ખૂબ સારી રીતે ઓળખતા થયા.

કેવું રીતે દેબીનાને થયો પ્રેમનો અહેસાસ

દેબીનાના કહેવા પ્રમાણે, તેમણે ક્યારેય વિચાર્યું ન હતું કે બંને રિયલ લાઈફ પાર્ટનર બની જશે. કેવી રીતે દેબીનાને ફરીથી ગુરમીત પ્રત્યેનો પ્રેમનો અહેસાસ થયો તે અંગે દેબીનાએ કહ્યું હતું કે, ‘ મારી રૂમમેટનો પાર્ટનર જ્યારે શહેરની બહાર ગયો ત્યારે ગુરમીતે આવવાનું બંધ કરી દીધું હતું. તે સમયે દેબીનાને ખબર પડી કે તે ગુરમીતને મિસ કરી રહી છે. પછી દેબીનાએ ગુરમીતને ફોન કર્યો અને કલાકો સુધી વાતો કરી.

તો કેવી રીતે બંનેએ ડેટિંગ શરૂ કરી તેના પર દેબીનાએ કહ્યું હતું કે ‘એક દિવસ ગુરમીતે મને ફોન કર્યો અને કલાકો સુધી વાતો કરતા રહ્યા. તે પછી તે ફાલતું વાતોમાં વ્યસ્ત હતો જેનાથી હું ખુબ પરેશાન થઈ ગઈ હતી અને મેં કહ્યું, મને લાગે છે કે તમે મને આઈ લવ યું કહેવા માંગો છો. ગુરમીતે તરત જ હા પાડી. આ કોલ પછી તે તરત જ મારા ઘરે આવ્યો અને મને લગ્ન માટે પ્રસ્તાવ મૂક્યો.

2 વાર કર્યા લગ્ન

બંનેના લગ્ન ક્યારે થયા તે વિશે ઘણા ઓછા લોકો જાણે છે. ગુરમિતે આ વિશે કહ્યું હતું, ‘અમારા લગ્ન વિશે બહુ ઓછા લોકો જાણે છે. અમે અભિનેતા નહોતા અને કામ શોધી રહ્યા હતા. તે સમયે અમે ફક્ત 19-20 વર્ષનાં હતાં. અમે ભાગીને લગ્ન કરી લીધાં હતા. પેરેન્ટ્સને પણ અમે કહ્યું નહોતું. અમારા મિત્રોએ લગ્નમાં અમારી મદદ કરી. ત્યારબાદ બંનેએ તેમના સંબંધિત કુટુંબીજનોને લગ્ન વિશે જણાવ્યું અને તેમને સમજાવ્યા બાદ વર્ષ 2011 માં પરિવારના સભ્યોની હાજરીમાં લગ્ન કર્યા.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati